26 February 2017

મારો યાદગાર પ્રવાસ

                                                   મિત્રો,પ્રવાસ એ સૌના માટે એક આનંદની પળ હોય છે,પ્રવાસ કરવાથી આપણને/બાળકોને  ભુતકાળની જાણકારી પ્રાપ્ત થાય છે,સાથે સંપ,સહકાર,સમયપાલન,સહનશકિત,લાગણી,શિસ્ત,ભકિત,જવાબદારી,જિજ્ઞાસાવૃતિ જેવા ગુણોનો વિકાસ થાય છે. પછી પ્રવાસ  નાનો હોય કે મોટો હોય.
                                                    હમણાં ટુંકા જ સમયમાં અમે શાળામાંથી વડતાલ,મહેમદાવાદ,લસુન્દ્રા અને ફાગવેલ જેવા સ્થળોનો એક નાનક્ડો પ્રવાસ કર્યો હતો,તેની આછી ઝલક અહિં મુકવાનો પ્રયત્ન કરું છું.આશય ફક્ત આનંદનો જ છે.
                                              પ્રવાસ માત્ર 41 બાળકો અને 4 શિક્ષકોનો હતો.
                                         સૌ પ્રથમ અમે વડતાલમાં જ્ઞાનકુંજબાગમાં ભગવાન સ્વામિનારાયણની પુરાણી વસ્તુઓ જોઇ. ખુબ જ સ્વચ્છ અને રમણીય સ્થળ હતું.ત્યાંથી  અમે ભગવાનના મુખ્ય મંદિરે ગયા.ત્યા કુમાર અને કન્યાની અલગ લાઇનમાં ઉભા રહી  સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા. જમવાની વ્યવસ્થા અહિં રાખી હતી.લાઇનસર બેસી બધા જમ્યા.ત્યાં જ આપણને શિસ્ત શિખવા મળે છે.ત્યાથી રમકડા વગેરે નાની નાની ચીજવસ્તુઓ ખરીદી. ખુબ મજા પડી.
                           બીજું સ્થળ અમારું મહેમદાવાદનું સિધ્ધિ વિનાયક મંદિર હતું.
ત્યાં એવડા મોટા.... એવડા મોટા...... એવડા મોટા......ગણપતિ જોયા કે ના પુછો વાત.
ખરેખર પહેલા ક્યાંય નહોતા જોયા.અને સૌથી વધારે આનંદ તો ત્યારે આવ્યો કે જ્યારે ઉપર ચઢિને એમાં ભરાઇને દર્શન કર્યા ત્યારે. મજા પડી ગઇ હો...
                            ત્યાર પછી અમે એવું સ્થળ જોયું કે જે કુદરતી હતું.જેનું નામ હતું લસુન્દ્રા. ત્યાં ગરમ અને ઠંડા પાણીના કુંડ આવેલા છે.જોઇને ખુબ નવાઇ લાગી.ત્યા નાનકડો બગીચો હતો એટલે રમવાની થોડી મોકળાશ મળી ગઇ.આવા સ્થળોની જાળવણી કરવી દરેકની ફરજ બને છે.અહિં પણ ખુબ મજા આવી.
                             છેલ્લે અમે ભાથીજી મંદિર ફાગવેલ ગયા.વિર ભાથીજી મહારાજના દર્શન કર્યા. પ્રસાદ લઇ,નાની નાની ચીજવસ્તુઓ ખરીદી સ્કુલ તરફ પ્રયાણ કર્યુ.
                            પાછા ફરતી વખતે ગાડીમાં “ચાર ચાર બંગડી વાળી ગાડી”અને “ગોગો...મારો” ગીત પર ડાન્સ કરી ખુબ મજા માણી પ્રવાસને યાદગાર બનાવ્યો.