11 December 2017

ચુંટણી સ્પેશીયલ .....

રાજકારણ માં રસ લેતા મિત્રો ને જણાવવાનું કે અતી દિલથી રાજકીય રસ લેવો નહીં.


બધા ભારતીયો ને ચાહવું.

કોઈથી નફરત કરવી નહીં.

ગામમાં સંપ રહે,
સોસાયટી માં સંપ રહે,
કુટુંબ માં સંપ રહે એનુ ધ્યાન રાખવુ.

રાજકીય ઉમેદવાર નું ખેંચવુંનહિ.


બાકી આજે ભાજપ માં છે, અે કાલે કોંગ્રેસ માં જતા રહેશે,
ને જે આજે કોંગ્રેસ માં છે, એ કાલે ભાજપ માં જતા રહેશે.

બહુ દુઃખી થવું નહીં.
જાડી ચામડીના થવું.
ધંધામાં ધ્યાન રાખવું.

કોઈ પક્ષ ને વધારે દેશભક્તિ વાળો સમજી કુદી નો પડવું.

તમારે દેશહિતનાં કાર્યો જાતે કરવા.

👉🏼પાવરચોરી ના કરવી.
👉🏼ટ્રાફિક ના નિયમો પાળવા.
👉🏼ગંદગી ના કરવી.
👉🏼સગા ભાઈને આર્થિક મદદ કરવી.

કોઈને નડવું નહીં.

👉🏼સોસાયટી માં ગાડી નું પાર્કિંગ કોઈને નડે એમ ના કરવું.

👉🏼ગરીબ ફેરિયા પાસે બહુ કસ નો મારવો.

👉🏼ઘરમાં મ્યુનિસિપાલિટી ના નળ નું પાણી બહુ બગાડવું નહીં.

👉🏼તમાકુના માવા ખાઇ ને જ્યાં- ત્યા  થુકવું નહીં.

આવી અનેક  દેશહિત ની સેવા છે જે તમે કરી શકો.

બાકી ટીવી ના ડિબેટ માં દેશહિત મા જે મુદ્દા ઉપાડે તે સાંભળવામાં સમય બગાડવો નહીં

અને

મોટેથી  ટીવી નો અવાજ કરી ઘરમાં પત્ની બાળકો માતાપિતા ને ખલેલ પહોંચાડવી નહીં તેમજ રાજકીય લોકોના મેસેજ વોટ્સઅેપ માં ફોરવર્ડ કરી સામાં નો  સમય બગાડવો નહીં.


આ બધી દેશસેવા જ છે.



મતદાન કરજો પણ કોઈની સાથે સંબંધ બગાડતા નહીં.

વિચારવા  જેવુ ખરુ કે નહી???


હા... પણ મારા વાલાઓ ......14 મી તારીખે મતદાન  કરવા જરુર જજો,કારણ કે એ આપણી  નૈતિક ફરજ છે હો...............................

જ્ઞાન વધારો


🔷 ભારતના વડાપ્રધાનો કાર્યકાળ પ્રમાણે નામ યાદ રાખવાની રીત
🔶 ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યકાળ પ્રમાણે નામ યાદ રાખવાની રીત
🔷 હોકી સાથે સંકલાયેલ ટ્રોફી અને કપની માહિતી યાદ રાખવાની રીત
🔶 ક્રિકેટ સાથે સંકલાયેલ ટ્રોફી અને કપની માહિતી યાદ રાખવાની રીત
🔷 ક્યાં ક્યાં દેશનું ચલણી નાણું ડોલર છે તે યાદ રાખવાની રીત.
🔶 ક્યાં ક્યાં દેશનું ચલણી નાણું રૂપિયો  છે તે યાદ રાખવાની રીત.
🔷 ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વના સૌથી મોટા દેશ યાદ રાખવાની રીત
🔶 બંગાળની ખાડીમાં પડતી ભારતની નદીના નામ યાદ રાખવાની રીત
🔷 ખંભાતની ખાડીમાં પડતી ભારતની નદીના નામ યાદ રાખવાની રીત
🔶 પ્રશાંત મહાસાગરમાં પડતી ભારતની નદીના નામ યાદ રાખવાની રીત
🔷 વિજ્ઞાનની અદિશ રાશિ ના નામ યાદ રાખવાની રીત
🔶 વિજ્ઞાનની સદિશ રાશિ ના નામ યાદ રાખવાની રીત
🔷 G-8 સમિટ ના સદસ્ય દેશ
🔶 Opec (ઓપેક) ના સંસ્થાપક દેશ
🔷 વિટામિન abcdek ના રાસાયણિક નામ યાદ રાખવાની રીત
🔶 એ વ્યક્તિઑ જે રાષ્ટ્રપતિ સાથે ઉપરાષ્ટ્રપતિ પણ રહી ચૂક્યા છે યાદ રાખવાની રીત
🔷 મહત્વની તારીખ યાદ રાખવાની રીત
                                                                   tuch me

શું તમે જાણો છે કે તમારો આધાર નંબર કયાં-કયાં યુઝ થઈ રહ્યો છે...

ધોરણ 3 થી 8 ના તમામ વિષયના નિબંધની સુપર ફાઇલ


 આપણી શાળામાં બાળકોને નિબંધ લેખન કરાવવા માટે ખુબ જ ઉપયોગી પીડીએફ ફાઇલ
શાળાના શિક્ષકો તથા બાળકો માટે ખુબ જ ઉપયોગી નિબંધ લેખનની ફાઇલ ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરો.https://drive.google.com/file/d/1UlIkEtXF6yjo9YXkqXROQH6GBLEuCfBa/view?usp=sharing

2 December 2017



⇛વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચમી ગ્લોબલ સાયબર સ્પેસ કોન્ફરન્સનું ઉદઘાટન કરવાની સાથે યુનિફાઈડ મોબાઈલ એપ્લીકેશન ફોર ન્યુ-એજ ગવર્નેન્સ (ઉમંગ)નો પણ આરંભ કર્યો છે. દેશવાસીઓને આ એપ ઘેરબેઠા 100 કરતાં વધારે કામ આટોપી લેવામાં મદદ કરશે.


⇛પાનકાર્ડ બનાવવા થી લઇ ને ગેસનું બુકીંગ કરાવવા સુધીના અલગ અલગ 100 કામો કરશે આ ઉમંગ એપ
▶ જુઓ કયા કયા કરશે કામો ડિટેલ મા માહિતી
CLICK HERE

DOWNLOAD APP
⇛ચૂંટણી મતદારયાદી માં તમારો ક્રમાંક ભાગ નંબર જાણો.
તમારા ઘરના સભ્યો, સગા સંબંધી નું નામ મતદારયાદીમાં છે કે નહીં ચેક કરો.
👉 સાવ સરળ રીતે
click here

⇒પંચમહાલ શિક્ષકોની તાલીમના વિકલ્પ બાબત પરિપત્ર તારીખ 27-11-2017
tuch here

⇒प्राथमिक शाळाओ ना वर्ष- 2018-19 ना पाठ्यपुस्तक नी माहिती बाबत नियामक श्री नो परिपत्र तारीख- 1-12-2017 तमाम शिक्षकों ने वांचवालायक
page-1
page-2

⇒ફોન પર જોતા વિડીયો ડાયરેક્ટ TV  સાથે કનેક્ટ કરો TV પર દેખાશે ફોનની ફૂલ ડિસ્પ્લે, 3 સ્ટેપ ફોલો કરીને કરો
divya bhasksr news report


PDF માંથી JPG, DOC, PPT, XLS

JPG, DOC, PPT, XLS માંથી PDF

બે PDF ફાઈલ ને મર્જ કરો

PDF ના ઘણા પેજને અલગ કરો

✔આ બધુ કઈ રીતે કરશો?
અહિ જુઓ.

6 November 2017


દોસ્તો,
રજાઓ પુરી ..
તહેવારો પુરા ..
🌻
ફરીથી આપણી દુનિયામાં,
આપણી મનગમતી શાળામાં.
🌻
વહાલા ભુલકાઓની વચ્ચે સંભળાશે..
સાહેબ, કેવી રહી દિવાળી?
🌻
એ જ દિનચર્યા,
એ જ દૈનિક નોંધ અને પત્રકો.
🌻
આ બધા વચ્ચે પણ,
શાળાઓ જીવંત થશે બાળકોના ખિલખિલાટથી..
🌻
વર્ગો બોલી ઉઠશે,
Happy new year..
🎉
ચાલો થોડા સકારાત્મક વિચાર સાથે,
થોડા સાચા પ્યાર સાથે,
સ્વાર્થ વગરના સ્માઈલ  સાથે,
થોડું ગમતું  કરવાંની ઈચ્છા સાથે, આપસના ભાવ સાથે,
કરીએ નવી શરૂઆત.
🌸
સૌને નવા શૈક્ષણિક સત્રની શરૂઆતની શુભેચ્છા.




