28 October 2018

GUJ UNIVERSITY ડિગ્રી સર્ટિ મેળવવા બાબત

ગુજરાત યુનિવર્સિટીમાંથી પરીક્ષા પાસ કરેલ મિત્રો માટે અગત્યના સમાચાર .
ગુજરાત યુનિવર્સિટી
67મા વાર્ષિક પદવીદાન સમારંભ-2018
આવેદનપત્ર ભરવા અંગેની માર્ગદર્શક સૂચનાઓ
  1. એપ્રિલ/મે-2018 માં ઉત્તીર્ણ થયેલ તમામ વિદ્યાશાખના વિદ્યાર્થીઓએ પદવી પ્રમાણપત્ર મેળવવા ઓનલાઈન આવેદનપત્ર ભરવાનું રહેશે. તેમજ  આવેદનપત્ર  સાથે રૂ. 260/- (અંકે રૂપિયા બસો સાઈઠ પૂરા) ફી ઓનલાઈન ભરવાની રહેશે.
  2. એપ્રિલ/મે-2011 થી ઓક્ટો/નવે.-2017 દરમિયાન લેવાયેલ રેગ્યુલર બી.એ., બી.કોમ., બી.એસસી., બી.બી.એ., બી.સી.એ., બી.એડ., એમ.એ., એમ.કોમ., એમ.એસસી.ની પરિક્ષા આપેલ હોય પરંતુ પરિણામ વિથહેલ્ડ હેઠળ હોય અથવા મોડું જાહેર થયેલ હોય અને જેઓએ કોલેજમાંથી પરિક્ષાના આવેદનપત્રો સાથે ફી ભરેલ હોય, તેઓએ ગુજરાત યુનિવર્સિટી ખાતે રૂમ નં. 42, કોન્વોકેશન બ્રાન્ચ, પરિક્ષા વિભાગ ખાતે રૂબરૂ આવી ફોર્મ ભરવાનું રહેશે.
  3. એપ્રિલ/મે-2011 કે ત્યારબાદ લેવાયેલ ઉપરોક્ત સિવાય અન્ય તમામ પદવી પરિક્ષાઓ તથા એપ્રિલ/મે-2011 પહેલાં પદવી પરિક્ષામાં ઉત્તિર્ણ થયેલ હોય અને પદવી પ્રમાણપત્ર લીધેલ ન હોય તેવા તમામ વિદ્યાર્થીઓએ માટેએપ્રિલ/મે-2011 કે ત્યારબાદ લેવાયેલ ઉપરોક્ત સિવાય અન્ય તમામ પદવી પરિક્ષાઓ તથા એપ્રિલ/મે-2011 પહેલાં પદવી પરિક્ષામાં ઉત્તિર્ણ થયેલ હોય અને પદવી પ્રમાણપત્ર લીધેલ ન હોય તેવા તમામ વિદ્યાર્થીઓએ પદવી પ્રમાણપત્ર મેળવવા ઓનલાઈન આવેદનપત્ર ભરવાનું રહેશે. તેમજ  આવેદનપત્ર  સાથે રૂ. 260/- (અંકે રૂપિયા બસો સાઈઠ પૂરા) ફી ઓનલાઈન ભરવાની રહેશે.
  4.  એપ્રિલ/મે-2011 થી ઓક્ટો/નવે.-2017 ના રેગ્યુલર બી.એ., બી.કોમ., બી.એસસી., બી.બી.એ., બી.સી.એ.,  બી.એડ., એમ.એ., એમ.કોમ., એમ.એસસી., પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ સિવાયના તમામ વિદ્યાર્થીઓએ  તેમની પદવી વર્ષના ગુણપત્રકની સુવાચ્ય     નકલ (છેલ્લા વર્ષ/સેમેસ્ટર ની) ઓનલાઈન આવેદનપત્ર ભરતી વખતે અપલોડ  કરવાની રહેશે. પીએચ.ડી.ના વિદ્યાર્થીઓએ પીએચ.ડી. નોટિફિકેશન પણ અપલોડ કરવાનું રહેશે.
  5.  Bachelor of Medicine & Bachelor of Surgery, Bachelor of Dental Surgery, Bachelor of   Physiotherapy, Bachelor of Optometry, Bachelor of Occupational Therapy, Bachelor of  Prosthetics & Orthotics, Bachelor of  Homeopathic & Medicine Surgery ના   તમામ વિદ્યાર્થીઓએ તેમની પદવી વર્ષના ગુણપત્રકની સુવાચ્ય નકલ તથા ગુજરાત યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલ ઈન્ટર્નશીપ કમ્પ્લીશન સર્ટિફિકેટની સુવાચ્ય નકલ ઓનલાઈન આવેદનપત્ર ભરતી વખતે અપલોડ કરવાની રહેશે.
  6.   Bachelor of Pharmacy ના વિદ્યાર્થીઓએ કોલેજ દ્વારા આપવામાં આવેલ પાસીંગ સર્ટિફિકેટ/પ્રેક્ટિકલ  ટ્રેઈનીંગ સર્ટિફિકેટની સુવાચ્ય નકલ ઓનલાઈન આવેદનપત્ર ભરતી વખતે અપલોડ કરવાની રહેશે.

આપ પોતે રજીસ્ટ્રેશન કરી શકો છો ડેબિટ કાર્ડ દ્વારા ઓનલાઈન ફી પણ ભરી શકો છો.બિલકુલ સરળ છે મિત્રો તો હમણાં જ પોતાનું રજીસ્ટ્રેશન કરો.નીચે આપેલ બ્લ્યુ લાઇન પર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરો.
                          Convocation - 2018 Registration Link

                  LAST DATE-15/11/2018