19 March 2021

20 માર્ચ - વિશ્વ ચકલી દિવસ

 *20 માર્ચ વિશ્વ ચકલી દિવસ (World Sparrow Day)* 

▶️ કોંક્રિટના જંગલો અને આધુનિક વ્યવસ્થા વચ્ચે ચકલી (Sparrow)ને ‘બેઘર’ થઈ ગઈ

▶️આજના આધુનિક યુગમાં ઘર આંગણે ચી..ચી..કરતી ચકલી(Sparrow) હાલ તેના અસ્તિત્વ માટે ઝઝુમી રહી છે. ચકલીની પ્રજાતિ સામે ચકલી(Sparrow)ની સંખ્યામાં દિવસેને દિવસે ઘટાડો થઈ રહ્યો છે. જે ચિંતાનો વિષય બન્યો છે. ▶️ હવેના સમયમાં જો ચકલી (Sparrow)ને બચાવવાના પ્રયાસો નહિ કરીએ તો ભાવિ પેઢીને માત્ર ચકલી(Sparrow) પાઠયપુસ્તકોમાં જોવા મળે તો નવાઈ નહિ.


▶️ પહેલા ઘર નળિયા તથા છાપરા દિવાલ ઘડીયાલ અને ફોટો છબી પાછળ પણ ચકલી(Sparrow)ઓ માળા બાંધતી હતી. હવે નવા મકાનો છતવાળા થઈ જતા ચકલી (Sparrow)ઓ માળો બાંધી શકતી નથી. ચકલી (Sparrow) ઓનો ચીં..ચીં.. અવાજ પણ હવે ઓછો સંભળાય છે. 

▶️ચકલી(Sparrow)ઓ હવે લુપ્ત થવાની કગાર પર આવી પહોચી છે. ત્યારે હવે ચકલી (Sparrow)ઓને બચાવવી ખુબ જ જરૂરી છે.


▶️ માનવી અને ચકલી(Sparrow) જ્યારથી એકબીજાના સંપર્કમાં આવ્યા ત્યારથી લઈને અત્યારસુધી ચકલી(Sparrow) માનવી સાથે રહેવા ટેવાયેલી છે. પરંતુ ચકલી(Sparrow)ના સ્વભાવ સામે મનુષ્યનો સ્વભાવ આજે બદલાય ગયો છે. અને એટલા જ માટે લુપ્ત થતી ચકલી(Sparrow)ઓને બચાવવી હવે જરૂરી છે.

▶️ દર વર્ષે તા.20 મીએ વિશ્વ ચકલી(Sparrow Day) દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 

▶️ આ વર્ષે વિશ્ર્વ તકલી દિવસની થીમ *I LOVE SPPROW* રાખવામાં આવી છે.  જેથી લોકોમાં ચકલીઓને લઈને જાગૃતિ આવી શકે તે અત્યંત જરૂરી છે.


▶️ આજના સમયમાં આ કોક્રિટના જંગલો વચ્ચે અબોલ જીવો માટે જીવવું કપરુ બનીને રહી ગયું છે. પ્રદૂષણ, ઘોંઘાટ, ખેતરોમાં થતો કેમિકલયુક્ત દવાનો છંટકાવ, મોબાઈલ ટાવરના રેડિયેશનના કારણે ચકલી(Sparrow)ઓ શહેરમાંથી લુપ્ત થઈ રહી છે. શહેરમાં ફક્ત ઘરચકલીઓ જ નહીં પરંતુ કોયલનો મધુર અવાજ, કાગડા, પોપટ જેવા પક્ષીઓની પણ સંખ્યા ઘટી રહી છે. ચકલી(Sparrow)ઓનું અસ્તિત્વ જોખમાતુ જાય છે.


▶️ ચકલીઓ(Sparrow)ની સંખ્યા દિવસે ને દિવસ ઘટતી જાય છે. પહેલા ગામડાઓ અને શહેરોમાં મોટા પ્રમાણમાં દેખાતી ચકલી(Sparrow)ઓ હવે અદ્રશ્ય થવા લાગી છે. માનવીની બદલાતી જતી જીવનશૈલી, શહેરીકરણ, દેશી નળિયાના બદલે છત, પ્રદુષણ,નવી રહેણીકરણી, ઉંચા મોબાઈલ ટાવરો, વિગેરે કારણોથી મોટા પ્રમાણમાં દેખાતી ચકલી(Sparrow)ઓ હવે ઓછી દેખાય છે. પહેલાના જમાનામાં માનવી અને ચકલી(Sparrow) એક જ ઘરમાં સાથે રહેતા હતા.


▶️ હાલની શહેરીકરણની પરિસ્થિતી જોતા ચકલી(Sparrow)ને બચ્ચાના ઉછેરમાં ખુબ જ વિક્ષેપ પડે છે. પાછુ કુદરતે અમને માળો બાંધવાની કુદરતી બક્ષીસથી પણ વંચિત રાખ્યા છે. જેથી, હવે દરેક માનવી પોતાના ઘરે અનુકુળતા પ્રમાણે, ઘરમાં અમારા માટે માળાની વ્યવસ્થા કરે એ લાકડાનું હોય કે પછી માટીનું પણ આ અમારી દુઃખ દર્દ ભરી અપીલ છે. એવું હવે ચકલી(Sparrow)ઓ આપણને કહી રહી છે.


▶️ ચકલીઓ(Sparrow)ને સુરક્ષા મળે એ હેતુથી ઘર આંગણે દરેક લોકોએ ચકલી માટે માળા બનાવવા જોઈએ અથવા તો ચકલી માટે રૂપકડા ચકલી ઘરોમાં ચકલી(Sparrow)ઓ માળો બાંધે છે. ઈંડા મુકે છે અને બચ્ચા ઉછેર કરી શકે છે. વરસાદ તડકા છાંયડામાં આ ચકલી(Sparrow)ઘરને નુકશાન ન થાય તેમજ બિલાડી કે અન્ય પક્ષીઓ તેમાં ઈંડા-બચ્ચાને નુકશાન ન પહોંચાડી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ


▶️ ચકલી(Sparrow)ની ચીચી હવે ફરી લોકોના ઘરમાં ચી..ચી..નો અવાજ સાંભળવા મળે તેવા પ્રયાસ કરવા જરૂરી છે.  આવનારી પેઢીને આપણે વારસામાં આપવું જ હોય તો વન્યજીવન અને પર્યાવરણની શીખ આપવાની જરૂર છે. જો આવું નહિ કરીએ તો આવનારા સમયમાં આ વન્યજીવો માત્ર ફોટા અને પાઠયપુસ્તકોમાં પુરતા જ રહી જશે.તો આવો સાથે મળીને આ વન્યસંપદા અને *ચાલો ચકલી(Sparrow) બચાવવાનો એક પ્રયાસ કરીએ*

No comments:

Post a Comment