7 December 2019

JAVAHAR NAVODAY STD 6 EXAM CALL LATTER


નવોદય પરીક્ષા કોલ લેટર

નવોદય પરીક્ષા ધોરણ 6 માટેના કોલ લેટર ડાઉનલોડ થવાનુ ચાલુ થઈ ગયેલ છે.

 તમારા બાળક ને કઈ સ્કુલમા પરીક્ષા આપવા જવાનુ છે🤔❓

✍ પરીક્ષા તારીખ:::11-1-2019

Download Click Here

12 October 2019

SAS GUJARAT HELP VIDEO

SAS GUJARAT HELP VIDEO
આ વિડિયો માં નીચેના પ્રશ્નો નો જવાબ આપને મળી જશે.
૧. પગારબિલ માં નામ નથી આવતું
૨. શિક્ષકોની માહિતી અપડેટ કરવા છતાં માસિક પત્રક માં નથી બતાવતી. કોઈ શિક્ષક ની  વિગત માસિક પત્રક માં નથી દેખાતી.
૩. શિક્ષક નો પુરો પગાર થાય ત્યારે શું ફેરફાર કરવો?
૪. મંડળી કપાત માં શિક્ષક ની વિગત નથી આવતી
૫. પગાર બીલ માં ભૂલ થઈ છે તો શું કરવું?
૬. માસિક પત્રક માં ભૂલ થઈ છે તો શું કરવું?
૭. બીજા રાજ્યના કોઈ શિક્ષક કામ કરે છે એમનું સરનામું કેવીરીતે લખવું?
૮ ક્યાં શિક્ષક ને નિમ્ન પ્રાથમિક અને ક્યાં શિક્ષક ને ઉચ્ચતર પ્રાથમિક પસંદ કરવું?
૯ સી.પી.એફ નંબર નથી આવ્યો તો શું કરવું?
૧૦ કોઈ શિક્ષક ની વિગત અધૂરી કે ખોટી છે અને પ્રોફાઈલ લોક થઈ ગઈ છે તો શું કરવું?
૧૨.કોઈ મુશ્કેલી છે તો ફરિયાદ કે વિનંતી કેવીરીતે કરવી.
૧૩ શિક્ષકનું નામ કેવીરીતે લખવું?
👉 Video 1
👉 Video 2

11 October 2019

Gurushala-PRATHAM PROJECT નવીન શિક્ષણ રણનીતિ

મિત્રો
અહીં લર્નિંગ વિથ વોડાફોન તેમજ
Pratham Project ગુરુશાળા -(દિલ્હી)દ્વારા inspiring to teach  એક શિક્ષકો માટે ઓનલાઈન પ્રોજેકટ ચાલુ છે .જેમાં આપ મોબાઈલ નંબરથી લોગીન થઈ મોડ્યુલ વાંચીને પરિક્ષા આપી આપના વર્ગશિક્ષણ કાર્યમાં વધારો કરી શકો છો.
     આપણા ગુજરાત રાજ્યમાં હાલ સમર્થ 2 પ્રોજેકટ ચાલે છે.સેમ તેના જેવો જ પ્રોજેકટ છે.
વધુ વિગત માટે અહીં ક્લિક કરો.

5 September 2019

પ્રાથમિક શિક્ષકોના પગાર,
માસિક પત્રક તેમજ
વહીવટી બાબતો
ઓનલાઇન માટેની લિંક.
👉 click here

🔐યુઝરનેમ અને પાસવર્ડ માટે સ્કૂલ ડાયસ કોડ લખવો.

3 September 2019

સાયન્સ મોડેલ્સ
👉 વિજ્ઞાન  પ્રત્યેની બાળકોના રસમાં વધારો કરવા,
👉 વિજ્ઞાન મેળા માટે કૃતિની રચના શીખવા,
👉 વૈજ્ઞાનિક અભિગમ અને સર્જનાત્મકતા વિકસાવવા
👉 વિજ્ઞાનના અસંખ્યા મોડેલો જોવા અને શીખવા   .....
માટેની બેસ્ટ એપ્લિકેશન
"સાયન્સ મોડેલ્સ" હમણા જ નીચેની લિંક પર ક્લિક કરી ઇન્સટોલ કરો
Click here

મીનાની દુનિયા રેડિયો કાર્યક્રમ -ગુગલ ફોર્મ

            ફોટો પર ક્લિક કરો.

10 August 2019

SEB દ્વારા લેવામાં આવતી શિષ્યવૃત્તિ પરિક્ષા બાબત.


            *   *    *     *    *    *    *    *    *     *    *     *    *   
  • ધોરણ ૧૦ ના બાળકો માટે 

8 July 2019

ગુગલ પર ઓફલાઇન ગેમ

મિત્રો,
આપ ઓનલાઈન કામ કરતા હોવ ત્યારે કદાચ નેટવર્ક આવતું નથી ત્યારે અથવા તમે ફ્રી હોવ ત્યારે ગુગલનું એક નવું મસ્ત ફીચર છે.જે કાગડા જેવું ચિત્ર છે જેના દ્વારા તમે ઓફલાઇન ગેમ રમી શકો છો.રમવાનું બિલકુલ સરળ છે સૌ પ્રથમ ડેટા બંધ કરી  ગૂગલ ક્રોમમાં જઇ કાંઈ પણ લખી સર્ચ કરો પછી નીચે જેવું ચિત્ર આવશે ત્યાર પછી ડાબા થી જમણી બાજુ સ્વાઈપ કરો ગેમ સ્ટાર્ટ થશે ત્યારબાદ રમવા માટે નીચેથી ઉપર તરફ સ્વાઈપ કરો.તો હમણાં જ ટ્રાય કરો.નેટ ડેટા બંધ રાખીને જ રમી શકશો.


3 July 2019

ધોરણ 1 થી 8 કવિતાઓ

ગુજરાતી પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકો માટે ધોરણ 1થી 8 ની કવિતાઓ જી.સી.ઇ.આર.ટી.દ્વારા ઓડિયો કરેલ છે.આપ ચાહો ત્યારે ઓનલાઈન સાંભળી શકો છો અને ડાઉનલોડ કરી સેવ કરી શકો છો.
ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

1 July 2019

અધ્યયન નિષ્પત્તિઓ .પત્રક એ મા રેડીમેડ

મિત્રો
આ અગાઉ ધોરણ 1 થી 8 ની અધ્યયન નિષ્પત્તિઓ મુકેલ છે પરંતુ અહીં એક્સેલ ફાઈલમાં પત્રક એ બનાવી 20 અઘ્યયન નિષ્પત્તિઓ પહેલેથી લખીને બનાવેલ છે.જે તમે ડાઉનલોડ કરી વર્ગમાં સીધો જ ઉપયોગ કરી શકશો.
ડાઉનલોડ કરવા આ લિંકને ક્લિક કરી તેમાંથી મેળવી શકશો.

