27 September 2018

નમસ્કાર મિત્રો,
         અહીં નીચે વાદળી કલર આપેલ છે ત્યાં ક્લિક કરશો.આ લિંક ક્લિક કરવાથી દુનિયાનો ગોળો ખૂલશે. તેમાં આખી દુનિયામાં જેટલા રેડિયો સ્ટેશન હશે તે લીલા ટપકાના સ્વરૂપે દેખાશે. ગમે તે ટપકા પર ક્લિક કરશો એટલે જેતે વિસ્તારના રેડિયો કાર્યક્રમ એકદમ ચોખ્ખા સંભળાશે. મસ્ત છે.આપ સૌ તેની મજા માણશો.
સાંભળવા અહીં ક્લિક કરો.

13 September 2018

વનસ્પતિ ની ઓળખ તથા વિસરાતી વાનગીઓ

ગિરનારી વૃક્ષોની સચિત્ર માહિતી જોવા અહી ક્લિક કરો. 

વિસરાતી વાનગીઓ માટે અહી ક્લિક કરો. 

ગણિત વિજ્ઞાન પ્રદર્શન મોડ્યુલ 2015-16

વિજ્ઞાન પ્રદર્શન માટે ઉપયોગી 400 કૃતિઓનો સમાવેશ આ મોડ્યુલમાં કરેલો છે.

download here

મીનાની દુનિયા રેડિયો કાર્યક્રમ એપિસોડ 11/9/18

*મીના ની દુનિયા*
11-09-2018
*આજનો એપિસોડ -શર્ત - કન્યા કેળવણી*
MP3 DOWNLOAD

11 September 2018

હું બનું વિશ્વ માનવી ભાગ-1/2 સામાન્ય જ્ઞાન

પ્રાથમિક શાળાના બાળકોથી માંડી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ ,શિક્ષકો ,વાલીઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા મિત્રો માટે ખૂબ જ ઉપયોગી સામાન્ય જ્ઞાન પુસ્તક ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરાયું છે.જે આપ સૌને ઉપયોગી થશે એવા હેતુસર અહીં "હું બનું વિશ્વ માનવી "ભાગ1/2 મુકવામાં આવ્યા છે .આશા રાખું કે આપ તેનો ભરપૂર ઉપયોગ કરશો.
આ બુક પ્રાથમિક શાળાઓમાં ઉપલબ્ધ છે.

ડાઉનલોડ ભાગ-1 
ડાઉનલોડ ભાગ-2

મીનાની દુનિયા રેડિયો કાર્યક્રમ-2018/19


સ્વામી વિવેકાનંદ - શિકાગોમા વિશ્વધર્મ પરિષદમાં આપેલ સંભાષણની 125મી વર્ષગાંઠ




જાણો તમારું મતદાન મથક,ભાગ નંબર અને અનુક્રમ નંબર

જાણવા માટે આટલી વિગતો ખાનામાં ભરો.
તમારું નામ
પિતા કે પતિનું નામ
ઉમર
જન્મ તારીખ
લિંગ
રાજ્ય
જિલ્લો
વિધાનસભા ક્ષેત્ર
captcha code...આપેલ મુજબ...
 ત્યારબાદ   Seacrh પર ક્લિક કરો.
અહિયા ક્લિક કરી લીન્કને ઓપન કરી ઉપર  મુજબ સ્ટેપ પુરા કરો.

5 September 2018

💐આજનો દિન શિક્ષકને સમર્પિત💐


કહેવાયું છે કે...

મૌસમ કે બદલને સે હર ફૂલ ખીલ જાતા હૈ,
પર શિક્ષક એક ઐસા ફૂલ હૈ ,જીસકે ખીલને સે હર મૌસમ બદલ જાતા હૈ...

પુરા જીવન ખીલ જાતા હૈ...
હર પલ ખુશીયોસે મહક ઉઠતા હૈ...
હર મંજિલ પા લેતા હૈ....
ઊંચી ઉડાને ભર લેતા હૈ....
સમાજ દુષણો સે મુક્ત હો જાતા હૈ....

