12 April 2017

છેલ્લો દિવસ (ધોરણ 7 વિદાય સમારંભ )

              આજનો દિવસ ધોરણ 7 ના વિધાર્થીઓનો છેલ્લો દિવસ તરીકે ઉજવવામાં આવ્યો.વિદાય સમારંભ વિશે શાળાના આચાર્ય શ્રી અરવિંદભાઇ દ્વારા કાર્યક્રમની રુપરેખા નક્કી કરવામાં આવી.સૌ પ્રથમ બાળકોએ તેમના અનુભવો રજુ કર્યા,આ સમયે કેટલાક બાળકોએ ભીની આંખે તેમની લાગણીઓ રજુ કરી.ત્યારબાદ તેમના વર્ગશિક્ષક અમિતભાઇએ ભીના હદયે બાળકોને આશીર્વચન આપ્યા.સાથે તેમણે બાળકોને સમયનુ પાલન કરજો,તેનુ મહત્વ સમજજો.જેવા શુભાશિષ આપી બાળકોને નાનકડી ભેટ (એલાર્મ ઘડિયાળ)આપવામાં આવી. શાળાના શિક્ષિકાબહેન પુષ્પાબેન તરફથી કંપાસની ભેટ આપવામાં આવી.તેમજ બીજા બહેનો એ બાળકોને કેન્ડી ખવડાવી શાળાના તમામ બાળકોને ખુશખુશાલ કર્યા હતા.
         અંતમાં ધોરણ 7 ના બાળકો તથા શાળાના ધોરણ 1 થી 6 ના તમામ બાળકો પ્રગતિ કરો એવા આશિર્વાદ આપી કાર્યક્રમ પુર્ણ કર્યો.
         સમગ્ર કાર્યક્રમ શાળાના તમામ બાળકો અને શિક્ષકોના સહિયારા પ્રયાસથી સફળ રહ્યો હતો.

          કાર્યક્રમની કેટલીક તસ્વીરો..................................................












4 April 2017

પરીક્ષા

વ્હાલા બાળકો,શિક્ષકો અને વાલીઓ તમામ ને વાંચવાલાયક.

          આમ તો એપ્રિલ મહિનો એટલે પરીક્ષાનો મહિનો,બધાય ને આપણું બાળક પ્રથમ નંબરે આવે એવી અપેક્ષા અને આશા હોય છે, અને હોવી જ જોઇએ.દરેક બાળને મન પણ એવું જ હોય છે, આવા સમયે વધારે પડતી આપણી આશાઓ ક્યારેક નઠારી નીવડે છે.તેના કારણો જોવા જઇએ તો ઘણાબધા છે,કારણોની આપણે આવા સમયે ચર્ચા કરવી નથી,કારણ કે તમને બધાય ને ખબર છે આ એપ્રિલ મહિનો છે. હા,પણ પરીક્ષામાં સારા માર્ક લાવવા આપણે સતત પ્રયત્નશીલ રહેવું એ આપણી જવાબદારી છે. એના માટે ચોક્કસ આયોજન હોવું જોઇએ.
અહિં પરીક્ષા પહેલા ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો મારા અનુભવથી મુકી છે,જે આપ સૌ ને કદાચ ઉપયોગી થશે.

·       નિયમિત શાળાએ આવવું.
·       શાળામાં ભણાવેલુ ઘરે પુનરાવર્તન કરી લેવું.ન સમજાય એની જુદી નોધ કરી લેવી અને બીજા દિવસે શિક્ષકને પુછવું.
·       ટી.વી,ઓડિયો કે ટેપરેકોર્ડ સાંભળતા જઇને ક્યારેય ન વાચવું.
·       નક્કી કરો મારે અમુક ટકા લાવવા જ છે.
·       પરીક્ષાની તૈયારી પાંચ દિવસ પહેલેથી કરવી.
·       અગાઉ ની પરીક્ષાના પ્રશ્નપત્રો જોઇ એક ટ્રાયલ લઇ લો.
·       પરીક્ષામાં સ્વસ્થ મનથી ઇશ્વરને યાદ કરીને જવું.
·       પ્રશ્નપત્ર આખું વાંચી લેવું,વાંચીને ગભરાવું નહી.
·       માગ્યા પ્રમાણે જવાબ લખવા.
·       બને તેટલા સુંદર અક્ષરોમાં લખવું.
·       સપ્લીમેંટ્રીમાં ચેકચાક ન થાય તેની કાળજી રાખવી.
·       નવા પ્રશ્નનો જવાબ નવા પેજ પર જ લખવો.
·       તમામ જવાબો લખાઇ ગયા પછી આખું જવાબપેપર જોઇ લેવું,જેથી ક્ષતિ સુધારી શકાય.
·       ચાલુ પરીક્ષાએ આજુબાજુ જોવાથી આપણો સમય બગડે છે,પરિણામે સમય ખુટતા ઘણા માર્કસનું લખવાનુ બાકી રહી જવાનો સંભવ છે.
·       ક્યારેય ગભરાવું નહિં.
                  આ શિવાય તમારી આવડત મુજબ આયોજન કરી પરીક્ષામાં સારા ગુણ મેળવો એવી આશા સહ...........

3 April 2017

જોઇને બાળપણ યાદ આવી ગયું.  

મુક્ત મને વાંચતા બાળકો : કેતન , પુરુષોતમ અને જયેશ.