26 June 2019

BAOU-BA,BCOM,MA- REGISTRATION

ડો.બાબાસાહેબ ઓપન યુનિવર્સીટી મા બી.એ,બી.કોમ અને એમ.એ.નું રજીસ્ટ્રેશન ચાલુ છે.

23 June 2019

શૈક્ષણિક અભિમુખતા' વિષયવાઇઝ PDF ફાઇલ


▪ગુજરાતી ધો.3 થી 8
▪ગણિત ધો.2 થી 5
▪ગણિત ધો.6 થી 8
▪વિજ્ઞાન ધો.6 થી 8
▪English ધો.4 & 5
▪English ધો.6 થી 8
DOWNLOAD HERE

9 June 2019

પ્રવેશોત્સવ ઉપયોગી માહિતી ઓલ ઇન વન


👉 પ્રવેશોત્સવ ફાઈલ.
👉 પ્રવેશોત્સવ પરિપત્ર.
👉 બાળકો માટે તૈયાર વક્તવ્ય.
    - યોગથી નિરોગી.
    - સ્વચ્છતા અભિયાન
    - બેટી બચાવો
    - પાણી બચાવો
    - વૃક્ષો બચાવો
👉 પ્રવેશોત્સવના સૂત્રો
👉 સ્વચ્છતાના સૂત્રો
👉 કાર્યક્રમ એંકરીંગ સ્ક્રીપ્ટ
👉 આચાર્યશ્રી ની સ્પીચ
👉 પ્રવેશોત્સવ પૂર્વ તૈયારી
👉 મનુષ્ય તુ બડા.. અલગ અલગ અભિનય સાથેના વિડીયો.
👉 વર્ગખંડ નામ PDF
👉 મહેમાન સ્વાગત કાર્ડ
👉 બાળકો ને પ્રવેશ આપવા કઇ તારીખ ગણવી તે અંગે જૂનો પરિપત્ર.
તમામ માહિતી માટે ⤵
👉અહીં ક્લિક કરો.

School chale hum!!!

જય‌ સરસ્વતી દેવી,

૩૫ દિવસથી બંધ બારણા નવી કિલકારી સાથે આવતીકાલથી ઉઘડશે,
ધુંધળી, ધુળથી લથબથ, એકાંતમાં સુતેલી શાળા, તેના પોતીકાને આવકારવા આજ આળશ મરડીને ઊભી થાશે...

બાળકોના અવાજથી ઝાડમાં પણ નવી કૂપળો ખિલશે...

ખરેખર , આપણે વૈજ્ઞાનિક રીતે માનીએ કે વસ્તુઓ સ્થુળને નિર્જીવ છે પણ તેની સાથે  રહેતા પોતીકાપણાને લીધે તે પણ જીવિત લાગે છે, તેની સંવેદના પણ અનુભવી શકાય છે......

તારીખ: 10-06-2019 થી શરૂ થતાં  નવીન શૈક્ષણિક સત્રની સર્વે શિક્ષક મિત્રોને અને વિધાર્થીઓને મારી શુભેચ્છાઓ.

નવુ શૈક્ષણિક વર્ષ આપને યશ અને શક્તિ આપે તેવી શુભેચ્છાઓ .
Watch video

7 June 2019

Samarth -ll Registration

સમર્થ-II રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ ૧૦/૦૬/૨૦૧૯ થી વધારીને ૧૬/૦૬/૨૦૧૯ સાંજે ૧૨.૦૦ વાગ્યા સુધી કરવામાં આવી છે.
Registration Link
Click Here

Learning With Vodafone."Dekhe or shikhe"


  • लर्निंग विद वोडाफ़ोन ‘Dekhe or Shikhe’ क्विज प्रतियोगिता

क्या आप घर के किसी एक वस्तु से अनेक विषयों को पढ़ा सकते हैं? यदि हाँ, तो 'देखें और सीखें' प्रतियोगिता में भाग लें और  7 जून (रात 11 बजे) से पहले अपनी एंट्री सबमिट करें।
Click Here

25 May 2019

*📌 ૭/૧૨ , ૮-અ , નોંધ , જમીન ક્ષેત્રફળ, જુના સર્વે નંબર પરથી નવો સર્વે નંબર , અન્ય નીચે પ્રમાણે માહિતી*

● જૂના સ્કેન કરેલ હક પત્રક ગા.ન.૬ ની વિગતો

● ગા.ન.૭ ની વિગતો

● ગા.ન.૮અ ની વિગતો

● હક પત્રક ગા.ન.૬ ની વિગતો   

● હક પત્રક ફેરફાર ૧૩૫ ડી નોટીસ 

● પ્રમોલગેશન પુર્ણ થયેલ ગામ માટે જુના સરવે નંબર પરથી નવો સરવે નંબર) 

● વર્ષ અને મહિના મુજબ નોંધોની વિગત

● સરવે નંબરને લગતી સંપૂર્ણ માહિતી

 ● જમીન રેકર્ડ ને લગતા કેસની વિગત

 ● ખાતેદારના નામ પરથી ખાતુ જાણવા 

👉https://www.ehubinfo.com/2019/05/any-ror-gujarat-712-satbar-utara-8a.html?m=1

ધોરણ 12 નું રિઝલ્ટ

નંબર અથવા ફક્ત અટક લખી કોઈપણ વિદ્યાર્થીનું રિઝલ્ટ જાણો એક ક્લિક કરી.
Click Here

20 May 2019

ધોરણ 10 રિઝલ્ટ

ધોરણ 10 નું રિઝલ્ટ સૌથી પહેલા જોવા માટે આ લિંક સેવ રાખો.
અહીં ક્લિક કરી લિંક ઓપન કરો.

નંબરની જરૂર નથી નામ લખી રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો.

BSC ONLINE ADMISSION

8 May 2019

પક્ષીઓના સુમધુર અવાજ સાંભળો.

