4 April 2017

પરીક્ષા

વ્હાલા બાળકો,શિક્ષકો અને વાલીઓ તમામ ને વાંચવાલાયક.

          આમ તો એપ્રિલ મહિનો એટલે પરીક્ષાનો મહિનો,બધાય ને આપણું બાળક પ્રથમ નંબરે આવે એવી અપેક્ષા અને આશા હોય છે, અને હોવી જ જોઇએ.દરેક બાળને મન પણ એવું જ હોય છે, આવા સમયે વધારે પડતી આપણી આશાઓ ક્યારેક નઠારી નીવડે છે.તેના કારણો જોવા જઇએ તો ઘણાબધા છે,કારણોની આપણે આવા સમયે ચર્ચા કરવી નથી,કારણ કે તમને બધાય ને ખબર છે આ એપ્રિલ મહિનો છે. હા,પણ પરીક્ષામાં સારા માર્ક લાવવા આપણે સતત પ્રયત્નશીલ રહેવું એ આપણી જવાબદારી છે. એના માટે ચોક્કસ આયોજન હોવું જોઇએ.
અહિં પરીક્ષા પહેલા ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો મારા અનુભવથી મુકી છે,જે આપ સૌ ને કદાચ ઉપયોગી થશે.

·       નિયમિત શાળાએ આવવું.
·       શાળામાં ભણાવેલુ ઘરે પુનરાવર્તન કરી લેવું.ન સમજાય એની જુદી નોધ કરી લેવી અને બીજા દિવસે શિક્ષકને પુછવું.
·       ટી.વી,ઓડિયો કે ટેપરેકોર્ડ સાંભળતા જઇને ક્યારેય ન વાચવું.
·       નક્કી કરો મારે અમુક ટકા લાવવા જ છે.
·       પરીક્ષાની તૈયારી પાંચ દિવસ પહેલેથી કરવી.
·       અગાઉ ની પરીક્ષાના પ્રશ્નપત્રો જોઇ એક ટ્રાયલ લઇ લો.
·       પરીક્ષામાં સ્વસ્થ મનથી ઇશ્વરને યાદ કરીને જવું.
·       પ્રશ્નપત્ર આખું વાંચી લેવું,વાંચીને ગભરાવું નહી.
·       માગ્યા પ્રમાણે જવાબ લખવા.
·       બને તેટલા સુંદર અક્ષરોમાં લખવું.
·       સપ્લીમેંટ્રીમાં ચેકચાક ન થાય તેની કાળજી રાખવી.
·       નવા પ્રશ્નનો જવાબ નવા પેજ પર જ લખવો.
·       તમામ જવાબો લખાઇ ગયા પછી આખું જવાબપેપર જોઇ લેવું,જેથી ક્ષતિ સુધારી શકાય.
·       ચાલુ પરીક્ષાએ આજુબાજુ જોવાથી આપણો સમય બગડે છે,પરિણામે સમય ખુટતા ઘણા માર્કસનું લખવાનુ બાકી રહી જવાનો સંભવ છે.
·       ક્યારેય ગભરાવું નહિં.
                  આ શિવાય તમારી આવડત મુજબ આયોજન કરી પરીક્ષામાં સારા ગુણ મેળવો એવી આશા સહ...........