18 December 2021

ગામના સરપંચ/સભ્યો ની માહિતી

 મત આપવા જતા પેલા આટલું જાણી લો.


તમારા ગામમા સરપંચ અને કયા વોર્ડમા કોણે ફોર્મ ભર્યા કોણ ઉમેદવાર છે . તેની માહિતી ઓનલાઈન મુકાઈ ગઈ છે 


આ રીતે જાણો ગામવાઈઝ નામનુ લીસ્ટ👇

◆ જીલ્લો ◆ તાલુકો 

અને ગામ પસંદ કરી બાજુમાં આવેલ (View Report) પર ક્લિક કરી તમામ વિગતો જોઈ શકો છો.


અહીં ક્લિક કરો.


તમારા ગામના દરેક યુવાઓને આ મેસેજ શેર કરો

30 November 2021

વોર્ડ વાઇઝ મતદાર યાદી.

 આપણા ગામની વોર્ડ વાઇઝ મતદારયાદી મુકાઈ ગઈ છે ,ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.કેપ્ચા કોડ લખશો તો જ ડાઉનલોડ થશે.

અહીં ક્લિક કરો.

12 November 2021

મતદારયાદી સુધારણા 2021

*મતદાર યાદી સુધારણા કાર્યક્રમ*

તમારા મિત્રો સબંધીઓ ને જાણ કરજો....આગામી ચૂંટણી પહેલાં એક તક.. 

*તા.૧૪-૧૧-૨૦૨૧  ( રવિવાર )*
*તા.૨૧-૧૧-૨૦૨૧  ( રવિવાર )*
*તા.૨૭-૧૧-૨૦૨૧  ( શનિવાર )*
*તા.૨૮-૧૧-૨૦૨૧  ( રવિવાર )*

*સમય સવારે ૧૦.૦૦ થી સાંજના ૫.૦૦*

સ્થળ - આપના મતદાન મથકે
મળવુ - આપના બુથ લેવલ અધિકારીને

નવુ નામ નોધાવવુ - ફોમઁનં - ૬
નામ કમી કરાવવુ - ફોમઁ ન - ૭
નામ માં સુધારો  -   ફોમઁ નં - ૮
સ્થળ બદલવુ   -    ફોમઁ નં - ૮ ક

આપનુ / આપના પરીવારનુ તેમજ આપની સોસાયટી કે મહોલ્લા ના દરેક વ્યક્તી ને જાણ કરો 
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ નો આપની અનુકુળતા એ લાભ લો.

મતદાર યાદી માં આપનું નામ ચેક કરવા માટે

3 September 2021

 સૌ મિત્રો નમસ્કાર. GCERT દ્વારા પ્રત્યેક અઠવાડિયે એક કદમ આગળ શીર્ષક હેઠળ વિવિધ વિષયના પ્રશ્નો મુકવામા આવે છે. 52 માં  સપ્તાહ સુધીના  પ્રશ્નો નીચેની લિંકમાં છે. જે આપના જિલ્લાના તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાનાં શિક્ષકો સુધી પહોંચાડશો તેવી આપને વિનંતી છે.   

CLICK HERE 

નિયામક - જીસીઇઆરટી, ગાંધીનગર

26 March 2021

 ધોરણ 10 અને 12ની માર્કશીટ અથવા કોઈ પ્રમાણપત્ર ખોવાઇ ગયેલ હોય તો હવેથી online મેળવી શકાશે. વર્ષ 1952 થી અત્યાર સુધીના બધા જ પ્રમાણપત્ર ઓનલાઇન મુકી દેવામાં આવ્યા છ.

દરેક વિદ્યાર્થી માટે ખુબજ ઉપયોગી માહિતી છે.

 અહીં ક્લિક કરો.