અહીં સુંદર મજાના પક્ષીઓના અવાજ સાંભળવા મળશે.વિવિધ પક્ષીઓને ટચ કરી જુઓ .
Click Here

26 April 2019


ધોરણ ૩ થી ૮ પરિક્ષા માટે ઉપયોગી ગ્રેડ પત્રક


પૂજ્ય વાલીગણ,

પૂજ્ય વાલીગણ,
કુશળ હશો.
આપણું બાળક લગભગ  દસ જેટલા મહિના અમારી શાળામાં ભણી ને સફળતા પૂર્વક પોતાના ધોરણનો અભ્યાસ પૂર્ણ કરેલ છે. હવે આપની પાસે એક મહિના કરતાં વધુ સમય માટે વેકેશનમાં રહેશે. આપણા બાળક માટે અને તેના વિકાસ માટે અહીં થોડી વિગતો આપી એ છીએ જે આપ વેકેશનમા તેની પાસે કરાવશો તેવી અપેક્ષા સહ......
👉 દિવસમાં ઓછા માં ઓછું બે વખત તેની સાથે જમજો અને તેઓને ખેડૂતની સખત મહેનત વિષે માહિતી આપજો અને અનાજ નો બગાડ ના કરાય તે પ્રેમથી સમજાવજો.
👉 પોતાની થાળી પોતે જ સાફ કરે તેવો આગ્રહ રાખજો જેથી તે શ્રમ નું મહત્ત્વ  સમજે.
👉 તેમને રસોઈ કામમાં  મદદરૂપ થવા દેજો અને પોતાના માટે સાદું શાકભાજીનું કાચું સલાડ બનાવવા દેજો.
👉 તેમને દરરોજ ગુજરાતી, हिन्दी અને English ના નવા 5 શબ્દો શીખવજો અને તેની નોંધ કરાવજો.
👉 તેને પાડોશીને ઘરે રમવા જવા દેજો અને તેની સાથે સારા સંબંધો વિકસાવવા દેજો.
👉 જો દાદા  દાદી દૂર રહેતા હોય તો તેમની સાથે સમય વિતાવવા દેજો તેમની જોડે selfi લેજો.
👉 તેને તમારા વ્યવસાયની  જગ્યા એ લઈ જજો અને તેની ખાતરી કરાવજો કે પરિવાર માટે તમો કેટલો પરિશ્રમ કરો છો.
👉 તેઓ ને સ્થાનિક તહેવારો મોજ થી ઉજવવા દેજો અને તેઓ ને તેનું મહત્વ પણ સમજાવજો.
👉 તેને તમો એક વૃક્ષ ફરજિયાત વાવવા કહેજો અને તેનું મહત્વ  સમજાવજો.
👉 તમારા બાળપણ ના કિસ્સા ઓ અને કુટુંબ ના થોડા ઇતિહાસ અને સારા ગુણો વિશે વાત કરજો.
👉 તેને ધૂળ માં રમવા દેજો જેથી તેની માતૃભૂમિની  ધૂળ નું મહત્વ  સમજે.
👉 તેને નવાં નવાં મિત્રો બનાવવાની તક આપજો
બની શકે તો હોસ્પિટલ  અને અનાથશ્રમ ની મુલાકાતે લઈ જજો.
👉 તેને કરકસરનું મહત્વ સમજાવજો.
👉 મોબાઈલ અને આધુનિક ટેકનોલોજી ની માહિતી આપજો અને સાથે સાથે તેની દૂષણ થી પણ માહિતગાર કરો...
મોબાઈલ તો આપતા જ નહીં ફરજિયાત
👉 તેને નવી નવી રમતો શીખવો.
👉 ઘર ના દરેક સભ્ય નું મહત્વ કેટલું એ સતત તેને અનુભવ કરવા દો.
👉 મામા કે ફઇના ઘરે જરુર મોકલો.
👉 ટીવીની જગ્યા એ જીવરામ જોશી ની કે અન્ય બાળવાર્તા ની બુક્સ ફરજિયાત વચાંવો.
👉 તમો એ જયા તમારું બાળપણ ગુજાર્યું ત્યાં લઈ જાવ અને તમારા અનુભવો જણાવો.
👉 રોજ સાંજે એક મુલ્યલક્ષી વાર્તા કહો બની શકે તો રામાયણ અને મહાભારત થી વાકેફ કરો.
👉 રોજ એક શ્રેષ્ઠ વ્યક્તિ વિશે વાત કરો.
👉 ખાસ....
મોબાઇલ થી તો દૂર જ રાખો... એમને રમવા દો, પડવા દો, આપો આપ ઊભા થવા દો........

બસ એજ આશા રાખીશું કે આપણા બાળક ને તેનું વેકેશન યાદગાર બનાવવા દેશો....

  1. અને હા...તમારી * નાની પીંગળી પ્રા.શાળા જ સૌથી ઉત્તમ છે એ વાત એને બરાબર સમજાવી શાળા પ્રત્યેનો એનો આદરભાવ કેળવવાનું ન ચૂકતા..                                                                                                                   from:---નાની પીંગળી શાળા પરિવાર 

આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ જાહેરાત


યુ-ડાયસ ફોર્મ ભરવા માટે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો


Section-1
1.14 (b) જવાબદાર વ્યકિતનું નામ (આચાર્યશ્રીનું લખવુ)
મોબાઇલ નંબર ચેક કરી લેવા ભુલ હોય તો સુધારો કરવો
1.18 – ધોરણ વાઇઝ વર્ગની સંખ્યામાં ફેરફાર હોય તો કરવા
1.21 (a) & (b) પ્રાથમિક અને ઉ.પ્રાથમિકમાં મળેલ માન્યતા વર્ષ ફરજીયાત લખવું
1.36 – શાળાની નજીકની આંગણવાડીની સંખ્યા અને કોડ ફરજીયાત લખવો
1.37- શૈક્ષણીક દિવસોની સંખ્યા ગત વર્ષની લખવી
1.41 rte ખાનગી શાળા માટે (a) ચાલુ વર્ષ(૨૦૧૮/૧૯) (b) ગત વર્ષ(૨૦૧૭/૧૮) ધો-૧ માં મળેલ એડમિશનની સંખ્યા લખવી
1.42 માં RTE ખાનગી શાળા માટે rte મુજબની હાલ ધોરણ વાઇઝ ભણતા બાળકોની સંખ્યા લખવી
1.44 માં ચાલુ વર્ષમાં ઉપચારાત્મક વાળા બાળકોની કુલ સંખ્યા ફરજીયાત લખવી
1.49 માં ગત વર્ષમાં CRC/BRC/જીલ્લા/રાજય લેવલના ઓફિસરની વિઝિટની સંખ્યા લખવી અને ઇસ્પેકશન કરેલ હોય તો તેની સંખ્યા લખવી
1.50 SMC ની કમિટિમાં ફેરફાર હોય તો સુધારવું (b) SMC કમિટિના વાલી સભ્યોની જાતી વાઇઝ સંખ્યા ફરજીયાત લખવી (e) કેટલા સંભ્યોએ તાલીમ લીધી (f) ગત વર્ષની smc મિટિંગની સંખ્યા લખવી. 