ઔર કહી નહીં,

યહાઁ પૃથ્વી પર હી સ્વર્ગ બના દેતા હૈ,

🌹🌹🙏🙏આપ સહુને શિક્ષક દિનની હાર્દિક શુભકામનાઓ...🌹🌹🙏🙏

શિક્ષકની ઉપાસનાનું પર્વ એટલે  “૫ મી સપ્ટેમ્બર “ શિક્ષક દિન “

આપણે  ત્યાં પૌરાણિક વાર્તા છે .બાળકના જન્મધાતા છઠ્ઠા દિવસે તેની જન્મ કુંડળી નક્કી કરવા આવે છે.જો વિધાતા બાળકના મસ્તિક પર હાથ મુકે તો તે ડોક્ટર બને કાં તો હાર્ડવેર –સોફ્ટવેર એન્જીનીયર બને,જો વિધાતા બાળકના હૃદય પર હાથ મૂકે તો  કવિ બને કાં  સાહિત્યકાર બને,જો વિધાતા હાથ-પગ પર હાથ ફેરવે તો તે કુશળ કારીગર બને,પરંતુ જયારે વિધાતા સમગ્ર શરીર પર માથાથી પગ સુધી હાથ ફેરવે તો તે “શિક્ષક “બને છે .આ શિક્ષકના અસ્તિત્વનો શણગાર છે.વર્ષોથી દરેક સમાજમાં શિક્ષકોનું સ્થાન મહત્વપૂર્ણ અને આદરણીય છે.કોઈ સમાજ કેવો છે તેનો આધાર તેના શિક્ષકો કેવા છે તેના પર છે.તો પ્રશ્ન  થાય કે, શિક્ષક એટલે શું ?

      શિસ્ત ક્ષમા,અને કલાનો ત્રિવેણી સંગમ એટલે શિક્ષક.

      જે સતત શીખતો રહે અને શીખવતો રહે તે શિક્ષક

                                                         શિક્ષક  એટલે.......

Ø  કંકરમાંથી શંકર બનાવે તે શિક્ષક.

Ø  કલાભવ અને ભાવકલા નું વિતરણ કરે તે શિક્ષક.

Ø  વર્ગમાં પ્રેમવર્ગ  અને વર્ગમાં વનમાળી બને તે શિક્ષક .

Ø  જેની એક આંખ માઈક્રોસ્કોપ અને એક આંખ ટેલીસ્કોપ હોય તે શિક્ષક.

Ø  બાળકોના સ્પિરીટ  ટ્રાન્સફર કરે તે શિક્ષક.

Ø  વર્ગ વાચસ્પતિ અને વિષય વાચસ્પતિ બને તે શિક્ષક .

Ø  બાળભાષ્યકાર બને તે શિક્ષક

Ø  જીવનને ધન્ય કરે તે શિક્ષક.

Ø  પથ્થરને પારસ કરે તે શિક્ષક..

મહાન વિશ્વવિભૂતિ  ડૉ.રાધાકૃષ્ણન આપણી શિક્ષણ પરંપરાના પ્રહરી હતાં.વિશ્વનાં તત્વ ચિંતકોમાં અને દાર્શનિકો માં તેઓ શિરમોર હતા.ઋષિપરંપરાને અનુસરનાર ડૉ.રાધાકૃષ્ણનની  આગવી ઓળખ એટલે શિક્ષક.તેમનામાં એક શિક્ષક હંમેશા ઉન્નત સ્થાને વિરાજમાન છે.અમેરિકન પ્રમુખ વિલ્સન શિક્ષક,આયર્લેન્ડના પ્રમુખ ડો.વાલેરા ગણિત શિક્ષક,ઝેકોસ્લોવાકિયાના પ્રથમ પ્રમુખ જ્હોન મસારિક શિક્ષક –પરંતુ એ સૌની  શિક્ષક તરીકેની ઓળખ ભૂસાઈ ગઈ.તેમની માત્ર રાજકીય ઓળખ જીવંત બની. ડૉ.રાધાકૃષ્ણન રાષ્ટ્રપતિ પદ મેળવ્યા પછી પણ તે શિક્ષક રહ્યા.વિદ્યાર્થીઓએ તેમના દિવસને ઉજવવાનું નક્કી કર્યું ત્યારે ડૉ.રાધાકૃષ્ણને પોતાનો જન્મ દિવસ” શિક્ષકદિન “ તરીકે ઉજવાય તેવી અપેક્ષા વ્યક્ત કરી તેથી ૫ મિ સપ્ટેંબર  શિક્ષકદિન તરીકે પ્રતિ વર્ષ ઉજવાય છે.શિક્ષક એ સમાજમાં ઉચ્ચ આદર્શ સ્થાપિત કરવાવાળું વ્યક્તિત્વ છે.કોઈપણ દેશ અથવા સમાજના નિર્માણમાં શિક્ષકની મહત્વની ભૂમિકા છે.શિક્ષક જ સમાજનું પ્રતિબિંબ છે.આકૃતિ છે.