માળી કહે માલણને...

સાંભળ એ માલણ,ગોતી દે એવું ફુલ તું;
જે તારા ચહેરાની જેમ કરમાય નહી. !! 💐💐
માલણ પણ નિકળી ગજજબની !!
કરમાયના કદી ફૂલડા; એવો બગીચો છે અહીં પાસમાં,
હંમેશા ખીલતા ને મહેકતા;મે ફૂલડા જોયા છે નિશાળમાં !!!!


 દ્વિતીય શેક્ષણિક સત્ર માટે આપ સૌને અભિનંદન....દ્વિતીય સત્ર ખૂબ આનંદદાયક રહે અને વિધાર્થીઓના , સંસ્થાના ઉત્તરોત્તર વિકાસ માટે વધુ પ્રયત્નશીલ બનીએ એજ મંગલભાવના સાથે....દ્વિતીય સત્ર માટે પુનઃ શુભેચ્છાઓ...

ઋતુચક્ર વિશે આટલુ જાણો


2 October 2017

USEFULL FOR PRIMARY SCHOOL STUDENTS -DIWALI HOME WORK

धोरण-1-2 दिवाली वेकेशन गृहकार्य नमूनों ⤵⤵
https://drive.google.com/file/d/0B8OX06shhDw3bFdoazg3MGRwZDg/view?usp=sharing


धोरण-3 दिवाली वेकेशन गृहकार्य नमूनों ⤵⤵
https://drive.google.com/file/d/0B8OX06shhDw3NzBOYUdVR2U3aUk/view?usp=sharing


धोरण-4 दिवाली वेकेशन गृहकार्य नमूनों ⤵⤵
https://drive.google.com/file/d/0B8OX06shhDw3RVB1bHUwaHRvVHM/view?usp=sharing


धोरण-5 दिवाली वेकेशन गृहकार्य नमूनों ⤵⤵
https://drive.google.com/file/d/0B8OX06shhDw3cXV4dEx0WWdwOVE/view?usp=sharing


धोरण-6-7-8 दिवाली वेकेशन गृहकार्य नमूनों ⤵⤵
https://drive.google.com/file/d/0B8OX06shhDw3WXBkNUpBenIzUnM/view?usp=sharing

2 OCTOBER -GANDHI JAYANTI

23 September 2017

ધોરણ 1 થી 10 માટેના ગુજરાતી માં દરેક પાઠની સમજુતી સાથે નાં વિડિઓ આપ ખુબજ સારી ક્વોલિટી મા ઓનલાઈન જોઈ શકશો. ધોરણ 1 થી 10 માટેના ગુજરાતી માં દરેક પાઠની સમજુતી સાથે નાં વિડિઓ આપ ખુબજ સારી ક્વોલિટી મા ઓનલાઈન જોઈ શકશો. . http://www.umiyajicomputer.com/learnvita-com-gujarat-educational-videos/

આપને અહિ આપેલ ઉમિયાજી કોમ્પ્યુટરની વેબસાઇટ પર જઇને માર્ગદર્શન મુજબ લોગીન થઇને ધોરણ અને પાઠ વાઈઝ બાળકો ને બતાવી શકશો.
આભાર


પંચમહાલ-પ્રાથમિક શાળાઓ માટે સત્રાંત પરીક્ષા-ઓક્ટોબર 2017 કાર્યક્રમ 



📂 પ્રાથમિક શાળા પ્રથમ સેમ પરીક્ષા Pdf ફાઈલ 2017 By Sujay Patel
📂 પ્રથમ પરીક્ષા 2017 માટે ઉપયોગી ફાઈલ
Download Here


🚸 जीवन शिक्षण 1998 थी 2017 सुधीना डाउनलोड करो
Open this link

🏨 પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મધ્યમ વર્ગ ના લોકોને ઘર ખરીદવા માટે લોન પર રૂ.2 લાખ 60 હજાર સૂધીની સબસીડી આપવામાં આવે છે.

👉 તમારી વાર્ષીક આવક રૂ. 12 લાખ થી ઓછી હોય તો લોન પર 4 % સબસીડી આપવામાં આવે છે.

👉 રૂ. 12 લાખથી વધૂ આવક ધરાવતા લોકો માટે 3 % સબસીડી આપવામાં આવે છે.

💥 આ યોજના નો લાભ 31 માર્ચ  2019 સૂધી મળી શકસે.

⤵ આ યોજનાની સંપૂર્ણ વીગતો
Read News Report


5 September 2017

VANDE GUJAJRAT CHANNEL PAR RAJU THATA KARYAKRAM NO SIDULE JOVA LINK PAR CLICK KARO
શિક્ષકદિનની શુભકામનાઓ.....

આ જગતમાં ત્રણ જણ આગળ મારું મસ્તક નમે છે:
શિક્ષક, સૈનિક અને ખેડૂત.

શિક્ષકો પ્રત્યે મને હંમેશા પક્ષપાત રહ્યો છે. શિક્ષકો આ દેશની ધરોહર છે. દેશનું ભાવિ ઘડનારા છે.
આવનારો સમાજ કેવો હશે, તેનો આધાર શિક્ષકો ઉપર હોય છે. શિક્ષકની અવગણના કોઈપણ દેશને પરવડે તેમ નથી.

ડૉકટર , ઇજનેર , એડવોકેટ , વેપારી , નેતા કે અભિનેતા બનવાના દસ કારણો હશે તો , શિક્ષક બનવાના એક હજાર કારણો છે.

શિક્ષકના વ્યવસાયની એક આભા અને ગરિમા છે. તેને જાળવવાની અને પ્રજ્વલિત રાખવાની જવાબદારી શિક્ષકોના ખભે રહેલી છે.

શિક્ષકના વ્યવસાયને રોશન કરનારાં , પ્રયોગશીલ શિક્ષકોને હું આજના દિવસે ( શિક્ષક દિને ) નમન કરું છું.

વિદ્યાર્થી ના જીવનમાં ઉતસાહ અને સાહસને સંસ્કારિત કરનારા શિક્ષકો ખરેખર અભિનઁદનને પાત્ર છે.
હું દ્રઢ પણે માનું છું કે કોઈપણ સમાજનો વિકાસ નિષ્ઠાવાન શિક્ષક વિના શક્ય જ નથી...

2 September 2017

ચિરંજીવી બનો..............જાણો ......અને .....માણો.

ઘઉં ખાવાથી શરીર ફૂલે , 'ને જવ ખાવાથી ઝૂલે ;
 મગ ને ચોખા ના ભૂલે , તો બુદ્ધિના બારણા ખુલે ...

-ઘઉં તો પરદેશી જાણું , જવ તો છે દેશી ખાણું ;
 મગ ની દાળ ને ચોખા મળે , તો લાંબુ જીવી જાણું ...

-ગાયના ઘી માં રસોઈ રાંધો , તો શરીરનો મજબૂત બાંધો ;
 'ને તલના તેલની માલીશ થી , દુઃખે નહિ એકે ય સાંધો ...

-ગાયનુ ઘી છે પીળું સોનુ , 'ને મલાઈ નું ઘી ચાંદી ;
 હવે વનસ્પતિ ઘી ખાઈને , થાય સારી દુનિયા માંદી ...

-મગ કહે હું લીલો દાણો , 'ને મારે માથે ચાંદું ;
 બે ચાર મહિના મને ખાય , તો માણસ ઉઠાડું માંદું ...

-ચણો કહે હું ખરબચડો , મારો પીળો રંગ જણાય ;
 જો રોજ પલાળી મને ખાય , તો ઘોડા જેવા થવાય ...

-રસોઈ રાંધે જો પીત્તળમાં , 'ને પાણી ઉકાળે તાંબુ ;
 જો ભોજન કરે કાંસામાં , તો જીવન માણે લાબું ...

-ઘર ઘર માં રોગના ખાટ્લા , 'ને દવાખાના માં બાટલા ;
 ફ્રીજ ના ઠંડા પાણી પીને , ભૂલી ગયા છે માટલા ...

-પૂર્વે ઓશીકે વિદ્યા મળે , દક્ષિણે ધન કમાય ;
 પશ્ચિમે ચિંતા ઉપજે , 'ને ઉત્રરે હાનિ થાય ...

-ઊંધો સુવે તે અભાગ્યો , ચતો સુવે તે રોગી ;
 ડાબે તો સૌ કોઈ સુવે , જમણે સુવે તે યોગી ...