  Section-2
2.2  શાળાના અલગ અલગ બિલ્ડીંગ હોય તો જેટલા બિલ્ડીંગ(બ્લોક)ની સંખ્યા લખવી
2.4 (b) માં વધારાના રૂમોની સંખ્યા લખવી
2.7 (i) માં દિવ્યાં બાળકોની સ્પેશિયલ ટોયલેટ સિવાઇના અન્ય ટોયલેટની સંખ્યા લખવી (ii) માં દિવ્યાંગ બાળકોના સ્પેશિયલ ટોયલેટની સંખ્યા લખવી
(iv) માં મુતરડીના જેટલા ખાના હોય તેટલી સંખ્યા લખવી
2.10 હાથ ધોવા માટે સાબુની સુવિધા છે જો હો તો (a) માં કેટલા નળ(ચકલી)ની સંખ્યા
2.11 માં સોલાર પેનલ છે
2.18 (a)(b)(c) માં કચરાપેટીની સુવિધા છે? ફરજીયાત લખવું

Section- 3
3.2 માં કુલ શિક્ષકોની સંખ્યા અને અધારકાર્ડ ધરવતા કુલ શિક્ષકોની સંખ્યા લખવી
3.3 માં શિક્ષકોની વિગતમાં કોલંમ 15,16,17,18,19(a)(b),22,24,30 ફરજીયાત ભરેલી હોવી જોઇએ.


Section-4
4.1 માં ધોરણ-૧ ના ચાલુ વર્ષના બાળકોની ઉમંર વાઇઝ સંખ્યા લખવી
4.2 (a) માં ધોરણ વાઇઝ જાતી વાઇઝ કુલ સંખ્યા લખવી (હાલની સ્થિતિએ) (b) માં કુલ બાળકો પૈકી માઇનોરેટી બાળકોની સંખ્યા લખવી (c) આધારકાર્ડ અને BPL ધરવતા બાળકોની સંખ્યા લખવી
4.3 માં રિપિટર બાળકોની સંખ્યા લખવી
4.4 ધોરણની ઉમંર વાઇઝ સંખ્યા લખવી
4.5 માં મીડીયમ વાઇઝ સંખ્યા લખવી
4.6 માં દિવ્યાંગ બાળકોની કેટેગરી વાઇઝ ધોરણ પ્રમાણે સંખ્યા લખવી


  Section-5
5.1 માં ધોરણ-૧ થી પ ની વિગત ભરવી
5.2 માં ધોરણ- ૬ થી ૮ ની વિગત ભરવી.

Section-6
6.1 માં ધોરણ-પ નું ગત વર્ષ(૨૦૧૭/૧૮) નું પરિણામ લખવુ
6.2 માં ધોરણ- ૮ નું  ગત વર્ષ(૨૦૧૭/૧૮) નું પરિણામ લખવુ.

Section-7
7.1 માં ધોરણ-૧૦ નું ગત વર્ષ(૨૦૧૭/૧૮) બોર્ડનું પરિણામની વિગત
7.2 માં ધો-૧૦ ના રેગ્યુલર પાસ થયેલ બાળકોની ટકાવારી પ્રમાણે વિગત ભરવી
7.3 માં ધો-૧૦ ના રેગ્યુલર સિવાયના પાસ થયેલ બાળકોની ટકાવારી પ્રમાણે વિગત ભરવી.

Section-8
8.1 માં વર્ષ- ૨૦૧૭/૧૮ ની ગ્રાન્ટની વિગત લખવી
8.2 માં માધ્યમિક/ઉ.મા. માં ફાળવેલ ગ્રાન્ટની વિગત
8.3 માં વર્ષ ૨૦૧૮/૧૯ ની ગ્રાન્ટની વિગત લખવી (હાલ પાછળથી નાખેલ ૨૫% હપ્તાની રકમ પણ એડ કરી દેવી)
8.4 માં NGO કે લોકફાળો મળેલ હોય તો તેની વિગત લખવી
8.5 માં રજીસ્ટર નિભાવવામાં આવે છે(હા/ના)

Section-10
10.1 to 10.6 માં હા/ના લખેલુ હોવુ જોઇએ.
Section- 11
11.1 to 11.9 (a) માં હા/ના લખેલુ હોવુ જોઇએ.

વિધવા સહાય માટે સુધારા ફોર્મ

ધાર્મિક -દાદપુરી કુંવારી ધામ -રાજસ્થાન

દાદ્પુરી ધામ વિશેની કેટલીક બાબતો ,નિયમો જાણવા માટે અહિ ક્લિક કરો.

13 April 2019

મતદારયાદી જોવા માટેની અગત્યની લિંક

તમારા ગામની મતદાર યાદી જોવા અહિ ક્લિક કરી જિલ્લો અને તાલુકાનું નામ લખી સર્ચ કરો.કેપ્ચા કોડ ફરજિયાત લખવો જરૂરી છે.
અહીં ક્લિક કરો.

1 April 2019

મતદાર યાદીમાં આપનું નામ શોધો.

મતદાર યાદીમાં તમારું નામ શોધવા માટેની વેબસાઇટ
*✍🏻તમામના ભાગ નંબર અને ક્રમ નંબર બદલાઈ ગયા છે,નવા જોઈ લેશો.*
http://erms.gujarat.gov.in/ceo-gujarat/master/elector-search-dist-ac-serial.aspx

*👍🏻નામ શોધવા માટે બે રીત છે : (1) By Name (2) By Epic NO.*
*👉🏻જો તમારી પાસે ચૂંટણીકાર્ડ હોય તો Epic NO.ઓપ્શન સરળ રહેશે*

Voter list name check

28 March 2019

ડ્રાઇવિંગ લાયસન્સ ફોર્મ ભરો ઓનલાઇન

નવા ડ્રાઇવીંગ લાઇસન્સ માટે લર્નીંગ લાઇસન્સ લેવા માટેની અરજી જરૂરી છે.

જરૂરી દસ્તાવેજો
ઉમરનો પુરાવો : શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જન્મનો દાખલો, પાસપોર્ટમાંથી ગમે તે એક

સરનામાનો પુરાવો : શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ, એલઆઇસી પોલીસી, મતદાર ઓળખપત્ર, લાઇટબિલ, ટેલિફોનબિલ, સરનામા સાથેનો મકાનો વેરો, સેન્ટ્રલ કે સ્ટેટ અથવા સ્થાનિક સરકારની પે સ્લિપ અથવા અરજીકર્તાનું સોગંદનામુ સરનામાના પુરાવારૂપે રજૂ કરવાનું રહેશે.

