18 June 2017

ધોરણ ૧ થી ૫ ના તમામ વિષયોનું સંકલન

TET-2 માટે ખુબ જ મહત્વનું......

મીત્રો થોડા સમયમા મા TET પરીક્ષા લેવાશે. ધોરણ 1 થી 8 નુ વિષય વસ્તુ તૈયાર કરવા માટે પાઠ્યપુસ્તકો વાંચવા માટે ખૂબ જ ઓછો સમય છે.*

👌 તેના માટે શિક્ષક ગ્રુપ ના શ્રી હિરેનભાઇ પટેલ તરફથી ધોરણ 1 થી 8 ના તમામ વિષય ની બન્ને સેમેસ્ટર ના તમામ અગત્યના મુદ્દાઓનું સંકલન કરીIMP નોટસ તૈયાર કરવામા આવેલ છે. જેનો અભ્યાસ કરવાથી TET પરીક્ષામા 100% ફાયદો થશે.

✅ *તમામ ફાઇલ ડાઉનલોડ કરવા લીંક Google chrome મા ખોલો*

🔹 *ધોરણ 6 થી 8 સામાજીક વિજ્ઞાન*
ધોરણ 6 થી 8 વિજ્ઞાન અને ટેકનોલોજી
ધોરણ 6 થી 8 ગણિત
ધોરણ 6 થી 8 ગુજરાતી
ધોરણ 6 થી 8 હિન્દી
ધોરણ 6 થી 8 સંસ્કૃત
ધોરણ 6 થી 8 અંગ્રેજી

                                                  ગમે તો બીજા મિત્રોને શેર કરજો.


17 June 2017

જાણવા જેવું

વિવિધ ઉજવણી
* ૧0વર્ષ = દશાબ્દી*
* ૨૦વર્ષ = દ્રિદશાબ્દી*
* ૨૫વર્ષ = રજત મહોત્સવ*
* ૩૦વર્ષ = મોતી મહોત્સવ*
* ૪૦વર્ષ = માહેંક મહોત્સવ*
* ૫૦વર્ષ = સુવર્ણ મહોત્સવ*
* ૬૦વર્ષ = હિરક મહોત્સવ*
* ૭૦વર્ષ = પ્લેટિનમ મહોત્સવ*
* ૮૦વર્ષ = રેડિયમ મહોત્સવ*
* ૯૦વર્ષ = બિલિયમ મહોત્સવ*
* ૧૦૦વર્ષ = શતાબ્દી મહોત્સવ……*
🙏🏼🙏🏼સત્ય ધટના🙏🏼🙏🏼
     સન ૧૮૮૧ ની વાત છે. એક પ્રોફેસરે કલાસમાં તેમના વિધ્યાર્થિઓને એક સવાલ કર્યો...આ દુનિયામાં જે બધુ આપણે જોઇ રહ્યા છીએ તે કોને બનાવ્યું છે ? શું પરમ ક્રુપાળુ પરમાત્માએ આ બધી રચના કરી છે ?

વિધ્યાર્થિ – હા સાહેબ..

પ્રોફેસર –તો પછી સેતાનને કોને બનાવ્યો ? શું સેતાન પણ પ્રભુએ જ બનાવ્યો છે?
વિધ્યાર્થિ એકદમ શાંત થઈ ગયો..અને પછી તેણે પ્રોફેસરને એક વિનંતિ કરી ..
સાહેબ શું હું આપને પ્રશ્ન કરી શકું ?  પ્રોફેસરે સમંતિ આપી..

વિધ્યાર્થિ-શુ ઠંડી જેવું કાઈં હોય છે ?

પ્રોફેસર- ચોક્કસ હોય છે..

વિધ્યાર્થી – માફ કરજો સાહેબ ..તમારો જવાબ ખોટો છે. ઠંડી લાગવી એ ગરમીની ગેરહાજરીનું પરિણામ છે.

વિધ્યાર્થિએ બીજો પ્રશ્ન કર્યો...
શું અંધારૂ અસ્તિત્વ ધરાવે છે ?

પ્રોફેસર – હાસ્તો ધરાવે છે...