વિનોબા ભાવેના શબ્દોમાં :શીલવાન સાધુ,પ્રજ્ઞાવાન જ્ઞાની અને કરુણાવાન માતા છે,પરંતુ શિક્ષકમાં આ ત્રણેય છે.

શિક્ષકનો દરજ્જો સમાજમાં હંમેશને માટે પૂજનીય રહ્યો છે.કોઈ તેને “ગુરુ” કહે છે કોઈ તેને “શિક્ષક “કહે છે.કોઈ “આચાર્ય’ કહે છે.ગુરુ કોઈપણ હોઈ શકે અને કોઈપણ થઇ શકે. ગુરુ એટલે માત્ર જે ભણાવી નાખે તે જ નહિ.ગુરુ કોઈપણ સંપ્રદાયનો ,કોઈપણ ધર્મનો કોઈપણ જ્ઞાતિ ,જાતિ ,સમુહ નો હોઈ શકે.અરે ભાઈ,બહેન,સગાસંબંધી જેની પાસેથી  આપણને પ્રેરણા મળે,માર્ગદર્શન મળે,જીવન તરફ જોવાનો દ્રષ્ટિકોણ મળે અને જીવન સુગંધિત બને તે બધા ગુરુ જ કહેવાય .

                    ભારતીય સંસ્કૃતિમાં પણ શિક્ષકનું અનેરું સ્થાન છે.હિન્દુ ધર્મમાં શિક્ષકો માટે કહ્યું છે કે “આચાર્ય દેવો ભવ “એટલેકે શિક્ષક અથવા આચાર્ય ઈશ્વરની સમાન બનશે.આ એક શિક્ષકને તેના દ્વારા સમાજમાં આપેલા યોગદાનના બદલા સ્વરૂપે આપવામાં આવ્યું છે.માતૃદેવો ભવ ,પિતૃદેવો ભવ ,આચાર્ય દેવો ભવ,અતિથી દેવો ભવ,ગુરુદેવો ભવ ની ભવ્ય ભાવના આ ભૂમિમાં જ શક્ય છે.તેથીજ આપણા પ્રથમ શિક્ષક એ આપણી  માતા- છે.કે જેમની પાસેથી ગર્ભમાંથી સંસ્કારો મેળવ્યા છે.બીજા શિક્ષક એ પિતા છે કે જેમની પાસેથી આંગળી પકડીને પા-પા પગલી ભરતાં જીવનમાં આપણે આગળ વધ્યાં  છીએ.માતા-પિતાનું સ્થાન કોઈ લઇ શકતું નથી.તેમનું આપણી ઉપરનું ઋણ કોઈપણ રીતે ઉતરતું નથી.

એલેકઝાન્ડર કહે છે :

માતા-પિતાએ તો મને જન્મ આપ્યો,

પણ મારું જીવન મારા ગુરુને આભારી છે.

 એક શિક્ષક જ છે,જે આપણા ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતા સમાન સમકક્ષ હોય છે, કારણ કે શિક્ષક પોતે જ સમાજમાં લાયક બને છે તેથી જ શિક્ષક ને સમાજનો” શિલ્પકાર “કહેવાય છે. કોઠારી પંચે તો  : શિક્ષકોને “ભારતના ભાવી ઘડવૈયા “તરીકે સંબોધિત કર્યા છે.

ડૉ.દાઉદભાઈ ઘાંચી એ શીખવ્યું:  Teacher is Knowledge Worker.

એક શિલ્પકારને
“શિક્ષકના હાથે બગડતી વર્તમાનની એક ક્ષણ પણ ભવિષ્યની ઈમારતનો પાયો હચમચાવી નાખે છે..”- ડૉ.રાધાક્રિષણનનું આ સુવાક્ય આજના સાચા શિક્ષકને  વિચારતા કરી  છે.