-આહાર એ જ ઔષધ છે , ત્યાં દવાનુ શું કામ ;
 આહાર વિહાર અજ્ઞાનથી , દવાખાના થાય છે જામ ...

-રાત્રે વહેલા જે સુવે , વહેલા ઉઠે તે વીર ;
 બળ બુદિધ ને તન વધે સુખ માં રહે શરીર
🍏🍎🍐🍊🍋🍋🍌🍉🍉🍇🍓🍈🍒🍑🍍🍅🌽Stay  Healthy.
TEACHER ONLINE BADALI
JILLAFER, AANTRIK, ARAS PARAS ALL DITAIL.

notificastion here


ઓનલાઈન બદલી ફોર્મ કેમ ભરવુ અને કઈ કઈ માહિતી સબમીટ કરવી તેની સ્ટેપ by સ્ટેપ માહિતી આપતી Pdf ફાઈલ 

29 August 2017

Gunotsav7 teacher grade n School students grade /Result

સર્વ શિક્ષા અભિયાન (એસ.એસ.એ)
  • સર્વ શિક્ષા અભિયાન (એસ.એસ..એ), ગુજરાત રાજ્ય પ્રારંભિક શિક્ષણ પરિષદ દ્વારા અમલમા મુકાયેલ પરિયોજના છે.
  • સર્વ શિક્ષા અભિયાન ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમા પ્રારંભિક શિક્ષણના સાવત્રીકરણ માટેનો કાર્યક્રમ (UEE) છે. જે ભારતના બંધારણીય નિયમ ન.૮૬ ની જોગવાઈ અનુસાર સમય મર્યાદાને આધીન થઇને ૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ આપવા માટે નિમાયેલ અભિગમ છે.
  • આ કાર્યક્રમ હેઠળની મુખ્ય પ્રવૃત્તિઓ જેવીકે નવી શાળાઓનું બાંધકામ કરવું, શાળામા સુધારાના કામ કરવા જેવા કે નવા વર્ગખંડનું નિર્માણ કરવું, શૌચાલય, પાણીની વ્યવસ્થા તથા શાળાની સમારકામ માટેની ગ્રાન્ટ ફાળવવી જેવી જવાબદારીઓ પૂર્ણ કરવા બંધાયેલ છે.
  • આ ઉપરાંત અપૂરતા શિક્ષકની સંખ્યામા નવા શિક્ષકોની નિમણુંક કરી વર્તમાન શિક્ષકોને તાલીમ આપી શિક્ષણ વ્યવસ્થા વધારે મજબુત કરવી, શ્રેષ્ટ શિક્ષણ સામગ્રી વિકસાવવી, તથા ક્લસ્ટર, બ્લોક અને જીલ્લા લેવલમા પ્રસ્થાપિત કરી જીલ્લા સ્તરે શૈક્ષણિક માળખાને મજબુત કરવા માટેનું યોગદાન આપવાનો છે.
  • એસ.એસ.એ. જીવન કૌશલ્ય સહીતનું ગુણવત્તા વાળું પ્રારંભિક શિક્ષણ આપવા માંગે છે. આ સાથે કન્યા શિક્ષણને ઉત્તેજન આપવા તથા શાળા બહારના અથવા તો અલગ તરી આવતા બાળકો ઉપર ખાસ ધ્યાન આપી તેઓને કમ્પ્યુટરનું જ્ઞાન આપી આજની જીવનશૈલીને સમકક્ષ બનાવવા માંગે છે.

13 August 2017

જોડણીના સામાન્ય નિયમો!

જોડણીના સામાન્ય નિયમો!

  
સામાન્ય રીતે બધા જ વિદ્યાર્થીઓ જોડણી કરતી વખતે દ્વિધા અનુભવતા હોય છે. ખાસ કરીને હ્રસ્વ ઇ – િ તથા દીર્ઘ ઈ – ી, તેમજ હ્રસ્વ ઉ – ુ તથા દીર્ઘ ઊ- ૂ, તેમજ અનુસ્વાર ‘ં’ તથા જોડાક્ષર. 

આ બધી બાબતો જો સરળતાથી સમજાય તો ભૂલો થવાની સંભાવના બહુ ઓછી રહે છે. અને તેથી જ અહીં જોડણીના કેટલાક સામાન્ય નિયમો આપેલ છે. જે માત્ર વિદ્યાર્થીઓને જ નહીં પણ તેના વાલીઓને પણ ઉપયોગી થઈ શકશે. 

1)   ‘ત્રિ’ થી શરૂ થતા શબ્દમાં હ્રસ્વ ‘ઇ’ િ ની માત્રા કરવી.

 દા.ત. ત્રિફળા, ત્રિશુળ, ત્રિશંકુ, ત્રિરંગો, ત્રિરાશિ વગેરે... 

2)  ‘પ્રિ’ થી શરૂ થતાં શબ્દમાં હ્રસ્વ ‘ઇ’ િ ની માત્રા કરવી.

 દા.ત. પ્રિન્ટ, પ્રિન્સ, પ્રિય વગેરે...

3)   બંને અક્ષર ઈ કાર વાળા શબ્દમાં પ્રથમ અક્ષરમાં  દીર્ઘ ‘ઈ’-ી તથા બીજા અક્ષરમાં હ્રસ્વ 'ઇ'– િ ની માત્ર કરવી.

દા.ત. રીતિ, પ્રીતિ, ભીતિ, ગીતિ, કીર્તિ, શ્રીતિ વગેરે... 

4)   ‘ઇત' પ્રત્યે વાળા શબ્દોમાં હ્રસ્વ ઇ – િ ની માત્ર કરવી 

દા.ત.  પ્રેરિત, પ્રોત્સાહિત, ઉત્સાહિત, કલંકિત,ઇચ્છિત.વગેરે.... 

   પ) શબ્દના અંતે ‘ઈક’ લાગે ત્યારે તેવા  શબ્દોમાં પણ હ્રસ્વ ‘ઇ' –િ ની માત્ર કરવી. 

દા.ત. સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, આધ્યાત્મિક,વૈવાહિક, પૌરાણિક, ઔપચારિક, નૈતિક, પ્રમાણિક,દૈનિક, ભૌગોલિક, વૈજ્ઞાનિક, પારંપારિક, વૈશ્વિક,ઈસ્લામિક, પ્રસ્તાવિક વગેરે... 

   ૬) ‘ઈયા' પ્રત્યેય લાગેલા શબ્દોમાં હ્રસ્વ ઇ – િ ની માત્ર કરવી

        દા.ત. દરિયા, રૂપિયા, વાણિયા, કડિયા,ગાંઠિયા, ઘડિયાળ, કાઠીયાવાડ, પટોળિયા વગેરે... 

૭) શબ્દાંતે ‘ઇય’ વાળા શબ્દોમાં દીર્ઘ ‘ઈ’- ી ની માત્રા કરવી. 

દા.ત. રાજકીય, રાષ્ટ્રીય, વિદ્યાકીય, માનનીય,આદરણીય, નાટકીય, ભારતીય, ભાષાકીય,સંચાલકીય, શાળાકીય, નાણાકીય વગેરે...

૮) આ ઉપરાંત બંને ‘ઇ’ હ્રસ્વ થતા હોય તેવા કેટલાક શબ્દો જોઈએ તો ...

સ્થિતિ, તિથિ, ટિકિટ, ગિરિ, મિતિ, ભૂમિતિ, સમિતિ 

 

(૯) શબ્દમાં આવતા ‘(રેફ) પૂર્વે ‘ઈ-ઊ’ દીર્ઘ હોય છે.
કીર્તન, તીર્થ, જીર્ણ, મૂર્તિ, સ્ફૂર્તિ, ચૂર્ણ, સૂર્ય, સંપૂર્ણ,કીર્તિ, દીર્ઘ, શીર્ષક, આશીર્વાદ, ઈર્ષા, ઊર્ધ્વ, ઊર્મિ,મૂર્ચ્છા, ધૂર્ત, મૂર્ખ, ઊર્જા, પૂર્ણિમા, પ્રકીર્ણ.
અપવાદ – ઉર્વશી 

(૧૦) ‘ય’ પહેલાં આવતો ‘ઇ’ હ્રસ્વ થાય છે.
ક્રિયા, સક્રિય, નિષ્ક્રિય, પ્રિય, નિયામક, ક્ષત્રિય,ઇંદ્રિય, હોશિયાર, કાઠિયાવાડ, ખાસિયત, મિયાં,એશિયા, દરિયો, રશિયા, ઓશિયાળું, કજિયો,ખડિયો, ચડિયાતું, રેંટિયો, કરિયાતું, પિયર, દિયર,નાળિયેર, ફેરિયો. 

