30 October 2018


    ભારત રત્ન - લોખંડી પુરુષ સરદાર પટેલ




28 October 2018

GUJ UNIVERSITY ડિગ્રી સર્ટિ મેળવવા બાબત

ગુજરાત યુનિવર્સિટીમાંથી પરીક્ષા પાસ કરેલ મિત્રો માટે અગત્યના સમાચાર .
ગુજરાત યુનિવર્સિટી
67મા વાર્ષિક પદવીદાન સમારંભ-2018
આવેદનપત્ર ભરવા અંગેની માર્ગદર્શક સૂચનાઓ
  1. એપ્રિલ/મે-2018 માં ઉત્તીર્ણ થયેલ તમામ વિદ્યાશાખના વિદ્યાર્થીઓએ પદવી પ્રમાણપત્ર મેળવવા ઓનલાઈન આવેદનપત્ર ભરવાનું રહેશે. તેમજ  આવેદનપત્ર  સાથે રૂ. 260/- (અંકે રૂપિયા બસો સાઈઠ પૂરા) ફી ઓનલાઈન ભરવાની રહેશે.
  2. એપ્રિલ/મે-2011 થી ઓક્ટો/નવે.-2017 દરમિયાન લેવાયેલ રેગ્યુલર બી.એ., બી.કોમ., બી.એસસી., બી.બી.એ., બી.સી.એ., બી.એડ., એમ.એ., એમ.કોમ., એમ.એસસી.ની પરિક્ષા આપેલ હોય પરંતુ પરિણામ વિથહેલ્ડ હેઠળ હોય અથવા મોડું જાહેર થયેલ હોય અને જેઓએ કોલેજમાંથી પરિક્ષાના આવેદનપત્રો સાથે ફી ભરેલ હોય, તેઓએ ગુજરાત યુનિવર્સિટી ખાતે રૂમ નં. 42, કોન્વોકેશન બ્રાન્ચ, પરિક્ષા વિભાગ ખાતે રૂબરૂ આવી ફોર્મ ભરવાનું રહેશે.
  3. એપ્રિલ/મે-2011 કે ત્યારબાદ લેવાયેલ ઉપરોક્ત સિવાય અન્ય તમામ પદવી પરિક્ષાઓ તથા એપ્રિલ/મે-2011 પહેલાં પદવી પરિક્ષામાં ઉત્તિર્ણ થયેલ હોય અને પદવી પ્રમાણપત્ર લીધેલ ન હોય તેવા તમામ વિદ્યાર્થીઓએ માટેએપ્રિલ/મે-2011 કે ત્યારબાદ લેવાયેલ ઉપરોક્ત સિવાય અન્ય તમામ પદવી પરિક્ષાઓ તથા એપ્રિલ/મે-2011 પહેલાં પદવી પરિક્ષામાં ઉત્તિર્ણ થયેલ હોય અને પદવી પ્રમાણપત્ર લીધેલ ન હોય તેવા તમામ વિદ્યાર્થીઓએ પદવી પ્રમાણપત્ર મેળવવા ઓનલાઈન આવેદનપત્ર ભરવાનું રહેશે. તેમજ  આવેદનપત્ર  સાથે રૂ. 260/- (અંકે રૂપિયા બસો સાઈઠ પૂરા) ફી ઓનલાઈન ભરવાની રહેશે.
  4.  એપ્રિલ/મે-2011 થી ઓક્ટો/નવે.-2017 ના રેગ્યુલર બી.એ., બી.કોમ., બી.એસસી., બી.બી.એ., બી.સી.એ.,  બી.એડ., એમ.એ., એમ.કોમ., એમ.એસસી., પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ સિવાયના તમામ વિદ્યાર્થીઓએ  તેમની પદવી વર્ષના ગુણપત્રકની સુવાચ્ય     નકલ (છેલ્લા વર્ષ/સેમેસ્ટર ની) ઓનલાઈન આવેદનપત્ર ભરતી વખતે અપલોડ  કરવાની રહેશે. પીએચ.ડી.ના વિદ્યાર્થીઓએ પીએચ.ડી. નોટિફિકેશન પણ અપલોડ કરવાનું રહેશે.
  5.  Bachelor of Medicine & Bachelor of Surgery, Bachelor of Dental Surgery, Bachelor of   Physiotherapy, Bachelor of Optometry, Bachelor of Occupational Therapy, Bachelor of  Prosthetics & Orthotics, Bachelor of  Homeopathic & Medicine Surgery ના   તમામ વિદ્યાર્થીઓએ તેમની પદવી વર્ષના ગુણપત્રકની સુવાચ્ય નકલ તથા ગુજરાત યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલ ઈન્ટર્નશીપ કમ્પ્લીશન સર્ટિફિકેટની સુવાચ્ય નકલ ઓનલાઈન આવેદનપત્ર ભરતી વખતે અપલોડ કરવાની રહેશે.
  6.   Bachelor of Pharmacy ના વિદ્યાર્થીઓએ કોલેજ દ્વારા આપવામાં આવેલ પાસીંગ સર્ટિફિકેટ/પ્રેક્ટિકલ  ટ્રેઈનીંગ સર્ટિફિકેટની સુવાચ્ય નકલ ઓનલાઈન આવેદનપત્ર ભરતી વખતે અપલોડ કરવાની રહેશે.