વિધ્યાર્થી –સાહેબ તમે આ વખતે પણ ખોટા છો...ખરેખર અંધારા જેવી કોઇ ચીજ છે જ નહી...ખરેખર તો અંધારૂ અજવાળાની ગેરહાજરી છે..જેવુ અંજવાળુ આવશે એટલે તરતજ અંધારૂ ગાયબ થઇ જશે. સાહેબ આપણે રોજ પ્રકાશ અને ગરમીનો અભ્યાસ કરીએ છીએ પણ ઠંડી અને અંધારાનો  કરતા નથી..
તેવીજ રીતે સેતાનની કોઇ હયાતી નથી એ તો પ્રેમ , વિશ્વાસ,અને  ઇશ્વર પ્રત્યેની આસ્થાની ગેરહાજરી છે...
જેને ઇશ્વર પ્રત્યે આસ્થા અને શ્રધ્ધા નથી તેને જ સેતાનનો અનુભવ થાય છે...
આ વિધ્યાર્થિનુ નામ હતું


તને વંદન હજારે હજાર


પંચમહાલ-સતત ગેરહાજર બાળકોના નામ કમી બાબત પરિપત્ર -by DPEO.



ગુજરાતના તમામ જીલ્લાના તમામ શૈક્ષણિક સમાચારો






4 June 2017

*આ પપ્પા એટલે ?*




*પપ્પા એટલે ખાલી એક નામ ?
પપ્પા એટલે ખાલી એક દેખાવ જ ?
પપ્પા એટલે ખાલી એક પદ ?
પપ્પા એટલે ખાલી બાયોડેટામાં
નામની પાછળ લાગતુ અસ્તિત્વ ?
ના ….*
*પપ્પા એટલે પરમેશ્વરના પુરાણો કરતા પણ વધુ પ્રેકટિકલ પ્રેરણાદાઇ પુસ્તક...*

*આપણી સૌથી મોટી તકલીફ એ છે કે આપણા માંથી ઘણા પુરાણો વાંચવાની
અને સમજવાની વાતો કરે છે પણ ઘરમાં બેઠેલા પપ્પાને નથી વાંચી શકતા...*

*આ પપ્પા નામે પ્રોફાઇલને ક્રેડિટ સાથે
બહુ લેવાદેવા નહી.. મા ને ઇશ્વર માની લેનાર સમાજ પપ્પાને પપ્પા જ સમજે..
કારણકે આ પપ્પાએ કોઇ દિવસ પોતાની જાતને ઇશ્વરની કેટેગરી માટે નોમીનેટ
કર્યો જ નથી.*

*"ખબરદાર જો આમ કર્યુ છે તો...
આવવા દે તારા પપ્પાને..
બધ્ધું જ કહી દઇશ" આવા વાક્યો
દરેક મા એ કયારેક ને કયારેક પોતાના બાળકને નાનપણમાં કહ્યાં જ હશે..
અને ન છૂટકે પણ પેલો ઓફિસમાં ફેમીલી માંટે કમાતો બાપ બાળકનો અજાણ્યો દુશ્મન
બની જાય છે. અને અજાણતા જ સંતાનો સાથેનું આ છેટું ઘણું લાંબુ ચાલે છે.*

*ઘણા કિસ્સાઓમાં તો બાપની ખરી કિંમત સમજાય છે ત્યા સુધીમાં બાપ ખીલ્લી પર
ટાંગેલ ફોટો બની ગયો હોય છે.*

*બાકી પપ્પા તો એવા પરમેશ્વર છે જેને પામવા વ્રત, ઉપવાસ કે અઘરા શ્લોકના ગાન
કરવા નથી પડતા... આપણી તકલીફમાં આપણા ખભાને ટેકો દેવા એ જીવતો દેવ હાજરા હજૂર
જ હોય છે.*

*ડૉ.નિમિત્ત ઓઝાએ લખેલ એક
સરસ વાત યાદ આવે છે કે ઘરની બહાર નીકળતા ખાડો આવે ને પડી જવાય તો "ઓ મા" બોલાય
છે પણ અજાણ્યા જ રસ્તો ક્રોસ કરતા ટ્રક છેક પાસે આવી જાય ત્યારે તો મ્હોં માથી
"ઓ બાપ રે" જ સરી પડે છે.. જે એ વાતની સાબીતી છે કે નાની નાની તકલીફો માં મા
યાદ આવે ... પણ જીવનની અઘરી અને મોટી તકલીફોમાં તો બાપ જ યાદ આવે છે.*

*પપ્પા નામના પરમ મિત્રને ઓળખવાની કળા મોટા ભાગે યુવાનીમાં કેળવાતી જ નથી બાકી
એ વાત ખરી કે આ ઉંમરમાં પપ્પા ભણાવા કરતા ગણાવે છે વધુ.*