(૧૧) શબ્દના છેડે આવતા ‘ઈશ’, ‘ઈન્દ્ર’માં દીર્ઘ ‘ઈ’કરવામાં આવે છે.
અવનીશ, જગદીશ, ગિરીશ, રજનીશમ સત્તાધીશ,ન્યાયાધીશ, યોગેન્દ્ર, ભોગીન્દ્ર, રવીન્દ્ર, હરીન્દ્ર, મુનીન્દ્ર.

(૧૨) નીચેના શબ્દોનાં નારીજાતિના રૂપમાં હ્રસ્વ ‘ઇ’આઅવે છે.
તપસ્વી-તપસ્વિની, વિદ્યાર્થી-વિદ્યાર્થિની, યોગિ-યોગિની, માયાવી-માયાવિની, તપસ્વી-તપસ્વિની,સુહાસિની, મોહિની, વિનોદિની, ગૃહિણી, વિલાસિની,હેમાંગિની, મૃણાલિની, વીણાવાદિની, સરોજિની,નંદિની, પદ્મિની. 

(૧૩) નીચેના શબ્દોમાં નામવાચક પ્રત્યય ‘તા’ કે ‘ત્વ’લગાડાતાં અંતે આવતો દીર્ઘ ‘ઈ’ હ્રસ્વ થાય છે.
દા.ત. ઉપયોગી-ઉપયોગિતા, તેજસ્વી-તેજસ્વિતા,સ્વામી-સ્વામિત્વ, ઓજસ્વી-ઓજસ્વિતા. 

(૧૪) શબ્દમાં જોડાક્ષર પહેલાંના ઇ, ઉ હ્રસ્વ હોય છે. જેમ કે - 
દા.ત. શિષ્ય, ભિસ્તી, મુક્કો, દિવ્યા, ઉત્સાહ, રુદ્ર,લુચ્ચો, ક્લિષ્ટ, પરિશિષ્ટ, હુલ્લડ, જુસ્સો,ખિસ્સાકોશ, સિક્કો, કિસ્મત, દુશ્મન, તુક્કો, પુત્ર,પુષ્પ, સમુદ્ર, શુક્ર, શુદ્ધ, બુદ્ધ, અનિષ્ટ, મુક્ત, પુષ્કળ,મનુષ્ય, ઉત્સાહ, દુષ્ટ, મિત્ર, વિશ્વ, વિષ્ણુ, ચિત્ર,વિદ્યુત, વિદ્યા, ઇચ્છા, પવિત્ર, સંક્ષિપ્ત, સંદિગ્ધ.
અપવાદ : તીવ્ર, શીઘ્ર, ગ્રીષ્મ, ભીષ્મ, સૂક્ષ્મ, સૂત્ર,શૂન્ય, મૂલ્ય, દીક્ષા.

(૧૫) નીચેની જગ્યાએ અનુસ્વાર મુકાય છે.
 હું અને તું, મેં, તેં, સર્વનામમાં-
 બોલું, લખું તેવા ક્રિયાપદોમાં-
 બોલવું, વાંચવું તેવા ક્રિયાપદોમાં-
 પોતાનું, રાજાનું, મીનાનું, ઘોડાનું શ્યામનું, વગેરેમાં.... 
 ઘરમાં, નદીમાં, શાળામાં –‘આમાં’ ‘ઓલામાં’‘પેલામાં’ એમ સ્થાન દર્શાવે તે અધિકરણ વિભક્તિમાં જ અનુસ્વાર આવે માતા માટે ‘મા’ વપરાય તેમાં નહીં.
 ખાતું, પીતું, લખતું, જ્યાં, ત્યાં, ક્યાં… વગેરેમાં અનુસ્વાર આવે.

23 July 2017

મતદાર નોંધણી ઝુંબેશ

મતદાર નોંધણી ઝુંબેશ

->૧૮ વષૅ પૂણૅ થયા હોય તેવા નવા મતદારો નોંધાવી શકાશે

->મતદાર યાદી માં નામ-સરનામાં માં સુધારો કરવા

તા-૨૩-૭-૧૭ ને રવિવાર

સમય::- સવારે ૧૦ થી સાંજના ૬ સુધી

સ્થળ::- તમે જે સ્કૂલમાં મતદાન કરો છો તે સ્કૂલ

નોંધ :::- આપનું ત્થા આપના પરિવાર ના સભ્યો ના નામ મતદારયાદી માં છે કે નહીં તે પણ ચકાસી લેશો

મતદારયાદી સુધારણા કાર્યક્રમ

તા. 01/7/17 થી 31/7/17 સુધીનો છે. જેને 18 વર્ષ પુર્ણ થયા હોય તેઓ માટે...

ખાસ.
નીચે મુજબ ના ફોર્મ ભરવા:
ફોર્મ 6 નવું નામ દાખલ કરવા
ફોર્મ 7 નામ કમી કરવા
ફોર્મ 8 'અ' નામ સુધારવા
ફોર્મ 8 'ક' એક ભાગ માંથી બીજા ભાગ માં લઇ જવા.
વિસ્તાર ના મતદાન મથક કેન્દ્ર પર

પુરાવા -
1.જન્મતારીખનો પુરાવો ,એલ.સી, જન્મ પુરાવો
2. રહેઠાણનો પુરાવો (લાઈટબીલ)
3. પાસપોર્ટ સાઈઝનો ફોટો
આ માહિતી ખાસ યુવાન મિત્રો સુધી પોહચાડી માહિતગાર
 કરશો..

એક સુન્દર લેખ..એક વૃધ સ્ત્રીએ કેશિયર ને ભણાવ્યો બરોબર નો પાઠ..

એક વૃધ સ્ત્રીએ કેશિયર ને ભણાવ્યો બરોબર નો પાઠ..

       એક વૃધ્ધ સ્ત્રીએ પોતાનું એ.ટી.એમ કાર્ડ બેન્કની કેશિયર સમક્ષ ધરીને કહ્યું,  મારે રૂ.૫૦૦ ઉપાડવા છે. ફરજ બજાવતી કેશિયરે કહ્યું,  રૂ.૫૦૦૦થી ઓછી રકમ માટે એ.ટી.એમ વાપરો.

        વૃધ્ધ સ્ત્રીએ પૂછયું, કેમ ? બેંકની કેશિયર હવે છંછેડાઈ. તે બોલી,  કેમકે આ જ નિયમ છે. મહેરબાનીને કરીને જો હવે આપને બીજું કઈ કામ ન હોય તો અહીંથી જઇ શકો છો, તમારી પાછળ લોકોની એક લાંબી લાઈન છે.  આટલું કહી તેણે કાર્ડ વૃધ્ધ સ્ત્રીને પરત કર્યું.

      વૃધ્ધ સ્ત્રી થોડી પળો માટે ચૂપ રહીને પેલી કર્મચારીને કહેવા લાગી,  મારે મારાં ખાતાંમાંથી બધા જ પૈસા ઉપાડી લેવા છે..શું તમે મને સહાય કરી શકો !

     જયારે કેશિયરે વૃધ્ધ સ્ત્રીના ખાતામાંની રકમ જોઈ તો તે અચંબો પામી ગઈ. થોડું ઝૂકી, માથું ધુણાવી તેણે કહ્યું, માફ કરશો બા, પણ તમારા ખાતાંમાં તો સાડા ત્રણ કરોડ રૂપિયા છે ! અને હાલ બેંક તમને તમારા પૈસા આપી શકે તેટલું બેલેન્સ નથી. શું તમે કાલે ફરી એક વાર જાણ કરીને આવી શકશો ?

       વૃધ્ધ સ્ત્રીએ કહ્યું,  હાલ હું કેટલી રકમ ઉપાડી શકું તેમ છું ? કેશિયરે જણાવ્યું , તમે ત્રણ લાખ સુધીની કોઈપણ રકમ ઉપાડી શકો છો.

      વૃધ્ધ સ્ત્રીએ કેશિયરને પોતે ત્રણ લાખ ઉપાડવા ઈચ્છે છે તેમ કહ્યું. કેશિયરે બને તેટલી જલ્દી રકમ ઉપાડી વૃધ્ધ સ્ત્રીને નમ્રતાપૂર્વક સોંપી. વૃધ્ધ સ્ત્રીએ એમાંથી ફક્ત રૂ.૫૦૦ પોતાની થેલીમાં મૂકીને બાકીના રૂ. ૨,૯૯,૫૦૦ ફરી પોતાના ખાતામાં જમા કરવા કહ્યું. કેશિયર દિગ્મૂઢ બની ગઈ.