આપ પોતે રજીસ્ટ્રેશન કરી શકો છો ડેબિટ કાર્ડ દ્વારા ઓનલાઈન ફી પણ ભરી શકો છો.બિલકુલ સરળ છે મિત્રો તો હમણાં જ પોતાનું રજીસ્ટ્રેશન કરો.નીચે આપેલ બ્લ્યુ લાઇન પર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરો.
                          Convocation - 2018 Registration Link

                  LAST DATE-15/11/2018

25 October 2018

જવાહર નવોદય ન્યુઝ


*🔹ધોરણ.૫ માં  લેવાતી નવોદય વિદ્યાલય માટે ના પરીક્ષા ના ફોર્મ ભરવા ના ચાલુ થઇ ગયા છે.... *જેમનું બાળક ધોરણ ૫ માં હાલ ભણતું હોય તે બાળક આ પરીક્ષા આપી શકે છે....*

*🔹પરીક્ષા માં જે બાળક પાસ થાય છે તે બાળક ના ધોરણ ૧ થી ૧૨ સુધી ભણવા નો બધોજ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી મળે છે....આ વખતે ફોર્મ ઓનલાઇન ભરવા ના ચાલુ કરવા માં આવેલ છે.....વધુ માહિતી માટે આપની નજીક ની સરકારી શાળા નો સંપર્ક કરવો*

*🔹જવાહર નવોદય પ્રવેશ પરિક્ષા -2019*

*🔹 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ *-30/11/2018*

🚸 પરીક્ષા ની તારીખ *-06/04/2019*
.
🚸 *પરિણામ ની તારીખ :જૂન /2019*

💥🅾 *આ વખતે ઓનલાઈન ફોર્મ ભરવાનુ છે. જે તમે ઘરે બેઠા પણ ભરી શકો છો.*
*🔹ઓનલાઈન ફોર્મ ભરવા માટે આ લીન્ક ખોલો*
અહીં ક્લિક કરો.

➖➖➖➖➖➖➖➖➖➖➖
☑ *ડોક્યુમેન્ટ:*
🔹 *નિશાળેથી આપેલ સહી સિક્કા વાળુ ફોર્મ,*
*🔹વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો,*
*🔹વિદ્યાર્થી તથા વાલીની ફોર્મમા તથા ફોર્મ પાછળ સહી,*
*🔹આધારકાર્ડ(ફરજિયાત નથી)*

 *🔹આ માહિતી ખાસ શેર કરો કારણ કે આ માહિતી ઘણા ઓછા લોકોને ખબર હોય છે, ગરીબ તથા હોશિયાર વિદ્યાર્થીને આનો લાભ મળે તો પૂણ્યનુ કામ થશે, તેથી બીજા મિત્રો, શિક્ષકો અને વાલીઓને ખાસ મોકલો.*

