24 March 2017

24 માર્ચ:વિશ્વ ટી.બી.દિવસ


ટી.બી. એટલે ક્ષય.
24 માર્ચ વિશ્વ ટી.બી.દિવસ  તરીકે ઉજવવામાં આવે છે.ઉજવણીનો મુખ્ય હેતું ટી.બી. અંગે જન જાગૃતિ માટેનો છે તેમજ તેની સામે લડી રહેલા આરોગ્ય કાર્યકરોમાં જોમ અને જુસ્સો વધારવાનો છે.આ રોગની સમયસર અને  યોગ્ય સારવાર કરવામાં આવે તો તે મટી શકે છે.
એક બેક્ટેરિયાથી થતો રોગ છે,ટીબીના બેક્ટેરિયા શ્વાસ દ્વારા શરીરમાં જાય છે.આ રોગથી પીડિત વ્યક્તિના
છિંકવા કે થુંકવા સમયે નાના નાના કણો હવામાં ફેલાય છે.અને સ્વસ્થ વ્યકિતના શ્વાસ માં લેવાય છે,આ રીતે રોગનો ફેલાવો થાય છે. આમ તો આ બિમારી ગંભિર ગણાય છે પરંતુ ગભરાવાની જરુર નથી,આવા ગંભિર રોગના ઇલાજ શક્ય છે,માત્ર આપણે સમયસર જાગ્ર્ત થવું જરુરી છે.