     કહેવાનું તાત્પર્ય એ છે કે નીતિનિયમોમાં ભલે ફેરફાર થઇ શકતો નથી પણ આપણે પરિસ્થિતિ અનુસાર અને માનવતા સહજ થોડી બાંધછોડ ચોક્કસ કરી શકીએ.

    કોઈ પણ માણસને તેના બાહ્ય દેખાવ કે પહેરવેશનાં આધારે મૂલવવો જોઈએ નહીં. ઉલટું દરેક સાથે સભ્યતાથી વર્તવું જોઈએ.

    જેમ કોઈ પુસ્તક તેની ઉપરની છાપથી સમજી શકાતું નથી તેમ માણસને પણ તેની બાહ્ય રૂપરેખાથી કઈ પણ ધરી લેવો, એક ઉતાવળું અને ભૂલ ભરેલું પગલું બની શકે છે.

જે છોકરીઓ ટૂંકા વસ્ત્રો પહેરે એ છોકરીઓને એક વડીલ તરફથી સમર્પિત



એક દીકરીને તેના પિતાએ એક આઈફોન ભેટ આપે છે....

બીજા દીવસે પિતાએ
દીકરીને  પૂછ્યું....
તને આઈફોન દીધા પછી સર્વ પ્રથમ તે શુ કર્યું...????

દીકરી:-મે સ્ક્રિન ગાર્ડ અને કવર લીધું...

પિતા:- તને આવુ કરવા માટે કોઈયે બળજબરી કરી હતી....????

દીકરી:- નહી... કોઈયે નહી....

પિતા:- તને એવુ નથી લાગતુ કે તુ આઈફોન કંપનીના નિર્માતાનું કર્યું છે....

દીકરી:- ના..પપ્પા..
ઉલટાનુ તેમણેજ અને કવર લગાવવાની સલાહ આપી......

પિતા:- તો પછી આઈફોન ખરાબ દેખાતો હશે માટે કવર લીધુ..?????

દીકરી:- નહી.... ફોન ખરાબ ન થાય માટે મેં લગાડ્યું પપ્પા....

પિતા:- કવર લગાડ્યા પછી આઈફોનના સુંદરતામા કાય ઉણપ આવી એવુ તને નથી લાગતું....?????

દીકરી:- નહી.. પપ્પા ઉલટાનુ કવર લગાડવાથી આઈફોન વધુ સુંદર લાગે છે...

પિતાએ દીકરી સામે પ્રેમથી જોયુ ...અને માથે હાથ ફેરવીને કહ્યુ... બેટા (દીકરી) એ આઈફોન કરતા......  સુંદર....તારૂ શરીર છે...
અને તુ..તો...અમારા ઘરની  ઈજ્જત છે....
અમારૂ ઘરેણું છે...
તુ પોતે જો અંગ સુંદર વસ્ત્રોથી ઢાકીશ તો તું હજુ સુંદર દેખાઈશ....
તારૂ સૌંદર્ય હજુ ભરપૂર ખીલશે....!!!

દીકરી પાસે આનો કોઈ જવાબ ન હતો.....
હતા તો ફક્ત આંખમાથી આશુઓ...


દીકરીઓ એ સુંદર તેમજ ફેશનેબલ કપડાં જરૂર પહેરવા....
પણ તેમાંથી તમારા સૌંદર્યના,....તમારા...
તેમજ તમારા માતપિતાના....અને ભારતીય સંસ્કૃતિનું અપમાન ન થાય તેનુ જરૂર ધ્યાન રાખવુ...!!!

કડવુ સત્ય

બધા શિક્ષકોએ વાંચવા જેવું :

શિક્ષક : જુઓ બાળકો...

આપણે ચિત્ર સ્પર્ધા કરવાની છે... 

વિષય છે...

બાળક : પણ સાહેબ મારે તો મોર દોરવો છે...!!!

શિક્ષક : મોર - બોર નહિ પણ મેં કહ્યું એ જ દોરવાનું...

અત્યારે ઉજવણી કયા કાર્યક્રમની છે...?

અને હા બાળકો તમારે વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેવાનો છે...

બે - બે હોશિયાર વિદ્યાર્થીઓએ અલગ - અલગ દેશ નેતાઓના નિબંધ તૈયાર કરી જ નાખવાના કારણ કે આવી ઉજવણીઓ તો ચાલુ જ રહેવાની... 

કામ લાગે...

અને હા આધારકાર્ડ ના નીકળ્યું હોય તેવા કેટલાં...?

જેની પાસે હોય તે એક ઝેરોક્ષ બેંકમાં આપી આવજો...

ફોનની ઘંટડી રણકે છે... 

સામે છેડે...

અરે ભાઈ તમે હાલ જ આવીને *BLO*નું મટીરીયલ લઇ જાઓ...

અરજન્ટ છે...

શિક્ષક : પણ સાહેબ પરીક્ષા આવે છે...

ભણાવવાનું...

અરે એ બધું છોડો, પહેલા આ કરો...

શિક્ષક : બાળકો કાલે સ્વચ્છતાનું એક ગીત પણ તમારે તૈયાર કરી લાવવાનું છે...

જો હું બોર્ડ પર લખી દઉં છું...

ગીત બોર્ડ પર લખે છે...

રાજુ : સાહેબ હું તૈયાર નહીં કરી લાવું...

શિક્ષક : કેમ...?

સાલા તારે કોઈ પ્રવૃત્તિમાં ભાગ જ નથી લેવો...?

ભણવાનું બંધ કરી દે...

રાજુ : સાહેબ તમે ભણાવવાનું શરૂ કારી દો તો મારે બંધ નહીં કરવું પડે... 

મને વાંચતા આવડે એવું તો કઈંક કરો પછી નિબંધ સ્પર્ધાઓ રાખો...

શિક્ષક ચૂપ...
.
.
.
.
.
.
.
.
.
.
.
.
આ શિક્ષક કોણ છે...?

તમે...???

હું...???

કોઈ તો બચાવો...

ક્યા ખોવાયુ છે શિક્ષણ...??
.
.
.
.
.
.
.
.
.
.
આવી બાબતોમાં ખોવાયુ છે શિક્ષણ....!!!

ઉત્સવોની જંજાડમાં ને તૈયારીઓની ભરમારમાં ખોવાયુ છે શિક્ષણ...

વાલીઓની નિરસતામાં ને બાળકની નિષ્કિયતામાં ખોવાયુ છે શિક્ષણ...

નીતિઓના ફેરબદલીમાં ને શિક્ષકોની અદલાબદલીમાં ખોવાયુ છે શિક્ષણ...

મીટીંગોની ભરમારોમાં ને વહિવટોની ગડમથલોમાં ખોવાયુ છે શિક્ષણ...

પરિપત્રોના અર્થઘટનમાં ને સમજથી શબ્દોના ઉકેલમાં ખોવાયુ છે શિક્ષણ...

પરીક્ષાઓનાં આયોજનમાં ને ગુણોનાં સમાયોજનમાં ખોવાયુ છે શિક્ષણ...

કાયદાનાં  કદમાં ને  નિયમોની હદમાં ખોવાયુ છે શિક્ષણ...

આધુનિકતાનાં રેલામાં ને બાળકનાં થેલામાં ખોવાયુ છે શિક્ષણ...

ગરીબીનાં શ્રાપમાં ને લાચાર સંતાનનાં બાપમાં ખોવાયુ છે શિક્ષણ...

સમાજનાં વિચારમાં ને સત્તાનાં પ્રચારમાં ખોવાયુ છે શિક્ષણ...

ગામની સફાઇમાં ને ગુણોની હરિફાઇમાં ખોવાયુ છે શિક્ષણ...

માતાપિતાનાં ફોર્સમાં ને શિક્ષણનાં કોર્સમાં ખોવાયુ છે શિક્ષણ...