11 October 2018

   
10-10-2018
આજથી શરૂ થતા *મા આધ્યાશક્તિ* ના આરાધનાનું પર્વ એટલે *નવરાત્રી*.
*મા આધ્યાશક્તિ* આપને *સુખ સંપતિ અને વૈભવ* આપે અને ભક્તિની શક્તિ આપે એવી પ્રાર્થના સાથે આપ સૌને અને આપના પરિવાર ને *નવરાત્રી* ની *હાર્દિક શુભકામનાઓ*
              *🙏જય માતાજી🙏*


*આરતી ગાઈએ છીએ પણ તેનો અર્થ જાણીએ છીએ ?*
નવરાત્રિ કે અન્ય શુભપ્રસંગે જ્યાં માતાજીની અર્ચના પૂજા કરવામાં આવે છે, ત્યાં મા અંબેની આરતી *‘જય આદ્યાશક્તિ મા…’*નું ગાન અવશ્ય કરવામાં આવે છે. મોટાભાગના લોકો, અરે … નાના નાના ભૂલકાં પણ આ આરતીનું ગાન કરે છે. નાના ભૂલકાંઓ પણ વડીલોનું જોઈને આરતી કાલીઘેલી ભાષામાં ગાય છે. મારી કોલેજમાં અને પડોશમાં આ અંગે પૂછતા માલૂમ પડયું કે, આરતીમાં વપરાયેલ શબ્દો કે શબ્દસમૂહોના અર્થની બધાં લોકોને જાણકારી નથી. આ બાબતે જ આ લેખ લખવાની પ્રેરણા મળી કે, સર્વત્ર ગુજરાત, ભારત અને વિદેશમાં ગવાતી આ આરતીનું રસદર્શન નહીં પણ અર્થઘટન ભાવિકો સુધી પહોંચાડવું. જેથી હવે પછી તેઓ જ્યારે આરતીનું ગાન કરશે ત્યારે તેમનામાં શ્રદ્ધા, ઉત્સાહ અને આનંદમાં વધારો થશે.
માતાજીની આ આરતી *‘જય આદ્યાશક્તિ…’ ની રચના આજથી ૧૫૦ વર્ષ પૂર્વે સુરતના નાગર ફળિયામાં રહેતા શિવાનંદ પંડયાએ કરેલી છે.* તેઓ લગભગ ૮૫ વર્ષ જીવ્યા હતાં અને ઘણી આરતીની રચના કરી હતી. આ આરતીમાં સમયાંતરે ફેરફાર થતો જોવા મળે છે. આ ફેરફાર શબ્દો અને ઢાળમાં જોવા મળે છે, અર્થ એનો એ જ જોવા મળે છે. આમ છતાં પૂનમ પછીની પંક્તિઓ પછીથી ઉમેરાઈ છે.
*પ્રથમ પંક્તિ* ‘જ્ય આદ્યાશક્તિ મા જય આદ્યાશક્તિ, અખંડ બ્રહ્માંડ દિપાવ્યા, પડવે પ્રગટ થયાં’ એટલે કે અખંડ બ્રહ્માંડ જેના દિવ્ય તેજથી પ્રકાશિત છે અને જેઓ નોરતાંની સુદ એકમે પ્રગટ થયાં છે. એવા મા શક્તિ અંબાનો જય હો.
*બીજી પંક્તિ* ‘દ્વિતીયા બેય સ્વરૂપ શિવશક્તિ જાણું, બ્રહ્મા ગણપતિ ગાયે, હર ગાયે હર મા’ બે સ્વરૂપ એટલે પુરૂષ અને પ્રકૃતિ, શિવ અને શક્તિ બંને તારાં જ સ્વરૂપો છે. હે મા, બ્રહ્મા,ગણપતિ અને શિવ તારો મહિમા ગાય છે.
*ત્રીજી પંક્તિ* ‘તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠાં, ત્રયા થકી તરવેણી, તું તરવેણીમાં’ ત્રણ સ્વરૂપ એટલે મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાલી. આપ ત્રણ ભુવન પાતાળ, આકાશ અને પૃથ્વી પર બિરાજમાન છો. ગંગા, યમુના તથા સરસ્વતી અને જ્ઞાન, ભક્તિ અને મોક્ષનો ત્રિવેણી સંગમ છો.
*ચોથી પંક્તિ* ‘ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યાં, ચારભૂજા ચહું દિશા, પ્રગટયાં દક્ષિણમાં’ એટલે કે મહાલક્ષ્મીને સૌથી વધારે ચતુર ગણ્યા છે. આ મહાલક્ષ્મી વિવિધ સ્વરૂપે સચરાચરમાં વ્યાપેલાં છે. તેમની ચારભૂજા ચાર દિશા સમાન છે અને તેમનો ભક્તિપંથ દક્ષિણમાં પ્રગટ થયેલો છે.