19 March 2021

20 માર્ચ - વિશ્વ ચકલી દિવસ

 *20 માર્ચ વિશ્વ ચકલી દિવસ (World Sparrow Day)* 

▶️ કોંક્રિટના જંગલો અને આધુનિક વ્યવસ્થા વચ્ચે ચકલી (Sparrow)ને ‘બેઘર’ થઈ ગઈ

▶️આજના આધુનિક યુગમાં ઘર આંગણે ચી..ચી..કરતી ચકલી(Sparrow) હાલ તેના અસ્તિત્વ માટે ઝઝુમી રહી છે. ચકલીની પ્રજાતિ સામે ચકલી(Sparrow)ની સંખ્યામાં દિવસેને દિવસે ઘટાડો થઈ રહ્યો છે. જે ચિંતાનો વિષય બન્યો છે. ▶️ હવેના સમયમાં જો ચકલી (Sparrow)ને બચાવવાના પ્રયાસો નહિ કરીએ તો ભાવિ પેઢીને માત્ર ચકલી(Sparrow) પાઠયપુસ્તકોમાં જોવા મળે તો નવાઈ નહિ.


▶️ પહેલા ઘર નળિયા તથા છાપરા દિવાલ ઘડીયાલ અને ફોટો છબી પાછળ પણ ચકલી(Sparrow)ઓ માળા બાંધતી હતી. હવે નવા મકાનો છતવાળા થઈ જતા ચકલી (Sparrow)ઓ માળો બાંધી શકતી નથી. ચકલી (Sparrow) ઓનો ચીં..ચીં.. અવાજ પણ હવે ઓછો સંભળાય છે. 

▶️ચકલી(Sparrow)ઓ હવે લુપ્ત થવાની કગાર પર આવી પહોચી છે. ત્યારે હવે ચકલી (Sparrow)ઓને બચાવવી ખુબ જ જરૂરી છે.


▶️ માનવી અને ચકલી(Sparrow) જ્યારથી એકબીજાના સંપર્કમાં આવ્યા ત્યારથી લઈને અત્યારસુધી ચકલી(Sparrow) માનવી સાથે રહેવા ટેવાયેલી છે. પરંતુ ચકલી(Sparrow)ના સ્વભાવ સામે મનુષ્યનો સ્વભાવ આજે બદલાય ગયો છે. અને એટલા જ માટે લુપ્ત થતી ચકલી(Sparrow)ઓને બચાવવી હવે જરૂરી છે.

▶️ દર વર્ષે તા.20 મીએ વિશ્વ ચકલી(Sparrow Day) દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 

▶️ આ વર્ષે વિશ્ર્વ તકલી દિવસની થીમ *I LOVE SPPROW* રાખવામાં આવી છે.  જેથી લોકોમાં ચકલીઓને લઈને જાગૃતિ આવી શકે તે અત્યંત જરૂરી છે.


▶️ આજના સમયમાં આ કોક્રિટના જંગલો વચ્ચે અબોલ જીવો માટે જીવવું કપરુ બનીને રહી ગયું છે. પ્રદૂષણ, ઘોંઘાટ, ખેતરોમાં થતો કેમિકલયુક્ત દવાનો છંટકાવ, મોબાઈલ ટાવરના રેડિયેશનના કારણે ચકલી(Sparrow)ઓ શહેરમાંથી લુપ્ત થઈ રહી છે. શહેરમાં ફક્ત ઘરચકલીઓ જ નહીં પરંતુ કોયલનો મધુર અવાજ, કાગડા, પોપટ જેવા પક્ષીઓની પણ સંખ્યા ઘટી રહી છે. ચકલી(Sparrow)ઓનું અસ્તિત્વ જોખમાતુ જાય છે.