*કોઇ બાપ પાર્ટ ટાઇમ નોકરી કરતો હશે પણ પિતૃત્વતો ફુલ ટાઇમ જ કરતો હશે..
કારણકે ખેતરમાં હળ ચલાવતો કે પછી ઓફિસમાં ઓવર ટાઇમ કરતો બાપ આખરે તો દિકરા કે
દિકરીને સઘળી સવલતો આપવા જ સજ્જ થતો હોય છે.*

*આપણી યુવાનીમાં કરેલી ભૂલોથી ટાયર્ડ થઇ જતો બાપ ચીડાઇ ને પિતૃત્વથી રીટાયર્ડ
નથી થઇ જતો.. એને પળે પળ આપણને કશું એટલા માટે શીખવાડવું છે કારણકે જીવનમાં
જયાં જયાં એણે પીછે હટ ભરી છે ત્યાં ત્યાં આપણે ન ભરી દઇએ..*

*બુદ્ધિનું બજેટ ખોરવ્યા વિના આપણી બાહોશતા અકબંધ રહે તેવા પ્રયત્નો એ
સતત કરતો રહે છે.. આ કારણોસર એ
મોટા ભાગે કડક વલણ અપનાવે અને એટલેજ એ છપ્પનની છાતીમાં રહેલું
લીસ્સુ માખણ આપણને મોટાભાગે ઓળખાતુ નથી.*

*આ પપ્પા એટલે ૯ વાગે ટીવી બંધ કરીને જબરજસ્તી ભણવા બેસવાનો ઓર્ડર નહી પણ
ભણતરની કિંમત સમજાવતુ એક
સુવાક્ય..*

*આ પપ્પા એટલે રાત્રે જયાં સુધી ઘરે ન આવીયે ત્યાં સુધી સતત ચાલતો હિંચકાનો
કિચુડ કિચુડ અવાજ ..*

*આ પપ્પા એટલે મમ્મી કરતાં પણ વધુ વ્હાલની ઉપર પહેરેલૂં કડકાઇનું મ્હોરુ*

*આ પપ્પા એટલે એકવાર ખાઇ લીધા પછી મમ્મીથી સંતાડીને બીજી વાર અપાતી ચોકલેટ*

*આ પપ્પા એટલે એવી પર્સનાલીટી જે ફેશન ન કરતી હોવા છતાં ય આપણા સ્ટાઇલ આઇકોન
બની જાય*

*આ પપ્પા એટલે આપણને કદિ યે પડી
ન જવા દેતો સાઇકલની સીટની પાછળથી પકડેલો મજબુત હાથ...*

*આખરે પપ્પા ઍટલે પપ્પા…
બસ આમ જુવો તો કશું જ નહી
અને આમ જુવો તો બધ્ધું જ...*

*હજીયે સમય છે..જો પપ્પા નામનું લાગણી નું સરનામું જીવંત બનીને ઘરમાં પોતાની
મીઠાશ ફેલાવતું હોય તો આ લેખ પુરો
કરીને એને જઇને એક વાર કોઇજ કારણ વગર ભેટી પડજો....*

 *એ પપ્પા નામના પુસ્તકમાં એવુ સરસ મઝાનું પાનુ જોડાશે જે જીવનભર વાંચવું
ગમશે..*

 *Dedicated  to All father...*✍🏼

નવા સત્રની શુભેચ્છા

કાલથી ૩૫ દિવસથી બંધ બારણા નવી કિલકારી સાથે ઉઘડશે, ધુંધળી, ધુળથી લથબથ,એકાંત માં સુતેલી શાળા, તેના પોતીકાને આવકારવા આજ આળશ મરડીને ઊભી થાશે... બાળકો ના અવાજ થી ઝાડ માં પણ નવી કૂપળો ખિલશે... ખરેખર , આપણે વૈજ્ઞાનિક રીતે માનીએ કે વસ્તુઓ સ્થુળ ને નિર્જીવ છે પણ તેની સાથે રહેતા પોતીકાપણા ને લીધે તે પણ જીવિત લાગે છે, તેની સંવેદના પણ અનુભવી શકાય છે...... તારીખ: 05-06-2017 થી શરૂ થતાં નવીન શૈ. સત્ર ની સર્વે શિક્ષક મિત્રોને મારી શુભેચ્છાઓ. નવુ શૈક્ષણિક વર્ષ આપને યશ આપે તેવી શુભેચ્છાઓ .