*પાંચમી પંક્તિ* ‘પંચમી પંચ ઋષિ પંચમી ગુણ પદમા, પંચ સહસ્ત્ર ત્યાં સોહિયે, પંચે તત્ત્વોમાં’ અહીં પ્રથમ પંક્તિમાં પ્રાસ બેસાડવા રચેયતાએ કેટલીક છૂટ લીધી છે. હકીકતમાં પંચ ઋષિની જગ્યાએ સર્પ્તિષ જોઈએ અને ગુણ પાંચ નહીં ત્રણ છે. સત્વ, રજસ અને તમસ. હે મા, પાંચ તત્ત્વો પૃથ્વી, જળ, આકાશ, પ્રકાશ અને વાયુમાં આપ છો.
*છઠ્ઠી પંક્તિ* ‘ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો, નરનારીનાં રૂપે, વ્યાપ્યાં સઘળે મા’ મહિષાસુર રાક્ષસને મારનારી મા તું નર-નારીના સ્વરૂપે સમગ્ર વિશ્વમાં વ્યાપેલી છે.
*‘સપ્તમી સપ્ત પાતાળ સાવિત્રી સંધ્યા, ગૌ, ગંગા, ગાયત્રી, ગૌરી ગીતા મા’* સાતે પાતાળમાં આપ બિરાજમાન છો, પ્રાતઃ સંધ્યા (સાવિત્રી) અને સાયંસંધ્યા આપ છો. પાંચ માતાના સ્વરૂપો ગાય, ગંગા, ગાયત્રી, ઉમિયા અને ગીતા આપ જ છો.
*આઠમી પંક્તિ* ‘અષ્ટમી અષ્ટ ભુજા આઈ આનંદા, સુનિવર મુનિવર જન્મયા, દેવ દૈત્યો મા’ (દૈત્યોને હણનારી મહાકાલી આઠ ભુજાવાળી ગણાવાય છે.) હે મહાકાલી તારી જ કુખે જ દૈત્યો, શુભ-અશુભ તત્ત્વો, શ્રવણ ભક્તિ કરનારા સુનિવર અને મનન ભક્તિ કરનારા મુનિવરો પ્રગટયાં છે.
*‘નવમી નવ કુલ નાગ સેવે નવદુર્ગા, નવરાત્રિનાં પૂજન, શિવરાત્રિના અર્ચન, કીધાં હરબ્રહ્મા’* નવેનવ કુળના નાગ આપને ભજે છે અને નવદુર્ગાનું પૂજન કરે છે. શિવ અને બ્રહ્મા પણ આપની સ્તુતિ કરે છે. નવદુર્ગા એટલે અનુક્રમે શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિ.
*દસમી પંક્તિ* ‘દસમી દસ અવતાર વિજ્યાદસમી’, રામે રામ રમાડયાં, રાવણ રોળ્યો મા’ દશેરાના દિવસે રામે રાવણનો વધ કરેલો એટલે જ એને વિજ્યાદશમી કહે છે. હે મા, આપની કૃપાથી જ રામે રાવણનો ધ્વંશ કરેલો.
આગળની પંક્તિ *‘એકાદશી અગિયારસ કાત્યાયની કામા, કામદુર્ગા, કાલિકા, શ્યામને રામા’* નોરતાની અગિયારમી રાતે કાત્યાયની માનો મહિમા ગવાય છે. (શ્રીમદ્ ભાગવતમાં એવો ઉલ્લેખ છે કે , શ્રીકૃષ્ણને વર સ્વરૂપે મેળવવા ગોપીઓએ યમુના તટે કાત્યાયની માનું વ્રત કરેલું. કાત્યાયની મા મનગમતો ભરથાર મેળવી આપે છે.) શ્યામા એટલે રાધા અને રામા એટલે સીતા બંને આપ જ છો.
*બારમી પંક્તિ* ‘બારસે બાળારૂપ, બહુચરી અંબા મા, બટુક ભૈરવ સોહિયે, કાળ ભૈરવ સોહિયે, તારાં છે તુજ મા’ બહુચર મા બારસના દિવસે બાળસ્વરૂપે પ્રગટેલા એમ મનાય છે. બટુક ભૈરવ (ક્ષેત્રપાલ) અને કાળ ભૈરવ (સ્મશાન) એ બધાં તારા સેવકો છે. જે તમારી અડખે-પડખે શોભે છે.
*‘તેરસે તુળજારૂપ તું તારિણી માતા, બ્રહ્મા,