અરજીદાતાએ લર્નીંગ અને ડ્રાઇવીંગ લાઇસન્સ લેવા માટે ઓનલાઇન અરજી કરવી. ફોર્મ નં. 1(એ)માં મેડીકલ સર્ટીફીકેટ આપવાનું રહેશે. ટ્રાન્સપોર્ટ ગુડ્સ વાહન માટે ડ્રાઇવીંગ લાઇસન્સની જરૂર હોય ત્યારે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવી અથવા વધુ માહિતી મેળવવા માટે મહેરબાની કરીને… અહીં મુલાકાત લોઃ
Touch Here


વિદ્યાસહાયક ની નોકરીને બઢતી પ્રવરતા માટેનો પંચમહાલનો પરિપત્ર


27 March 2019

 *ચુટણી મા જનાર તમામ કર્મચારીઓ માટે સાચવી રાખવા જેવા વિડિયો*

👉 Evm અને  VVPAT નુ કનેકશન કેમ કરવુ અને મોકપોલ કેમ કરવુ તેના વિડીયો

👉 Evm અને  VVPAT મા સીલ કેમ કરવા તેના વિડીયો
Video Link 1 

Video Link 2


આ વિડીયો ચુટણી સુધી સાચવી રાખો .

પ્રમુખ અધિકારીની ડાયરી માટે
અહીં ક્લિક કરો.

22 March 2019

23 માર્ચ શહીદ દિવસ


🎓 *RTE ધોરણ 1 પ્રવેશ માહિતી*
આપણી ગુજરાત સરકારની R.T.E. યોજના હેઠળ શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦માં ધો.૧ માં આવનાર બાળકો કે જે બાળકનો જન્મ ૫ થી ૭ વર્ષની વચ્ચે હોય તો તે બાળકોના વાલીઓ પોતે વેબસાઈટ પર ઓનલાઇન ફોર્મ ભરી R.T.E અંતર્ગત પોતાના બાળકને પોતાની પસંદગીની શાળામાં ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમમાં એડમિશન મેળવી ધો ૧ થી ૮ સુધી શાળા ફી , પુસ્તકો , યુનિફોર્મનો ખર્ચ સરકાર દ્વારા મેળવી શકે છે. ફોર્મ ભરવાના હવે ટૂંક સમયમાં જ થઈ જશે..

★ *R.T.E અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ*
૧. વિદ્યાર્થીનો જન્મનો દાખલો
૨. વિદ્યાર્થીનું આધાર કાર્ડ
૩. માતાપિતાનું આધાર કાર્ડ તેમજ પાન કાર્ડ
૪. આવકનો દાખલો ( મામલતદારનો)
૫. લાઇટબિલ , રેશનકાર્ડ , વેરા બીલ
૬. બેંક પાસબુક
૭. વિદ્યાર્થીના બે ફોટા
૮. પિતાનો જાતિનો દાખલો

*ફોર્મ ભરવા માટેની લિંક:*
Click here

ગુજરાતના તમામ વ્યક્તિ સુધી મોકલશો. જેથી વધુમાં વધુ બાળકને લાભ મળી શકે.

21 March 2019

22 માર્ચ વિશ્વ જળ દિવસ

*📍 વિશ્વ જળ દિવસ (૨૨ માર્ચ)📍*

 ➡ દુનિયામાં 400 કરોડ લોકોને પાણીની તંગી, જેમાંથી ચોથા ભાગના ભારતમાં: અહેવાલ.

 ➡️ હોળીના આગલા દિવસે વિશ્વ જળ દિવસ છે. પાણી વિના હોળી સૂની છે, જ્યારે દેશનો 50 ટકા વિસ્તાર દુકાળની લપેટમાં છે.

➡️ વૉટરએઇડના આ અઠવાડિયે જાહેર થયેલા અહેવાલમાં કહેવાયું છે કે દુનિયામાં 400 કરોડ લોકો પાણીની તંગી સહન કરી રહ્યા છે, જેમાં 100 કરોડ એકલા ભારતમાં છે.

➡️ દેશઃ દુનિયાભરમાં કુલ ગ્રાઉન્ડ વૉટરનો 24 ટકા હિસ્સો આપણે વાપરીએ છીએ

➡️ 23% વધી ગયું છે દોહન એક જ દસકામાં

➡️ દેશમાં 100 કરોડ લોકો પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે. આ આંકડો દુનિયાભરમાં પાણીની અછત સહન કરી રહેલા લોકોના 25% છે. વૉટરએઇડના અહેવાલ પ્રમાણે, દુનિયાના કુલ ગ્રાઉન્ડ વૉટરનો 24% હિસ્સાનો ઉપયોગ ભારત કરે છે. છેલ્લા એક દસકામાં 23% વધારો થયો છે. યુએસએઇડના અહેવાલમાં કહેવાયું છે કે હવે પછીના વર્ષે ભારત જળસંકટ ધરાવતો દેશ બની જશે. સેન્ટ્રલ ગ્રાઉન્ટ વૉટર બોર્ડ દ્વારા નક્કી કરાયેલા નિર્દેશોની તુલનામાં ગ્રાઉન્ડ વૉટરનું દોહન 70% ઝડપે થઈ રહ્યું છે.

➡️ 1,170 મી.મી. સરેરાશ વરસાદ થાય છે દેશમાં, પણ તેના ફક્ત 6% જ આપણે ઉપયોગ કરી શકીએ છીએ.

➡️ 91 મુખ્ય જળાશયોમાં જળસ્તર ક્ષમતાના માંડ 25% છે.

➡️ 21 શહેર 2030 સુધી ‘ડે ઝીરો’ પર હશે. એટલે કે તેમની પાસે પાણીના સ્રોત જ નહીં બચે.

➡️ 75% ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચતું જ નથી.

➡️ 120મા ક્રમે છે ભારત, વૉટર ક્વૉલિટી ઈન્ડેક્સના 122 દેશની સૂચિમાં. { 1,170 મી.મી. સરેરાશ વરસાદ થાય છે દેશમાં, પણ તેના ફક્ત 6% જ આપણે ઉપયોગ કરી શકીએ છીએ.

➡️ 21 શહેર 2030 સુધી ‘ડે ઝીરો’ પર હશે. એટલે કે તેમની પાસે પાણીના સ્રોત જ નહીં બચે.

➡️ 75% ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચતું જ નથી.

10 મોટાં શહેરોમાં પાણી ખતમ થવા આવ્યું છે.

➡️ 2050 સુધી દુનિયાભરમાં 200 શહેર ‘ડે ઝીરો’નો સામનો કરતાં હશે. બેંગલુરુ સિવાય બેજિંગ (ચીન), મેક્સિકો સિટી (મેક્સિકો), સના (યમન), નૈરોબી (કેન્યા), ઇસ્તંબુલ (તૂર્કી), સાઓ પાઉલો (બ્રાઝિલ), કરાચી, કાબુલ અને બ્યૂનો એર્સ (આર્જેન્ટિના) પણ એ દસ શહેરમાં છે, જે ‘ડે ઝીરો’ તરફ આગળ વધી રહ્યાં છે. વૉટરએઇડના અહેવાલ પ્રમાણે, વૈશ્વિક સ્તરે 100 વર્ષ પહેલાં આપણે જેટલા પાણીનો ઉપયોગ કરતા હતા, છ ગણા વધારે પાણીનો ઉપયોગ કરી રહ્યા છીએ.