STORY


रात के समय एक दुकानदार अपनी दुकान 
बन्द ही कर रहा था कि एक 🐕कुत्ता दुकान में आया .. 
,
उसके मुॅंह में एक थैली थी, जिसमें सामान की 
लिस्ट और पैसे थे ..😛👇
,
दुकानदार ने पैसे लेकर सामान उस 
थैली में भर दिया ...😛
,
🐕कुत्ते ने थैली मुॅंह मे उठा ली और चला गया😍
,
दुकानदार आश्चर्यचकित होके कुत्ते के पीछे 
पीछे गया ये देखने की इतने समझदार 
🐕कुत्ते का मालिक कौन है ...😛
,
🐕कुत्ता बस स्टाॅप पर खडा रहा, थोडी देर बाद
एक बस आई जिसमें 
चढ गया ..😂😁
,
कंडक्टर के पास आते ही अपनी गर्दन आगे 
कर दी, उस के गले के बेल्ट में पैसे और 
उसका पता भी था😛
,
कंडक्टर ने पैसे लेकर टिकट 🐕कुत्ते के गले के
बेल्ट मे रख दिया😍
,
अपना स्टाॅप आते ही 🐕कुत्ता आगे के दरवाजे पे 
चला गया और पूॅंछ हिलाकर कंडक्टर 
को इशारा कर दिया
और बस के रुकते ही उतरकर चल दिया ..😛😍
,
दुकानदार भी पीछे पीछे चल रहा था ...
,
कुत्ते ने घर का दरवाजा अपने पैरोंसे 
२-३ बार खटखटाया ...😍😍
,
अन्दर से उसका मालिक आया और लाठी से 
उसकी पिटाई कर दी ..😛😛
,
दुकानदार ने मालिक से इसका कारण पूछा .. ??😛😛
,
मालिक बोला .. "साले ने मेरी नींद खराब कर दी, 
✒चाबी साथ लेके नहीं जा सकता था गधा"😛
,
,
जीवन की भी यही सच्चाई है .. 😛😍
,
आपसे लोगों की अपेक्षाओं का 
कोई अन्त नहीं है ..😛
जहाँ आप चूके वहीं पर लोग बुराई निकाल लेते हैं और पिछली सारी अच्छाईयों को भूल जाते हैं ..😛😍
,
इसलिए अपने कर्म करते चलो, लोग 
आपसे कभी संतुष्ट नहीं होएँगे।।😍
,
अगर दिल को छुआ हो तो शेयर जरूर कीजियेगा 👍

રાષ્ટ્રપતિ ની ચુટણી કેમ થાય અને કેમ મતદાન હોય તે વાચો

રાષ્ટ્રપતિ ની ચુટણી કેમ થાય અને કેમ મતદાન હોય તે વાચો 

ભારત ના રા. ચૂંટણી પ્રક્રિયા ની સમજ-

ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય છે? એકદમ અટપટી પ્રક્રિયાની અત્યંત સરળ સમજ મેળવો.

--દેશના નવા રાષ્ટ્રપતિની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે પણ મોટા ભાગનાં વોકોને ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા વિશે જ ખબર નથી. તેનું કારણ એ છે કે આપણા દેશમાં રાષ્ટ્રપતિ ચૂંટણીની પ્રક્રિયા સરળ નથી. 

રાષ્ટ્રપતિની ચૂંટણી સામાન્ય ચૂંટણી જેવી નથી હોતી અને તેની પ્રક્રિયા ખૂબ જ છે.અહીં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય છે તેની સરળ સમજ આપી છે. રાષ્ટ્રપતિની ચૂંટણી પરોક્ષ મતદાન દ્વારા થાય છે.

 આ ચૂંટણીમાં લોકસભાના 543 સભ્યો, રાજ્યસભાના 243 સભ્યો અને દેશભરનાં રાજ્યોની વિધાનસભામાં ચૂંટાયેલા કુલ 4120 ધારાસભ્યો કરે છે. વિધાન પરિષદના સભ્યો આ ચૂંટણીમાં મતદાન નથી કરી શકતા.

ભારતના રાષ્ટ્રપતિ ઈલેક્ટોરલ કોલેજ દ્વારા પસંદ કરવામાં આવે છે. કાયદાના આર્ટિકલ 54માં તેનો ઉલ્લેખ છે. સંસદના બન્ને સદનો તથા રાજ્યોની વિધાનસભાઓના ચૂંટાયેલા ધારાસભ્યો મતદાર છે. બે કેન્દ્રશાસિત પ્રદેશો, દિલ્હી અને પુડ્ડુચેરીના ધારાસભ્યો પણ આ ચૂંટણીમાં ભાગ લે છે જેની પોતાની વિધાનસભા છે.

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આપણે ત્યાં ઈલેક્ટોરલ કોલેજ છે અને તેમાં દરેક સંસદસભ્ય તથા દરેક રાજ્યના ધારાસભ્યના મતનું મૂલ્ય અલગ અલગ છે. આ ઈલેક્ટોરલ કોલેજમાં એક તરફ તમામ સંસદસભ્યોના મત અને બીજી તરફ તમામ રાજ્યોની વિધાનસભાના સભ્યોના મત હોય છે.

સરળ શબ્દોમાં કહીએ તો રાજ્યસભાના 243 અને લોકસભાના 543 મળીને થતા 786 સંસદસભ્યોના કુલ મતોનું જેટલુ મૂલ્ય થાય તેની લગભગ સમકક્ષ જેટલું જ રાજ્યોની વિધાનસભાના કુલ 4120 ધારાસભ્યોના મતોનું મૂલ્ય થાય છે. એક સંસદસભ્યના મતનું મૂલ્ય 708 છે જ્યારે રાજ્યોના ધારાસભ્યોના મતનું મૂલ્ય અલગ અલગ છે.

રાજ્યોના ધારાસભ્યોના મતના મૂલ્ય માટે 1971ની વસતી ગણતરી ધ્યાનમાં લેવાય છે. રાજ્યની કુલ વસતીને ધારાસભ્યોની સંખ્યાથી ભાગવામાં આવે છે. ત્યાર બાદ જે આંકડો મળે તેને ફરી 1000થી ભાગવામાં આવે છે. એ વખતે જે આંકડો મળે તે રાજ્યના ધારાસભ્યના મતનું મૂલ્ય છે.

આ ફોર્મ્યુલા પ્રમાણે અત્યારે ઉત્તર પ્રદેશના ધારાસભ્યના મતનું મૂલ્ય સૌથી વધારે 208 છે જ્યારે સિક્કિમના ધારાસભ્યના મતનું મૂલ્ય માત્ર 7 છે. ગુજરાતના ધારાસભ્યના મતનું મૂલ્ય 147 છે. એક ધારાસભ્યના મતના મૂલ્યની રીતે ગુજરાત સમગ્ર દેશમાં આઠમા સ્થાને છે જ્યારે કુલ મતોમાં દસમા સ્થાને છે.

અત્યારે સંસદસભ્યોના કુલ મતોનું મૂલ્ય 5,49,408 છે જ્યારે ધારાસભ્યોના કુલ મતોનું મૂલ્ય 449474 છે. આમ ઈલેક્ટોરલ કોલેજમાં કુલ મતનું મૂલ્ય આ વખતે 10, 98,882 છે. 

આમ, રાષ્ટ્રપતિ બનવા માટે કોઈ પણ ઉમેદવારને કુલ મતોના અડધા એટલે કે 5,49,442 મૂલ્યના મતો મળવા જરૂરી છે.....

આપડે ભારત દેશ ના નાગરિક છીઅે આપને ખબર હોવી જોઈઅે રાષ્ટ્રપતિ ની ચુંટણી ની
બીજા ગ્રુપ મા મોકલો
--------------------------------

13 July 2017

"GYAN PARAB" JULY 2017

💥 GyanParab E-Magazine July 2017 issue Best Magazine To Prepare For Upcoming TET-2 Exam
🗣ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના નંબર.1 ઈ-મેગેઝિન જ્ઞાનપરબનો જુલાઈ 2017 નો અંક પબ્લિશ થઇ ચુક્યો છે. આવનારી TET-2 પરીક્ષા આપનારા ઉમેદવારો માટે ખાસ અંક અચૂક ડાઉનલોડ કરી લેજો.
આ અંકમાં શું છે ખાસ :
★મનોમંથન
★વિજ્ઞાન ટેકનોલોજી ધો.7 પ્રથમ સત્ર વન લાઈનર
★રોમન અંકો 201 થી 400
★ગજરાતી વ્યાકરણ - કૃદંત પરિચય
★ગુજરાતી સાહિત્યિક સંસ્થાઓ
★જૂન માસનું તારીખવાર સંપૂર્ણ કરંટ અફેર્સ
★વ્યક્તિ વિશેષ : પન્નાલાલ પટેલ પરિચય
તો આજે જ ડાઉનલોડ કરો અને અન્ય મિત્રોને પણ શેર કરો...
Click on below link👇
JULY 2017 GYAN PARAB

MATHS BOOK -USEFULL TET,TAT,HTAT N OTHER EXAME

 શું તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓની જેમ કે ટેટ,એચ,ટાટ  વગેરે ની તૈયારી કરી રહ્યા છો ?

