5 September 2017

શિક્ષકદિનની શુભકામનાઓ.....

આ જગતમાં ત્રણ જણ આગળ મારું મસ્તક નમે છે:
શિક્ષક, સૈનિક અને ખેડૂત.

શિક્ષકો પ્રત્યે મને હંમેશા પક્ષપાત રહ્યો છે. શિક્ષકો આ દેશની ધરોહર છે. દેશનું ભાવિ ઘડનારા છે.
આવનારો સમાજ કેવો હશે, તેનો આધાર શિક્ષકો ઉપર હોય છે. શિક્ષકની અવગણના કોઈપણ દેશને પરવડે તેમ નથી.

ડૉકટર , ઇજનેર , એડવોકેટ , વેપારી , નેતા કે અભિનેતા બનવાના દસ કારણો હશે તો , શિક્ષક બનવાના એક હજાર કારણો છે.

શિક્ષકના વ્યવસાયની એક આભા અને ગરિમા છે. તેને જાળવવાની અને પ્રજ્વલિત રાખવાની જવાબદારી શિક્ષકોના ખભે રહેલી છે.

શિક્ષકના વ્યવસાયને રોશન કરનારાં , પ્રયોગશીલ શિક્ષકોને હું આજના દિવસે ( શિક્ષક દિને ) નમન કરું છું.

વિદ્યાર્થી ના જીવનમાં ઉતસાહ અને સાહસને સંસ્કારિત કરનારા શિક્ષકો ખરેખર અભિનઁદનને પાત્ર છે.
હું દ્રઢ પણે માનું છું કે કોઈપણ સમાજનો વિકાસ નિષ્ઠાવાન શિક્ષક વિના શક્ય જ નથી...