➡️ પપુઆ ન્યૂગીનીમાં રોજ 50 લિટર પાણી માટે પ્રતિ વ્યક્તિ આવકનો 54 ટકા હિસ્સો ખર્ચ થાય છે.

➡️ મોંગોલિયા એકલો એવો દેશ છે જ્યાં પાણી લાવવાની જવાબદારી પુરુષોની પણ હોય છે.

➡️ પાણી માટે મહિલાઓ એટલું ચાલે છે કે 64 હજાર વાર ચંદ્ર પર પહોંચી જવાય

➡️ ધરતીની સપાટી પર 70% હિસ્સામાં પાણી છે, પરંતુ સમુદ્રનું પાણી વધારે છે. દુનિયામાં મીઠું પાણી ફક્ત 3% છે અને એ સુલભ નથી. તેમાંથી ફક્ત 2.07% પાણી જ પીવા યોગ્ય છે.

➡️ પાણી બચાવવાનું કામ નહીં કરાય તો દોઢ દસકામાં વધુ 40 ટકા પાણીની અછત સર્જાશે.

➡️ 95% પાણી દુનિયામાં રોજ બરબાદ. 35 વર્ષમાં 3ગણી થઈ. પાણીના દોહનની માત્રા.

➡️ પ્રતિ વ્યક્તિ પાણીની ઉપલબ્ધતા ઘટીને 135 લિટરથી ઘટીને હવે 67 લિટર રહી ગઈ છે.

➡️ ભારતનાં ગામોમાં દર બીજી મહિલાને દર વર્ષે સરેરાશ 173 કિ.મી. ચાલીને પાણી લાવવું પડે છે. એનએસએસઓના અહેવાલ પ્રમાણે, સામૂહિક રીતે મહિલાઓને એક વર્ષમાં એટલું ચાલવું પડે છે કે 64 હજાર વાર ચંદ્ર પર પહોંચી જવાય.
👉*જળ એ જ જીવન જુઓ આ વીડિયો દ્વારા*👇
Click here



21 મી માર્ચ વિશ્વ વન દિવસ


19 March 2019

મહાડ સત્યાગ્રહ


👉 મહાડ સત્યાગ્રહ 👇*
*આ સત્યાગ્રહ વિશે ભાગ્યે જ કોઈક જાણે છે.*
*(👉 20- 3 1927 )*
*આજનો દિવસ ભારતીય  ઇતિહાસમાં એક અનેરી ક્રાંતિ લાવનારો દિવસ હતો.એ ક્રાંતિ હતી વંચિત અછુતો ને પીવા ના પાણીનો અધિકાર અપાવવાની. આ સંઘર્ષ માનવીય મુલ્યો અને માનવતાનાં હકો ના રક્ષણ માટે નો હતો.*
*અંગ્રેજી શાસનકાળ મા 1924 મા મહારાષ્ટ્ર ના સમાજ સુધારક શ્રી એસ.કે.બોલેએ બોમ્બે વિધાનસભામાં એક,વિધેયક પસાર કરાવ્યો જેના દ્વારા સરકારા દ્વારા સંચાલિત સંસ્થાઓ અદાલત,વિદ્યાલય, દવાખાના જેવા તમામ સાર્વજનિક સ્થાનો પર અછુતો ના પ્રવેશ તેમજ તેમના ઉપયોગ કરવા દેવાનો આદેશ આપવામાં આવ્યો.પરતુ કોલાબા જિલ્લાના મહાડ ના ચવદાર તળાવમાં  કુતરા-બીલાડા જેવાં પશુઓ પણ પાણી પી શકતા હતા જ્યારે માત્ર અછુતોને પાણી પિવાની મનાઇ હતી. રૂઢિચુસ્ત લોકો તો નગર પાલિકા નો આદેશ પણ માનવા તૈયાર હતા નહીં .ત્યારે આંબેડકરજી ને લાગ્યું કે હવે અધિકારો માગવાનો સમય નથી પણ છીનવી લેવાનો સમય છે .માટે આંબેડકરે એમના સહયોગીઓ સાથે તા 19- 3 - 1927 ના દિવસે મહાડ ના ચવદાર તળાવને મુક્ત્ત કરાવવા માટે સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું હતુંં.*


*👉 લગભગ પાંચ હજાર મહિલા પુરુષ સાથે તેઓએ કૂચ કરી. 20 માર્ચ ની સવારે ડો આંબેડકર ના નેત્રુત્વ માં લગભગ પાંચ હજાર લોકો એકદમ શાંતિપૂર્ણ રીતે તળાવ પર પહોંચ્યાં .સૌ પ્રથમ ડો આંબેડકર તળાવની સીડીઓ ઊતર્યા પાણીને પોતાના હાથમાં લીધું અને પછી તમામ લોકોએ તળાવનું પાણી પીધું .કદાચ આજ અસ્પૃશ્યોની પોતાના અધિકારો માટેની પ્રથમ હુંકાર કે ગર્જના હતી .આ એક પ્રકારનો વિદ્રોહ હતો. સદીઓથી ચાલતી આવતી અમાનવીય સામેનો  ગુલામી અને દાસત્વ ની ભાવનામાંથી અસ્પૃશ્યો ને બહાર કાઢવાની અને તેની ઝંઝીર તોડવાની આ એક શરૂઆત માત્ર હતી.*

*👉 પરંતુ હતપ્રભ બનેલા રૂઢિચુસ્ત હિંદુઓએ ભેગા થયેલા સત્યાગ્રહીઑ પર લાકડીઓ વડે તૂટી પડ્યાં .ઘણાં લોકો ઘાયલ થયાં .પરંતુ ડો આંબેડકરે તેમને સંયમ અને શાંતિ રાખવાની સલાહ આપી ને કહ્યું -આપણે પ્રતિધાત કરીશું નહીં ! રૂઢિચુસ્ત હિન્દીઓ એ અછૂતો ના સ્પર્શ થી તળાવ અપવિત્ર થઈ ગયું છે તેમ માની ને ગૌ મૂત્ર અને છાણા થી તળાવનું શુદ્ધિકરણ કરાવ્યું હતું. ડો.આંબેડકરે ફરી સત્યાગ્રહ કરવાની યોજના બનાવી અને 25 ડિસેમ્બર ના રોજ હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા પણ સત્યાગ્રહ શક્ય બન્યો નહીં. ડો આંબેડકરે લગભગ દસ વર્ષ સુધી મુંબઈ હાઇકોર્ટમાં આના માટે લડાઈ કરી ને અંતે 17- 12 - 1937 ના રોજ કેસ જીતી લીધો તથા તળાવ નું પાણી ફરી સાર્વજનિક ઉપયોગ માટે કરવાનો આદેશ અને તેનો કડક અમલ કરવાનો આદેશ થયો .આ જીત અસ્પૃશ્ય સમાજ માટે એક માઈલસ્ટોન ગણી શકાય એમ હતી*