🔵 આગામી TET,TATઅને GPSC જેવી પરીક્ષા માટે MOST IMPORTANT

⚠ गणित बुक डाऊनलोड करो👌🏽

🔰 बुक मा समाविष्ट मुदा

1 वर्ग अने वर्गमुळ
2 घन अने घनमूळ
3 संख्या ज्ञान
4 संख्याना प्रकार
5 दशांश अपूर्णाक
6 ल,सा,अ - गु,सा,अ
7 बीज गणित ,सादुरूप
8 घात अने घातांक
9 सरासरी
10 टका ℅
11 गुणोत्तर अने प्रमाण
12 सादु व्याज
13 चक्रवृद्धि व्याज
15 नफो खोट
16 काम, समय, महेंतानु
17 आंकड़ा शास्त्र मध्यक मध्यस्थ बहुलक
18 कोयड़ा समीकरण
19 उमर सबंधी प्रश्न
20 समीकरण
21 भूमितिनु माळखु
22 क्षेत्रफल परिमिति
23 घनफल
24 त्रिकोणमिति
25 अंतर अने उच्चाई
26 क्रमचय अने संचय
27 संभावना
28 कारतेज़ीयन चाम पद्धति
29 गणनो सिद्धान्त
30 तार्किक वेन आकृति
31 केलेण्डर कोयडा
32 घडियाळ सबंधित कोयडा
33 प्रेक्टिस पेपर

💥 Size :- Only 3.7 MB
📚 Pages :- 260 (Gujarati)

🔰 Click here Download Pdf File

1 July 2017

🌾🌾 Happy Monsoon 🌾🌾

તું વરસે તો મન મૂકીને વરસજે,
કોઈ તને કંઈ નહિ કહે......

રસ્તાના ખાડા તો અમે પુરી દઈશું,
પણ પેટના ખાડા તારી સિવાય કોઈ નહિ પુરે!

🌾🌾 Happy
          Monsoon 🌾🌾
📲 હવે અટક કે નામ માં ગમે તેટલાં ફેરફાર હશે તો પણ આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિંક થશે .
આધાર કાર્ડ ને પાન સાથે લિંક કરવા માટેની ડાયરેકટ લિંક.

18 June 2017

ધોરણ ૧ થી ૫ ના તમામ વિષયોનું સંકલન

TET-2 માટે ખુબ જ મહત્વનું......

મીત્રો થોડા સમયમા મા TET પરીક્ષા લેવાશે. ધોરણ 1 થી 8 નુ વિષય વસ્તુ તૈયાર કરવા માટે પાઠ્યપુસ્તકો વાંચવા માટે ખૂબ જ ઓછો સમય છે.*

👌 તેના માટે શિક્ષક ગ્રુપ ના શ્રી હિરેનભાઇ પટેલ તરફથી ધોરણ 1 થી 8 ના તમામ વિષય ની બન્ને સેમેસ્ટર ના તમામ અગત્યના મુદ્દાઓનું સંકલન કરીIMP નોટસ તૈયાર કરવામા આવેલ છે. જેનો અભ્યાસ કરવાથી TET પરીક્ષામા 100% ફાયદો થશે.

✅ *તમામ ફાઇલ ડાઉનલોડ કરવા લીંક Google chrome મા ખોલો*

🔹 *ધોરણ 6 થી 8 સામાજીક વિજ્ઞાન*
ધોરણ 6 થી 8 વિજ્ઞાન અને ટેકનોલોજી
ધોરણ 6 થી 8 ગણિત
ધોરણ 6 થી 8 ગુજરાતી
ધોરણ 6 થી 8 હિન્દી
ધોરણ 6 થી 8 સંસ્કૃત
ધોરણ 6 થી 8 અંગ્રેજી

                                                  ગમે તો બીજા મિત્રોને શેર કરજો.


17 June 2017

જાણવા જેવું

વિવિધ ઉજવણી
* ૧0વર્ષ = દશાબ્દી*
* ૨૦વર્ષ = દ્રિદશાબ્દી*
* ૨૫વર્ષ = રજત મહોત્સવ*
* ૩૦વર્ષ = મોતી મહોત્સવ*
* ૪૦વર્ષ = માહેંક મહોત્સવ*
* ૫૦વર્ષ = સુવર્ણ મહોત્સવ*
* ૬૦વર્ષ = હિરક મહોત્સવ*
* ૭૦વર્ષ = પ્લેટિનમ મહોત્સવ*
* ૮૦વર્ષ = રેડિયમ મહોત્સવ*
* ૯૦વર્ષ = બિલિયમ મહોત્સવ*
* ૧૦૦વર્ષ = શતાબ્દી મહોત્સવ……*
🙏🏼🙏🏼સત્ય ધટના🙏🏼🙏🏼
     સન ૧૮૮૧ ની વાત છે. એક પ્રોફેસરે કલાસમાં તેમના વિધ્યાર્થિઓને એક સવાલ કર્યો...આ દુનિયામાં જે બધુ આપણે જોઇ રહ્યા છીએ તે કોને બનાવ્યું છે ? શું પરમ ક્રુપાળુ પરમાત્માએ આ બધી રચના કરી છે ?

વિધ્યાર્થિ – હા સાહેબ..

પ્રોફેસર –તો પછી સેતાનને કોને બનાવ્યો ? શું સેતાન પણ પ્રભુએ જ બનાવ્યો છે?
વિધ્યાર્થિ એકદમ શાંત થઈ ગયો..અને પછી તેણે પ્રોફેસરને એક વિનંતિ કરી ..
સાહેબ શું હું આપને પ્રશ્ન કરી શકું ?  પ્રોફેસરે સમંતિ આપી..

વિધ્યાર્થિ-શુ ઠંડી જેવું કાઈં હોય છે ?

પ્રોફેસર- ચોક્કસ હોય છે..

વિધ્યાર્થી – માફ કરજો સાહેબ ..તમારો જવાબ ખોટો છે. ઠંડી લાગવી એ ગરમીની ગેરહાજરીનું પરિણામ છે.

વિધ્યાર્થિએ બીજો પ્રશ્ન કર્યો...
શું અંધારૂ અસ્તિત્વ ધરાવે છે ?

પ્રોફેસર – હાસ્તો ધરાવે છે...

વિધ્યાર્થી –સાહેબ તમે આ વખતે પણ ખોટા છો...ખરેખર અંધારા જેવી કોઇ ચીજ છે જ નહી...ખરેખર તો અંધારૂ અજવાળાની ગેરહાજરી છે..જેવુ અંજવાળુ આવશે એટલે તરતજ અંધારૂ ગાયબ થઇ જશે. સાહેબ આપણે રોજ પ્રકાશ અને ગરમીનો અભ્યાસ કરીએ છીએ પણ ઠંડી અને અંધારાનો  કરતા નથી..
તેવીજ રીતે સેતાનની કોઇ હયાતી નથી એ તો પ્રેમ , વિશ્વાસ,અને  ઇશ્વર પ્રત્યેની આસ્થાની ગેરહાજરી છે...
જેને ઇશ્વર પ્રત્યે આસ્થા અને શ્રધ્ધા નથી તેને જ સેતાનનો અનુભવ થાય છે...
આ વિધ્યાર્થિનુ નામ હતું


તને વંદન હજારે હજાર


પંચમહાલ-સતત ગેરહાજર બાળકોના નામ કમી બાબત પરિપત્ર -by DPEO.



