23 July 2017

કડવુ સત્ય

બધા શિક્ષકોએ વાંચવા જેવું :

શિક્ષક : જુઓ બાળકો...

આપણે ચિત્ર સ્પર્ધા કરવાની છે... 

વિષય છે...

બાળક : પણ સાહેબ મારે તો મોર દોરવો છે...!!!

શિક્ષક : મોર - બોર નહિ પણ મેં કહ્યું એ જ દોરવાનું...

અત્યારે ઉજવણી કયા કાર્યક્રમની છે...?

અને હા બાળકો તમારે વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેવાનો છે...

બે - બે હોશિયાર વિદ્યાર્થીઓએ અલગ - અલગ દેશ નેતાઓના નિબંધ તૈયાર કરી જ નાખવાના કારણ કે આવી ઉજવણીઓ તો ચાલુ જ રહેવાની... 

કામ લાગે...

અને હા આધારકાર્ડ ના નીકળ્યું હોય તેવા કેટલાં...?

જેની પાસે હોય તે એક ઝેરોક્ષ બેંકમાં આપી આવજો...

ફોનની ઘંટડી રણકે છે... 

સામે છેડે...

અરે ભાઈ તમે હાલ જ આવીને *BLO*નું મટીરીયલ લઇ જાઓ...

અરજન્ટ છે...

શિક્ષક : પણ સાહેબ પરીક્ષા આવે છે...

ભણાવવાનું...

અરે એ બધું છોડો, પહેલા આ કરો...

શિક્ષક : બાળકો કાલે સ્વચ્છતાનું એક ગીત પણ તમારે તૈયાર કરી લાવવાનું છે...

જો હું બોર્ડ પર લખી દઉં છું...

ગીત બોર્ડ પર લખે છે...

રાજુ : સાહેબ હું તૈયાર નહીં કરી લાવું...

શિક્ષક : કેમ...?

સાલા તારે કોઈ પ્રવૃત્તિમાં ભાગ જ નથી લેવો...?

ભણવાનું બંધ કરી દે...

રાજુ : સાહેબ તમે ભણાવવાનું શરૂ કારી દો તો મારે બંધ નહીં કરવું પડે... 

મને વાંચતા આવડે એવું તો કઈંક કરો પછી નિબંધ સ્પર્ધાઓ રાખો...

શિક્ષક ચૂપ...
.
.
.
.
.
.
.
.
.
.
.
.
આ શિક્ષક કોણ છે...?

તમે...???

હું...???

કોઈ તો બચાવો...

ક્યા ખોવાયુ છે શિક્ષણ...??
.
.
.
.
.
.
.
.
.
.
આવી બાબતોમાં ખોવાયુ છે શિક્ષણ....!!!

ઉત્સવોની જંજાડમાં ને તૈયારીઓની ભરમારમાં ખોવાયુ છે શિક્ષણ...

વાલીઓની નિરસતામાં ને બાળકની નિષ્કિયતામાં ખોવાયુ છે શિક્ષણ...

નીતિઓના ફેરબદલીમાં ને શિક્ષકોની અદલાબદલીમાં ખોવાયુ છે શિક્ષણ...

મીટીંગોની ભરમારોમાં ને વહિવટોની ગડમથલોમાં ખોવાયુ છે શિક્ષણ...

પરિપત્રોના અર્થઘટનમાં ને સમજથી શબ્દોના ઉકેલમાં ખોવાયુ છે શિક્ષણ...

પરીક્ષાઓનાં આયોજનમાં ને ગુણોનાં સમાયોજનમાં ખોવાયુ છે શિક્ષણ...

કાયદાનાં  કદમાં ને  નિયમોની હદમાં ખોવાયુ છે શિક્ષણ...

આધુનિકતાનાં રેલામાં ને બાળકનાં થેલામાં ખોવાયુ છે શિક્ષણ...

ગરીબીનાં શ્રાપમાં ને લાચાર સંતાનનાં બાપમાં ખોવાયુ છે શિક્ષણ...

સમાજનાં વિચારમાં ને સત્તાનાં પ્રચારમાં ખોવાયુ છે શિક્ષણ...

ગામની સફાઇમાં ને ગુણોની હરિફાઇમાં ખોવાયુ છે શિક્ષણ...

માતાપિતાનાં ફોર્સમાં ને શિક્ષણનાં કોર્સમાં ખોવાયુ છે શિક્ષણ...