19 March 2019

મહાડ સત્યાગ્રહ


👉 મહાડ સત્યાગ્રહ 👇*
*આ સત્યાગ્રહ વિશે ભાગ્યે જ કોઈક જાણે છે.*
*(👉 20- 3 1927 )*
*આજનો દિવસ ભારતીય  ઇતિહાસમાં એક અનેરી ક્રાંતિ લાવનારો દિવસ હતો.એ ક્રાંતિ હતી વંચિત અછુતો ને પીવા ના પાણીનો અધિકાર અપાવવાની. આ સંઘર્ષ માનવીય મુલ્યો અને માનવતાનાં હકો ના રક્ષણ માટે નો હતો.*
*અંગ્રેજી શાસનકાળ મા 1924 મા મહારાષ્ટ્ર ના સમાજ સુધારક શ્રી એસ.કે.બોલેએ બોમ્બે વિધાનસભામાં એક,વિધેયક પસાર કરાવ્યો જેના દ્વારા સરકારા દ્વારા સંચાલિત સંસ્થાઓ અદાલત,વિદ્યાલય, દવાખાના જેવા તમામ સાર્વજનિક સ્થાનો પર અછુતો ના પ્રવેશ તેમજ તેમના ઉપયોગ કરવા દેવાનો આદેશ આપવામાં આવ્યો.પરતુ કોલાબા જિલ્લાના મહાડ ના ચવદાર તળાવમાં  કુતરા-બીલાડા જેવાં પશુઓ પણ પાણી પી શકતા હતા જ્યારે માત્ર અછુતોને પાણી પિવાની મનાઇ હતી. રૂઢિચુસ્ત લોકો તો નગર પાલિકા નો આદેશ પણ માનવા તૈયાર હતા નહીં .ત્યારે આંબેડકરજી ને લાગ્યું કે હવે અધિકારો માગવાનો સમય નથી પણ છીનવી લેવાનો સમય છે .માટે આંબેડકરે એમના સહયોગીઓ સાથે તા 19- 3 - 1927 ના દિવસે મહાડ ના ચવદાર તળાવને મુક્ત્ત કરાવવા માટે સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું હતુંં.*


*👉 લગભગ પાંચ હજાર મહિલા પુરુષ સાથે તેઓએ કૂચ કરી. 20 માર્ચ ની સવારે ડો આંબેડકર ના નેત્રુત્વ માં લગભગ પાંચ હજાર લોકો એકદમ શાંતિપૂર્ણ રીતે તળાવ પર પહોંચ્યાં .સૌ પ્રથમ ડો આંબેડકર તળાવની સીડીઓ ઊતર્યા પાણીને પોતાના હાથમાં લીધું અને પછી તમામ લોકોએ તળાવનું પાણી પીધું .કદાચ આજ અસ્પૃશ્યોની પોતાના અધિકારો માટેની પ્રથમ હુંકાર કે ગર્જના હતી .આ એક પ્રકારનો વિદ્રોહ હતો. સદીઓથી ચાલતી આવતી અમાનવીય સામેનો  ગુલામી અને દાસત્વ ની ભાવનામાંથી અસ્પૃશ્યો ને બહાર કાઢવાની અને તેની ઝંઝીર તોડવાની આ એક શરૂઆત માત્ર હતી.*

*👉 પરંતુ હતપ્રભ બનેલા રૂઢિચુસ્ત હિંદુઓએ ભેગા થયેલા સત્યાગ્રહીઑ પર લાકડીઓ વડે તૂટી પડ્યાં .ઘણાં લોકો ઘાયલ થયાં .પરંતુ ડો આંબેડકરે તેમને સંયમ અને શાંતિ રાખવાની સલાહ આપી ને કહ્યું -આપણે પ્રતિધાત કરીશું નહીં ! રૂઢિચુસ્ત હિન્દીઓ એ અછૂતો ના સ્પર્શ થી તળાવ અપવિત્ર થઈ ગયું છે તેમ માની ને ગૌ મૂત્ર અને છાણા થી તળાવનું શુદ્ધિકરણ કરાવ્યું હતું. ડો.આંબેડકરે ફરી સત્યાગ્રહ કરવાની યોજના બનાવી અને 25 ડિસેમ્બર ના રોજ હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા પણ સત્યાગ્રહ શક્ય બન્યો નહીં. ડો આંબેડકરે લગભગ દસ વર્ષ સુધી મુંબઈ હાઇકોર્ટમાં આના માટે લડાઈ કરી ને અંતે 17- 12 - 1937 ના રોજ કેસ જીતી લીધો તથા તળાવ નું પાણી ફરી સાર્વજનિક ઉપયોગ માટે કરવાનો આદેશ અને તેનો કડક અમલ કરવાનો આદેશ થયો .આ જીત અસ્પૃશ્ય સમાજ માટે એક માઈલસ્ટોન ગણી શકાય એમ હતી*

 *પણ આજે આ લડાઈ  સત્યાગ્રહ ના ઘણાં વર્ષ થયાં હોવા છતાં પરિસ્થિત ઠેરની ઠેર છે. હાલ માં પણ દલિતો પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત માટે વલખે છે .*