એક શિલ્પકારને જયારે પથ્થરના ટુકડામાં મૂર્તિ પડેલી દેખાય છે અને પોતાની કલાથી ટાંકણા દ્વારા એ પથ્થરમાંથી સુંદર દેવમૂર્તિ નું નિર્માણ કરે છે એવીજ રીતે શિક્ષણ સાથે સંકળાયેલ  શિક્ષક પાસે આવનાર પથ્થરરુપી વિદ્યાર્થીઓના અંતરમાં રહેલ વિવિધ મૂર્તિઓ ને પારખીને પોતાના જ્ઞાનરૂપી ટાંકણાથી લેખક,કવિ,શિલ્પકાર,વૈજ્ઞાનિક,નેતા એમ જુદી જુદી આકૃતિઓનું નિર્માણ કરવાનુ હોય છે. શિક્ષકતો સજીવ વ્યક્તિનાં અંતરમાં રહેલ દેવ મૂર્તિઓ નિર્માણ કરે છે.

ડૉ.રવિન્દ્ર દવે તારવ્યું કે,શિક્ષક-લોકકલ્યાણ નો કર્તા  છે. એ સદીઓથી સમાજમાં શિક્ષકનું સ્થાન મુઠ્ઠી ઉચેરું છે અને રહેશે.શિક્ષક એ કર્તવ્યપરાયણ સંસ્કારોનો પ્રવાહ,અનુશાશન પાલક ,અધ્યયનશીલ,ચિંતનશીલ ,નિર્મળ અને પ્રેમાળ ,સત્ય અને પ્રિય વાણી બોલનાર શ્રધ્ધાવાન ,માનવધર્મ ના પોષક,સર્વત્રજ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવનાર જ્યોત છે.શિક્ષકના જ્ઞાનરૂપી શસ્ત્ર અને શાસ્ત્રના માધ્યમ વડે કાદવમાંથી કમળરૂપી ભવ્ય અને દિવ્ય આત્માઓનું નિર્માણ થાય છે.વર્ગ ને સ્વર્ગ બનાવીને શિક્ષક ચમત્કાર કરી શકે છે.વિદ્યાર્થીના આદર અને પ્રેમ એ જ શિક્ષકનો શ્રેષ્ઠ પુરસ્કાર છે.ભલે ,આપણને કોઈ ઉત્તમ શિક્ષકનો એવોર્ડ ન આપે,તેથી શું ?આપનો વ્યવસાય જ ઉત્તમ છે અને તેના આપને સૌ કલાકાર છીએ તેથી-

ભગવતીકુમાર વર્મામાં કહે છે :

આ ક્ષણો પછીથી નહિ રહે,

ન સુવાસ ફોરશે શ્વાસમાં,

ચાલો સંગ થોડુક ચાલીએ,

સમયના દીર્ધ પ્રવાસમાં.

શિક્ષકમાં સાચી કર્તવ્યભાવના અને સજ્જનતા જ્યાં સુધી શિક્ષકમાં રહેશે,ત્યાં સુધી તેમણે રાષ્ટ્ર અને વિદ્યાર્થી સન્માન આપતા રહેશે.

 આજના યુગમાં ‘ઈન્ટરનેટ ‘ Online Learning Technology Enhanced Learning (TEL) જેવા ઘણાં સંસાધનો તથા શિક્ષણનાં વિવિધ સ્રોતો પ્રાપ્ત છે.છતાં પણ દીવાથી દીવાને પ્રગટાવવાનું કાર્ય,વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જગાડવાનું કાર્ય,જ્ઞાનની અભીપ્સાને જાગ્રત કરવાનું કાર્ય,ઉત્તમ ચરિત્રઘડતરનું કાર્ય,જીવંત અને ચૈતન્યથી ધબકતા શિક્ષક સિવાય અસંભવ છે.

     વિશ્વનું કોઈપણ વૈજ્ઞાનિક ઉપકરણ ગમેં તેટલું પ્રબળ કેમ ન હોય,પણ એ શિક્ષકનું સ્થાન ક્યારેય લઇ શકશે નહિ.શેખાદમ આબુવાલા: શિક્ષકને જોઈ ગાતાજ રહે છે.

નથી ગમતું ઘણું,પણ કૈક તો એવું ગમે છે .

બસ,તેના કારણે આ ધરતીમાં રહેવું ગમે છે.

 તો ચાલો ,આપણા શિક્ષત્વને ઉજાગર કરીને આપણે સુસંસ્કૃત સમાજનું નિર્માણ કરીએ....
💐💐💐💐💐💐💐💐💐💐💐💐