▶️ ચકલીઓ(Sparrow)ની સંખ્યા દિવસે ને દિવસ ઘટતી જાય છે. પહેલા ગામડાઓ અને શહેરોમાં મોટા પ્રમાણમાં દેખાતી ચકલી(Sparrow)ઓ હવે અદ્રશ્ય થવા લાગી છે. માનવીની બદલાતી જતી જીવનશૈલી, શહેરીકરણ, દેશી નળિયાના બદલે છત, પ્રદુષણ,નવી રહેણીકરણી, ઉંચા મોબાઈલ ટાવરો, વિગેરે કારણોથી મોટા પ્રમાણમાં દેખાતી ચકલી(Sparrow)ઓ હવે ઓછી દેખાય છે. પહેલાના જમાનામાં માનવી અને ચકલી(Sparrow) એક જ ઘરમાં સાથે રહેતા હતા.


▶️ હાલની શહેરીકરણની પરિસ્થિતી જોતા ચકલી(Sparrow)ને બચ્ચાના ઉછેરમાં ખુબ જ વિક્ષેપ પડે છે. પાછુ કુદરતે અમને માળો બાંધવાની કુદરતી બક્ષીસથી પણ વંચિત રાખ્યા છે. જેથી, હવે દરેક માનવી પોતાના ઘરે અનુકુળતા પ્રમાણે, ઘરમાં અમારા માટે માળાની વ્યવસ્થા કરે એ લાકડાનું હોય કે પછી માટીનું પણ આ અમારી દુઃખ દર્દ ભરી અપીલ છે. એવું હવે ચકલી(Sparrow)ઓ આપણને કહી રહી છે.


▶️ ચકલીઓ(Sparrow)ને સુરક્ષા મળે એ હેતુથી ઘર આંગણે દરેક લોકોએ ચકલી માટે માળા બનાવવા જોઈએ અથવા તો ચકલી માટે રૂપકડા ચકલી ઘરોમાં ચકલી(Sparrow)ઓ માળો બાંધે છે. ઈંડા મુકે છે અને બચ્ચા ઉછેર કરી શકે છે. વરસાદ તડકા છાંયડામાં આ ચકલી(Sparrow)ઘરને નુકશાન ન થાય તેમજ બિલાડી કે અન્ય પક્ષીઓ તેમાં ઈંડા-બચ્ચાને નુકશાન ન પહોંચાડી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ


▶️ ચકલી(Sparrow)ની ચીચી હવે ફરી લોકોના ઘરમાં ચી..ચી..નો અવાજ સાંભળવા મળે તેવા પ્રયાસ કરવા જરૂરી છે.  આવનારી પેઢીને આપણે વારસામાં આપવું જ હોય તો વન્યજીવન અને પર્યાવરણની શીખ આપવાની જરૂર છે. જો આવું નહિ કરીએ તો આવનારા સમયમાં આ વન્યજીવો માત્ર ફોટા અને પાઠયપુસ્તકોમાં પુરતા જ રહી જશે.તો આવો સાથે મળીને આ વન્યસંપદા અને *ચાલો ચકલી(Sparrow) બચાવવાનો એક પ્રયાસ કરીએ*

5 March 2021

જગતના તાત(ખેડૂતો) માટે ખાસ

 ખેતીવાડી ની યોજનાઓ

 તા.06/03/2021થી 30/04/2021  સુધી અરજી કરી શકશો,

 1.અન્ડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન-પી.વી.સી

  2.એમ. બી. પ્લાઉ (મીકેનીકલ રીવર્સીબલ

  3.એમ.બી. પ્લાઉ

  4.એમ.બી. પ્લાઉ (હાયડ્રોલીક રીવર્સીબલ)

  5.ઓટોમેટીક સીડ કમ ફર્ટીલાઇઝર ડ્રીલ

  6.ઓટોમેટીક સીડ કમ ફર્ટીલાઈઝર પ્લાંટર

  7.ઓટોમેટીક સીડ ડ્રીલ

  8.કલ્ટીવેટર

  9.ક્લીનર કમ ગ્રેડર

10.ખુલ્લી પાઇપલાઇન

11.ગ્રાઉન્ડનટ ડીગર

12.ચાફ કટર (એંજિન/ઈલે. મોટર ઓપરેટેડ)