ગુજરાતના તમામ જીલ્લાના તમામ શૈક્ષણિક સમાચારો






4 June 2017

*આ પપ્પા એટલે ?*




*પપ્પા એટલે ખાલી એક નામ ?
પપ્પા એટલે ખાલી એક દેખાવ જ ?
પપ્પા એટલે ખાલી એક પદ ?
પપ્પા એટલે ખાલી બાયોડેટામાં
નામની પાછળ લાગતુ અસ્તિત્વ ?
ના ….*
*પપ્પા એટલે પરમેશ્વરના પુરાણો કરતા પણ વધુ પ્રેકટિકલ પ્રેરણાદાઇ પુસ્તક...*

*આપણી સૌથી મોટી તકલીફ એ છે કે આપણા માંથી ઘણા પુરાણો વાંચવાની
અને સમજવાની વાતો કરે છે પણ ઘરમાં બેઠેલા પપ્પાને નથી વાંચી શકતા...*

*આ પપ્પા નામે પ્રોફાઇલને ક્રેડિટ સાથે
બહુ લેવાદેવા નહી.. મા ને ઇશ્વર માની લેનાર સમાજ પપ્પાને પપ્પા જ સમજે..
કારણકે આ પપ્પાએ કોઇ દિવસ પોતાની જાતને ઇશ્વરની કેટેગરી માટે નોમીનેટ
કર્યો જ નથી.*

*"ખબરદાર જો આમ કર્યુ છે તો...
આવવા દે તારા પપ્પાને..
બધ્ધું જ કહી દઇશ" આવા વાક્યો
દરેક મા એ કયારેક ને કયારેક પોતાના બાળકને નાનપણમાં કહ્યાં જ હશે..
અને ન છૂટકે પણ પેલો ઓફિસમાં ફેમીલી માંટે કમાતો બાપ બાળકનો અજાણ્યો દુશ્મન
બની જાય છે. અને અજાણતા જ સંતાનો સાથેનું આ છેટું ઘણું લાંબુ ચાલે છે.*

*ઘણા કિસ્સાઓમાં તો બાપની ખરી કિંમત સમજાય છે ત્યા સુધીમાં બાપ ખીલ્લી પર
ટાંગેલ ફોટો બની ગયો હોય છે.*

*બાકી પપ્પા તો એવા પરમેશ્વર છે જેને પામવા વ્રત, ઉપવાસ કે અઘરા શ્લોકના ગાન
કરવા નથી પડતા... આપણી તકલીફમાં આપણા ખભાને ટેકો દેવા એ જીવતો દેવ હાજરા હજૂર
જ હોય છે.*

*ડૉ.નિમિત્ત ઓઝાએ લખેલ એક
સરસ વાત યાદ આવે છે કે ઘરની બહાર નીકળતા ખાડો આવે ને પડી જવાય તો "ઓ મા" બોલાય
છે પણ અજાણ્યા જ રસ્તો ક્રોસ કરતા ટ્રક છેક પાસે આવી જાય ત્યારે તો મ્હોં માથી
"ઓ બાપ રે" જ સરી પડે છે.. જે એ વાતની સાબીતી છે કે નાની નાની તકલીફો માં મા
યાદ આવે ... પણ જીવનની અઘરી અને મોટી તકલીફોમાં તો બાપ જ યાદ આવે છે.*

*પપ્પા નામના પરમ મિત્રને ઓળખવાની કળા મોટા ભાગે યુવાનીમાં કેળવાતી જ નથી બાકી
એ વાત ખરી કે આ ઉંમરમાં પપ્પા ભણાવા કરતા ગણાવે છે વધુ.*

*કોઇ બાપ પાર્ટ ટાઇમ નોકરી કરતો હશે પણ પિતૃત્વતો ફુલ ટાઇમ જ કરતો હશે..
કારણકે ખેતરમાં હળ ચલાવતો કે પછી ઓફિસમાં ઓવર ટાઇમ કરતો બાપ આખરે તો દિકરા કે
દિકરીને સઘળી સવલતો આપવા જ સજ્જ થતો હોય છે.*

*આપણી યુવાનીમાં કરેલી ભૂલોથી ટાયર્ડ થઇ જતો બાપ ચીડાઇ ને પિતૃત્વથી રીટાયર્ડ
નથી થઇ જતો.. એને પળે પળ આપણને કશું એટલા માટે શીખવાડવું છે કારણકે જીવનમાં
જયાં જયાં એણે પીછે હટ ભરી છે ત્યાં ત્યાં આપણે ન ભરી દઇએ..*

*બુદ્ધિનું બજેટ ખોરવ્યા વિના આપણી બાહોશતા અકબંધ રહે તેવા પ્રયત્નો એ
સતત કરતો રહે છે.. આ કારણોસર એ
મોટા ભાગે કડક વલણ અપનાવે અને એટલેજ એ છપ્પનની છાતીમાં રહેલું
લીસ્સુ માખણ આપણને મોટાભાગે ઓળખાતુ નથી.*

*આ પપ્પા એટલે ૯ વાગે ટીવી બંધ કરીને જબરજસ્તી ભણવા બેસવાનો ઓર્ડર નહી પણ
ભણતરની કિંમત સમજાવતુ એક
સુવાક્ય..*

*આ પપ્પા એટલે રાત્રે જયાં સુધી ઘરે ન આવીયે ત્યાં સુધી સતત ચાલતો હિંચકાનો
કિચુડ કિચુડ અવાજ ..*

*આ પપ્પા એટલે મમ્મી કરતાં પણ વધુ વ્હાલની ઉપર પહેરેલૂં કડકાઇનું મ્હોરુ*

*આ પપ્પા એટલે એકવાર ખાઇ લીધા પછી મમ્મીથી સંતાડીને બીજી વાર અપાતી ચોકલેટ*

*આ પપ્પા એટલે એવી પર્સનાલીટી જે ફેશન ન કરતી હોવા છતાં ય આપણા સ્ટાઇલ આઇકોન
બની જાય*

*આ પપ્પા એટલે આપણને કદિ યે પડી
ન જવા દેતો સાઇકલની સીટની પાછળથી પકડેલો મજબુત હાથ...*

*આખરે પપ્પા ઍટલે પપ્પા…
બસ આમ જુવો તો કશું જ નહી
અને આમ જુવો તો બધ્ધું જ...*

*હજીયે સમય છે..જો પપ્પા નામનું લાગણી નું સરનામું જીવંત બનીને ઘરમાં પોતાની
મીઠાશ ફેલાવતું હોય તો આ લેખ પુરો
કરીને એને જઇને એક વાર કોઇજ કારણ વગર ભેટી પડજો....*

 *એ પપ્પા નામના પુસ્તકમાં એવુ સરસ મઝાનું પાનુ જોડાશે જે જીવનભર વાંચવું
ગમશે..*

 *Dedicated  to All father...*✍🏼

નવા સત્રની શુભેચ્છા

કાલથી ૩૫ દિવસથી બંધ બારણા નવી કિલકારી સાથે ઉઘડશે, ધુંધળી, ધુળથી લથબથ,એકાંત માં સુતેલી શાળા, તેના પોતીકાને આવકારવા આજ આળશ મરડીને ઊભી થાશે... બાળકો ના અવાજ થી ઝાડ માં પણ નવી કૂપળો ખિલશે... ખરેખર , આપણે વૈજ્ઞાનિક રીતે માનીએ કે વસ્તુઓ સ્થુળ ને નિર્જીવ છે પણ તેની સાથે રહેતા પોતીકાપણા ને લીધે તે પણ જીવિત લાગે છે, તેની સંવેદના પણ અનુભવી શકાય છે...... તારીખ: 05-06-2017 થી શરૂ થતાં નવીન શૈ. સત્ર ની સર્વે શિક્ષક મિત્રોને મારી શુભેચ્છાઓ. નવુ શૈક્ષણિક વર્ષ આપને યશ આપે તેવી શુભેચ્છાઓ .

12 April 2017

છેલ્લો દિવસ (ધોરણ 7 વિદાય સમારંભ )

              આજનો દિવસ ધોરણ 7 ના વિધાર્થીઓનો છેલ્લો દિવસ તરીકે ઉજવવામાં આવ્યો.વિદાય સમારંભ વિશે શાળાના આચાર્ય શ્રી અરવિંદભાઇ દ્વારા કાર્યક્રમની રુપરેખા નક્કી કરવામાં આવી.સૌ પ્રથમ બાળકોએ તેમના અનુભવો રજુ કર્યા,આ સમયે કેટલાક બાળકોએ ભીની આંખે તેમની લાગણીઓ રજુ કરી.ત્યારબાદ તેમના વર્ગશિક્ષક અમિતભાઇએ ભીના હદયે બાળકોને આશીર્વચન આપ્યા.સાથે તેમણે બાળકોને સમયનુ પાલન કરજો,તેનુ મહત્વ સમજજો.જેવા શુભાશિષ આપી બાળકોને નાનકડી ભેટ (એલાર્મ ઘડિયાળ)આપવામાં આવી. શાળાના શિક્ષિકાબહેન પુષ્પાબેન તરફથી કંપાસની ભેટ આપવામાં આવી.તેમજ બીજા બહેનો એ બાળકોને કેન્ડી ખવડાવી શાળાના તમામ બાળકોને ખુશખુશાલ કર્યા હતા.
         અંતમાં ધોરણ 7 ના બાળકો તથા શાળાના ધોરણ 1 થી 6 ના તમામ બાળકો પ્રગતિ કરો એવા આશિર્વાદ આપી કાર્યક્રમ પુર્ણ કર્યો.
         સમગ્ર કાર્યક્રમ શાળાના તમામ બાળકો અને શિક્ષકોના સહિયારા પ્રયાસથી સફળ રહ્યો હતો.

          કાર્યક્રમની કેટલીક તસ્વીરો..................................................