 *પણ આજે આ લડાઈ  સત્યાગ્રહ ના ઘણાં વર્ષ થયાં હોવા છતાં પરિસ્થિત ઠેરની ઠેર છે. હાલ માં પણ દલિતો પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત માટે વલખે છે .*


20 માર્ચ વિશ્વ ચકલી દિવસ



16 March 2019

15 March 2019

15 મી માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ

🗓 આજે 15 માર્ચ 👉 વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ

🦠 વિશ્વમાં 15 મી માર્ચે દર વર્ષે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ઉજવવામાં આવે છે.

🦠 ગ્રાહકના અધિકારો અને જરૂરિયાતો વિશે વૈશ્વિક જાગરૂકતા વધારવાના પ્રયાસ કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

🦠 આમાં તમામ ગ્રાહકોના અધિકારોનો આદર કરવામાં આવે છે અને સુરક્ષિત છે અને બજારના દુરૂપયોગ અને સામાજિક અન્યાય સામે વિરોધ કરવા જે તે અધિકારો સામે પ્રકાશ પાડે છે.

🦠 વિશ્વ ગ્રાહક અધિકાર દિન ઉજવવાની પ્રમુખ જ્હોન એફ કેનેડીએ પ્રેરણા આપી હતી, જેમણે 15 મી માર્ચ, 1962 ના રોજ યુ.એસ. કૉંગ્રેસને વિશેષ સંદેશ મોકલ્યો હતો, જેમાં તેમણે ઔપચારિક રીતે ઉપભોક્તા અધિકારોના મુદ્દાને સંબોધ્યા હતા.

🦠 તે આમ કરનાર વિશ્વનો પ્રથમ નેતા👨‍💼 હતો. ગ્રાહક ચળવળએ પ્રથમ તારીખ 1983 માં તે તારીખને માન્યતા મળી અને હવે દર વર્ષે તેનો ઉપયોગ મહત્વપૂર્ણ મુદ્દાઓ અને ઝુંબેશો પર કાર્યવાહી કરવા માટે થાય છે.

🤷‍♂ ભારત સરકારનું મહત્વપૂર્ણ સૂત્ર " જાગો ગ્રાહક જાગો "

🤷‍♂ આ વર્ષ ની થીમ 👉 વિશ્વસનીય સ્માર્ટ પ્રોડક્ટ્સ

13 March 2019

UPDATE YOUR MOBILE NO AND MAIL ID IN LIC POLICY

*હવે LIC ની પોલિસી માં આપના મોબાઇલ નંબર અને ઈમેઇલ આઈડી ઉમેરી શકો છો આપના અનુકુળ સમયે અને સ્થળે*

આપના મોબાઇલ કે કોમ્પ્યુટર માં આ લિંક ખોલો⤵️
👉 Link -1

👉 Link -2

▪'Update your contact details' લખેલું બોક્સ ખુલશે.
▪ તેમાં તમારું આખું નામ, જન્મ તારીખ, મોબાઇલ નંબર, ઇમેઇલ આઇ ડી દાખલ કરો.
▪ ડ્રોપ ડાઉન મેનુ માં 'કુલ પોલિસીઓ ની સંખ્યા' (તમારી જેટલી પોલિસીઓ હોય એટલી - ૧/૨/૩/૪... એ પ્રમાણે) સિલેક્ટ કરો.
▪'સબમિટ' બટન પર ક્લિક કરો.
▪તમે એન્ટર કરેલો ડેટા ચેક કરી લો.
▪ તમારી જેટલી પોલિસીઓ અગાઉ જણાવી હોય તેના પોલિસી નંબર એન્ટર કરો.
▪'વેલિડેટ ધ પોલિસી ડિટેઇલ્સ' ઉપર ક્લિક કરો.

LIC કસ્ટમરઝોન પાસે આ વિગતો પહોંચી જશે અને પછી ની કાર્યવાહી ત્યાંથી આપમેળે કરી લેવામાં આવશે.

*તો ઝટપટ નેટ ચાલુ કરો અને આપની ડિટેઇલ્સ LIC ને પહોંચાડો - જેથી ખાસ તો, આપને કોઇ પેમેન્ટ LIC તરફથી ચૂકવવાનું થતું હોય અને એમાં કોઇ બાબત ની જરૂરીયાત ને કારણે બાકી રહી જતું હોય તો LIC ડાયરેક્ટ આપનો સંપર્ક કરી શકે*
Go to online

બ્લોગની અપડેટ મેળવવા વોટ્સઅપ ગ્રુપમાં આજે જ જોડાઓ.


12 March 2019

*🔥GSSSB સચિવાલયના શ્રમ અને રોજગાર વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામકશ્રી, રોજગાર અને તાલીમની કચેરી હસ્‍તકના વિવિધ તાંત્રિક સંવર્ગોની સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંકઃ ૧૬૭/૨૦૧૮૧૯ થી ૧૮૦/૨૦૧૮૧૯ ની વિગતવાર  જાહેરાત*

*🎈ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે .ફોર્મ ભરવા નીચે ક્લિક કરો*

📌Direct Link👇👇👇

👉https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d

9 March 2019

ધોરણ 7-8 ના ગણિત-વિજ્ઞાનના વિડીયો (ન્યૂ અભ્યાસક્રમ)

NCERT નવા કોર્ષના ગણિત અને વિજ્ઞાનના ધોરણ 7- 8 ના વિડીયો સર્વશિક્ષા અભિયાન દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.ધોરણ 7 -8 ના શિક્ષકો અને બાળકો માટે ખૂબ જ મદદરૂપ બની રહેશે.

