21 March 2019

22 માર્ચ વિશ્વ જળ દિવસ

*📍 વિશ્વ જળ દિવસ (૨૨ માર્ચ)📍*

 ➡ દુનિયામાં 400 કરોડ લોકોને પાણીની તંગી, જેમાંથી ચોથા ભાગના ભારતમાં: અહેવાલ.

 ➡️ હોળીના આગલા દિવસે વિશ્વ જળ દિવસ છે. પાણી વિના હોળી સૂની છે, જ્યારે દેશનો 50 ટકા વિસ્તાર દુકાળની લપેટમાં છે.

➡️ વૉટરએઇડના આ અઠવાડિયે જાહેર થયેલા અહેવાલમાં કહેવાયું છે કે દુનિયામાં 400 કરોડ લોકો પાણીની તંગી સહન કરી રહ્યા છે, જેમાં 100 કરોડ એકલા ભારતમાં છે.

➡️ દેશઃ દુનિયાભરમાં કુલ ગ્રાઉન્ડ વૉટરનો 24 ટકા હિસ્સો આપણે વાપરીએ છીએ

➡️ 23% વધી ગયું છે દોહન એક જ દસકામાં

➡️ દેશમાં 100 કરોડ લોકો પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે. આ આંકડો દુનિયાભરમાં પાણીની અછત સહન કરી રહેલા લોકોના 25% છે. વૉટરએઇડના અહેવાલ પ્રમાણે, દુનિયાના કુલ ગ્રાઉન્ડ વૉટરનો 24% હિસ્સાનો ઉપયોગ ભારત કરે છે. છેલ્લા એક દસકામાં 23% વધારો થયો છે. યુએસએઇડના અહેવાલમાં કહેવાયું છે કે હવે પછીના વર્ષે ભારત જળસંકટ ધરાવતો દેશ બની જશે. સેન્ટ્રલ ગ્રાઉન્ટ વૉટર બોર્ડ દ્વારા નક્કી કરાયેલા નિર્દેશોની તુલનામાં ગ્રાઉન્ડ વૉટરનું દોહન 70% ઝડપે થઈ રહ્યું છે.

➡️ 1,170 મી.મી. સરેરાશ વરસાદ થાય છે દેશમાં, પણ તેના ફક્ત 6% જ આપણે ઉપયોગ કરી શકીએ છીએ.

➡️ 91 મુખ્ય જળાશયોમાં જળસ્તર ક્ષમતાના માંડ 25% છે.

➡️ 21 શહેર 2030 સુધી ‘ડે ઝીરો’ પર હશે. એટલે કે તેમની પાસે પાણીના સ્રોત જ નહીં બચે.

➡️ 75% ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચતું જ નથી.

➡️ 120મા ક્રમે છે ભારત, વૉટર ક્વૉલિટી ઈન્ડેક્સના 122 દેશની સૂચિમાં. { 1,170 મી.મી. સરેરાશ વરસાદ થાય છે દેશમાં, પણ તેના ફક્ત 6% જ આપણે ઉપયોગ કરી શકીએ છીએ.

➡️ 21 શહેર 2030 સુધી ‘ડે ઝીરો’ પર હશે. એટલે કે તેમની પાસે પાણીના સ્રોત જ નહીં બચે.

➡️ 75% ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચતું જ નથી.

10 મોટાં શહેરોમાં પાણી ખતમ થવા આવ્યું છે.

➡️ 2050 સુધી દુનિયાભરમાં 200 શહેર ‘ડે ઝીરો’નો સામનો કરતાં હશે. બેંગલુરુ સિવાય બેજિંગ (ચીન), મેક્સિકો સિટી (મેક્સિકો), સના (યમન), નૈરોબી (કેન્યા), ઇસ્તંબુલ (તૂર્કી), સાઓ પાઉલો (બ્રાઝિલ), કરાચી, કાબુલ અને બ્યૂનો એર્સ (આર્જેન્ટિના) પણ એ દસ શહેરમાં છે, જે ‘ડે ઝીરો’ તરફ આગળ વધી રહ્યાં છે. વૉટરએઇડના અહેવાલ પ્રમાણે, વૈશ્વિક સ્તરે 100 વર્ષ પહેલાં આપણે જેટલા પાણીનો ઉપયોગ કરતા હતા, છ ગણા વધારે પાણીનો ઉપયોગ કરી રહ્યા છીએ.

➡️ પપુઆ ન્યૂગીનીમાં રોજ 50 લિટર પાણી માટે પ્રતિ વ્યક્તિ આવકનો 54 ટકા હિસ્સો ખર્ચ થાય છે.

➡️ મોંગોલિયા એકલો એવો દેશ છે જ્યાં પાણી લાવવાની જવાબદારી પુરુષોની પણ હોય છે.

➡️ પાણી માટે મહિલાઓ એટલું ચાલે છે કે 64 હજાર વાર ચંદ્ર પર પહોંચી જવાય

➡️ ધરતીની સપાટી પર 70% હિસ્સામાં પાણી છે, પરંતુ સમુદ્રનું પાણી વધારે છે. દુનિયામાં મીઠું પાણી ફક્ત 3% છે અને એ સુલભ નથી. તેમાંથી ફક્ત 2.07% પાણી જ પીવા યોગ્ય છે.

➡️ પાણી બચાવવાનું કામ નહીં કરાય તો દોઢ દસકામાં વધુ 40 ટકા પાણીની અછત સર્જાશે.

➡️ 95% પાણી દુનિયામાં રોજ બરબાદ. 35 વર્ષમાં 3ગણી થઈ. પાણીના દોહનની માત્રા.

➡️ પ્રતિ વ્યક્તિ પાણીની ઉપલબ્ધતા ઘટીને 135 લિટરથી ઘટીને હવે 67 લિટર રહી ગઈ છે.

➡️ ભારતનાં ગામોમાં દર બીજી મહિલાને દર વર્ષે સરેરાશ 173 કિ.મી. ચાલીને પાણી લાવવું પડે છે. એનએસએસઓના અહેવાલ પ્રમાણે, સામૂહિક રીતે મહિલાઓને એક વર્ષમાં એટલું ચાલવું પડે છે કે 64 હજાર વાર ચંદ્ર પર પહોંચી જવાય.
👉*જળ એ જ જીવન જુઓ આ વીડિયો દ્વારા*👇
Click here