13.ચાફ કટર (ટ્રેકટર/પાવર ટીલર ઓપરેટેડ)

14.ચીઝલ પ્લાઉ

15.ઝીરો ટીલ સીડ કમ ફર્ટીલાઇઝર ડ્રીલ

16.ઝીરો ટીલ સીડ કમ ફર્ટીલાઈઝર પ્લાંટર

17.ઝીરો ટીલ સીડ ડ્રીલ

18.ટ્રેકટર

19.ડીસ્ક પ્લાઉ

20.ડીસ્ક હેરો

21.તાડપત્રી

22.પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ)

23.પમ્પ સેટ્સ

24.પ્રોસેસીંગ યૂનિટ

25.પ્લાઉ

26.પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત

27.પાવર ટીલર

28.પાવર થ્રેસર

29.પાવર વીડર (સેલ્ફ પ્રોપેલ્ડ)

30.પોટેટો ડીગર

31.પોટેટો પ્લાન્ટર

32.પોસ્ટ હોલ ડીગર

33.ફર્ટીલાઈઝર બ્રોડકાસ્ટર

34.ફરો ઓપનર

35.બંડ ફોર્મર

36.બ્રસ કટર

37.બ્લેડ હેરો

38.બેલર (ટ્રેકટર સંચાલિત

39.મલ્ટી ક્રોપ પ્લાન્ટર

40.મોબાઇલ શ્રેડર

41.રેઇઝડ બેડ પ્લાન્ટર

42.રેઝ & ફરો પ્લાન્ટર 

43.રીઝર

44.રીપર (ટ્રેક્ટર ફ્રંટ માઉંટેડ)

45.રીપર (સેલ્ફ પ્રોપેલ્ડ)

46. રીપર કમ બાઇંડર

47.રોટરી પ્લાઉ

48.રોટરી ડીસ્ક હેરો

49.રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ)

50.રોટરી પાવર હેરો

51.રોટાવેટર

52.લેન્ડ લેવલર

53.લેસર લેન્ડ લેવલર

54.વિનોવીંગ ફેન

55.શ્રેડર

56.સ્ટબલ સેવર

57.સબસોઈલર

58.સ્લેશર

59.હેન્ડ ટૂલ્સ કિટ

60.હેરો (રાપ)

અરજી કરવા માટે I Khedu portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.


અરજી કરવા માટે જરૂરી આધાર પુરાવા. 👇


👉 8/અ ની નકલ

👉 આધારકાર્ડની નકલ

👉 રેશનકાર્ડ 

👉 મોબાઈલ નંબર  અવશ્ય આપવો

👉 બેંક પાસબુકની ઝેરોક્ષ


🖥 અરજી કરવા માટે ક્યા જશો.


👉 ગ્રામ પંચાયત ખાતે કમ્પ્યુટર ઓપરેટર.

👉 ઓનલાઈન ફોર્મ ભરી આપનાર કમ્પ્યુટર વાળા.


✅ અરજી કર્યા બાદ અરજીની પ્રીંટ  ભુલ્યા વગર વહેલી તકે દિવસ ૭ મા આપના ગ્રામસેવક (ખેતી) અથવા વિસ્તરણ અધિકારીશ્રી (ખેતી) ને જમાં કરાવવાની રહેશે.


 📌 અરજી સાથે જોડવાના કાગળ.📎


📑 અરજીની પ્રીંટ.

📑 આધારકાર્ડની ઝેરોક્ષ.

📑 મોબાઈલ નંબર.

📑 બેંક પાસબુક ની ઝેરોક્ષ.

📑 8/અ ની નકલ

 વધુ માહીતી અને અરજી કરવા માટે  I khedut portalની મુલાકાત કરશો.બીજી ઘણી માહિતી પણ અહીં ઉપલબ્ધ હશે.