2 October 2018

ગાંધી ગીતો -બાપુને સમર્પિત

આજના દિવસે  બાપુની યાદમાં બે ગીતો મારી શાળાના બાળકો સાથે મારા અવાજમાં ગાયા  છે.ગાંધી બાપુ ભલે આ દુનિયામાં નથી પરંતુ તેમનો વાસ આજે કણ કણમાં છે.

ગાંધી બાપુ -----અમર હો....


ગાંધી ગીતો----ગીત પર ક્લિક કરી સાભળો.
1 . બાપુના પાઠ તમે ભણી જુઓ...


2 . એવો હિરલો રે ખોવાયો આખા હિંદનો..

ગાંધીજીની 150 મી જન્મ જયંતિ -2 october-2018

               ચાલો બાપુને યાદ કરીએ.

                                                     
માતાપુતળીબાઈ કરમચંદ ગાંધી
પિતાકરમચંદ ઉત્તમચંદ ગાંધી
જન્મની વિગતમોહનદાસ ગાંધી Edit this on Wikidata
2 October 1869 Edit this on Wikidata
પોરબંદર રજવાડું Edit this on Wikidata
મૃત્યુની વિગત30 January 1948 Edit this on Wikidata
ગાંધી સ્મૃતિ, નવી દિલ્હી Edit this on Wikidata
અભ્યાસનું સ્થળઆલ્ફ્રેડ હાઈ સ્કુલ, રાજકોટ, ઈન્નર ટેમ્પલ, યૂનિવર્સિટી કોલેજ લંડન Edit this on Wikidata
વ્યવસાયરાજકારણી, બેરિસ્ટર, રાજકીય લેખક, પત્રકાર, તત્વજ્ઞાની, આત્મકથાલેખક, નિબંધકાર, દૈનિક સંપાદક, નાગરિક હક્કોના વકીલ, Memoirist, માનવતાવાદી, શાંતિવાદી, શાંતિ ચળવળકર્તા edit this on wikidata
કાર્યોsatyagraha Edit this on Wikidata
જીવનસાથીકસ્તુરબા Edit this on Wikidata
બાળકોહરિલાલ ગાંધી, મણીલાલ ગાંધી, રામદાસ ગાંધી, દેવદાસ ગાંધી Edit this on Wikidata
પુરસ્કારટાઈમ પર્સન ઓફ દ યર, ઓર્ડર ઓફ દ કમ્પેનીઅન્સ ઓફ ઓ. આર. ટેમ્બો Edit this on Wikidata
સહી
Gandhi signature.svg


        ગાંધીજીનો જીવન પરિચય તેમજ જીવન ઘટનાક્રમ અને તેમની આત્મકથા વિશે  માહિતી મેળવવા અહિ ક્લિક કરો.