8 August 2018

વાંચન ,લેખન ,ગણન અને નિદાન- ઉપચારાત્મક કાર્ય

વાંચન ,લેખન,ગણન અને નિદાન- ઉપચારાત્મક કાર્ય વર્ષ 2016-17 નું મોડ્યુલ મને મિશન વિદ્યા કાર્યક્રમમાં ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે.જે બાળકો શાળાએ આવે જ છે અને મેન્ટલી કોઈ પ્રોબ્લેમ નથી એવા બાળકોને શીખવવા માટે શિક્ષકને ઉપયોગી આનાથી વિશેષ કશું ના હોઈ શકે.તેમાં સમાવિષ્ટ તમામ વિગતો જો ધ્યાન પૂર્વક જોઈ તેને માર્ગદર્શકરૂપ લઇ વર્ગમાં કાર્ય કરતી વખતે ઉપયોગ કરીએ તો મારા મત પ્રમાણે અતિ ઉત્તમ કામ થઈ શકે.

ઓહો....એના અંદર તો જુઓ?.....
વાંચન..લેખન...ગણન ..
એમાં બાળકોની મુશ્કેલીઓ..ક્ષતિઓ...
શિક્ષકની મુંઝવણ....
તેને નિવારવાના ઉપાયો,ઉપચાર,યુક્તિઓ....
પ્રવૃતિઓ...નમૂનાઓ.
વગેરે........

શીખવવાની સ્ટેપ બાય સ્ટેપ સરળ રીતો.
વાહ...........
લેખન-સંપાદન
ગજબના છે હો.......
તમામનો દિલથી આભાર વ્યક્ત કરું છું.શબ્દો તો ઓછા પડે.

ધોરણ 1 માથી જ આનો અમલ થાય તો નક્કર પરિણામ મળી શકે.(ફક્ત વાંચન ગણન લેખન. વય કક્ષા મુજબ )

શિક્ષક પોતાના અનુભવો જોડીને કામ કરી શકે.
દરેક બાળકની શીખવાની ઝડપ અલગ અલગ હોય છે.પ્રિય બાળકોમાં પણ વિભાગ હોય છે.જેથી બધાને સાથે લઈ ચાલવું શક્ય નથી.તેમની ક્ષમતા મુજબ કામ કરવાનું છે.અને આ ઘડતરનું કામ આપણું છે.બાળકોને પાયાનું જ્ઞાન ના હોય તો તેને ભણવામાં રસ પડશે નહીં.શિક્ષક પોતે પણ આત્મવિશ્વાસ ખોઈ બેસશે.
આ મારો મત છે . તમારા માટે બીજું શ્રેષ્ઠ હોઈ શકે.
મોડ્યુલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.