👉 ગણિત-ધોરણ-7-વિડીયો
👉 ગણિત-ધોરણ-8-વિડીયો
👉 વિજ્ઞાન-ધોરણ-7-વિડીયો
👉 વિજ્ઞાન-ધોરણ-8-વિડીયો

*ગણિત વિજ્ઞાન  ભણાવતા શિક્ષકો તેમજ બાળકો-વાલીઓ સુધી શેર કરો*

25 February 2019

*💥💥પોલીસ કોન્સ્ટેબલ બ્રેકિંગ ન્યૂઝ*
*👉જે મિત્રો પોલીસ ભરતી દોડ માટે જવાના છે કેવું હશે કેવી રેતી દોડવું તેની સંપૂર્ણ માહિતી*
*📌 લોકરક્ષક ની દોડ માં તમને 4 થી 5 માર્ક વધારી દેશે જરૂર જોજો 📌*
*◾️ કાળી લાઈન ને અડવાથી ફાઉલ થશે*
*◾️ સફેદ લાઈન નજીક દોડવાથી ટાઈમ બચશે*
*◾️ લાલ લાઈન ને અડીને દોડવાથી ૧ મિનિટ નો ફેર પડે*
*◾️ સ્ટાર્ટ લાઈન ફિનિશ લાઇન બધુજ એક ફોટામાં*

*👇સંપૂર્ણ મેપ (ફોટો)

23 February 2019

USE FOR INCOME TAX

શિક્ષકો માટે ખાસ :------
મિત્રો
આપણે આખા વર્ષમાં કયા મહિને કેટલો પગાર મળે છે જેની નોંધ રાખતા નથી અને આવે તેટલો પગાર કઈ પણ નોંધ કર્યા વગર વાપરીએ છીએ ત્યારે  છેલ્લે ઇન્કમટેક્સ ની ગણતરી કરી હિસાબ માંડવા બેસીએ ત્યારે કદાચ માથું દુખી જતું હશે નઈ કે ??????😍
ચિંતા ના કરશો.!!!!!!
અહી તમે તમારો બેઝીક પગાર લખશો એટલે એકજ ક્લિક કરી તમારા આખા વર્ષનો પગાર કેલ્ક્યુલેટ કરી શકશો. અહી એક્સેલ ફાઈલ મુકેલ છે જેને તમે ડાઉનલોડ કરી લો.ફક્ત બેઝીક પગાર ,એચ.આર.એ.તેમજ અન્ય મળેલ મોઘવારી કે એરીઅર્સ વગેરે  વિગતો મેન્યુઅલી ભરવાની થશે.

પગારની ગણતરી માટે અહી ક્લિક કરો.

હવે ઉપરનું કામ થઇ જાય એટલે ઇન્કમ ટેક્સ ફોર્મ ભરવા માટે પણ અહી એક ઇન્કમ  ટેક્સ કેલ્ક્યુલેટર ૨૦૧૮-૧૯ મુકવામાં આવ્યું છે.મિત્રો  મે આ  એજ્યુસફર  બ્લોગમાંથી ડાઉનલોડ કરી મુકેલ છે,તેના તમામ હકો એજ્યુસફર બ્લોગના છે.શિક્ષક મિત્રોને  ઉપયોગી  બને એવા આશયથી મેં અહી મુકેલ છે.

ઇન્કમ ટેક્સ કેલ્ક્યુંલેટર ૨૦૧૮-૧૯  માટે અહી દબાવો.

આથી વિશેષ આપ ઓનલાઈન સાઈટ પર જઈ ઈ રીટર્ન ફાઈલ ભરી શકો છો.

ઓનલાઈન સાઈટ માટે અહી ક્લિક કરો.


17 February 2019

વર્ષ 2012 થી 2018 સુધીના તમામ પરિપત્રો

અહીં ટચેબલ પીડીએફ મુકેલ છે જેને ડાઉનલોડ કરી અત્યાર સુધીના તમામ પરિપત્રો મેળવી શકશો.
ડાઈનલોડ કરવા અહીં ક્લિક કરો.

13 February 2019

જાણો પોલીસ કોન્સ્ટેબલ કટ ઓફ મેરીટ


*🔥પોલીસ કોન્સ્ટેબલનું કટ-ઓફ મેરીટ કેટલું રહેશે?🔥*

*💥💥લેખિત પરીક્ષામાં કેટલા માર્ક મેળવનારા ઉમેદવારોએ શારીરિક કસોટીની તૈયારી કરવી જોઈએ જાણો કેટલીક મહત્વની માહિતીઓ જેવીકે....*

👉 *ભાઈઓ અને બહેનોનું મેરીટ કેટલું?*
👉 *હથિયારી, બિનહથિયારી અને જેલ સિપાહીનું મેરીટ કેટલું?*
👉 *જનરલ, SEBC, SC અને ST તમામનું કેરેગરી વાઇઝ મેરીટ કેટલું?*


અહીં વિડીયો દ્વારા સંપૂર્ણ માહિતી જાણવા  ક્લિક કરો.

વાંચો સાપ્તાહિક અને ડેઇલી પ્રસારિત થતા ઇ મેગેઝીન.

7 February 2019

પેટ્રોલ ડીઝલના ભાવ જાણો.

 પેટ્રોલ ડીઝલના ભાવ ગમે ત્યારે બદલાતા આપ જાણો છો પરંતુ કયા કેટલા ભાવનું વેચાણ થાય છે એ જાણવા માટે આ લિંક સેવ કરી રાખો.
આ લિંક દ્વારા જે તે દિવસનો ભાવ જાણી શકશો.

All india today petrol diesel rate. Toch here

31 January 2019

Dr.Babasaheb Ambedkar Open University MA Part 1/2 Hall Ticket Babat

ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટીમાં એમ.એ.પાર્ટ 1અને 2 અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફેબ્રુઆરી 2019મા લેવાનાર પરીક્ષાની હોલિટિકીટ મુકાઈ ગયેલ છે.
પોતાનો રજીસ્ટ્રેશન નંબર લખી ડાઉનલોડ કરી શકશો.
ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

22 January 2019

26 મી જાન્યુઆરી સ્પેશિયલ
ગાંધી ગીતો મારા અવાજ મા આપની સમક્ષ મુકતા હર્ષ અનુભવું છું.આપ સૌ મારા ગીતને લાઈક કરશો .બાળકોને 26 મી જાન્યુઆરીએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગવડાવી દેશપ્રેમ વધારશો.
ગીતો સાંભળવા નીચેની લિંક પર ક્લિક કરશો.

3 January 2019

ભારતના પ્રથમ સ્ત્રી શિક્ષિકા-સાવિત્રીબાઈ ફૂલે

ભારતના પ્રથમ સ્ત્રી શિક્ષિકા સાવિત્રી બાઈ ફૂલે ના જન્મદિવસે તેમને ભારતની નારીઓને શિક્ષણ અપાવવામાં ખૂબ જ મોટો ભાગ ભજવ્યો છે તેમના ચરણોમાં વંદન.
તેમના વિશે અહીંથી વાંચો.